
Himmatnagar: હિંમતનગર તાલુકાના મૂંછનીપાળ નજીકના સીમાડામાં ઝાડ ઉપર દિપડાનું બચ્ચું જોવા મળતાં સીમાડામાં હોહા મચી હતી. જો કે, બચ્ચાંને સહી સલામત રીતે પકડી જંગલમાં છોડી મૂકાયું હતું.
મૂંછનીપાળ ગામ પાસે ઝાડ પર ચઢીં ગયેલા દિપડાના બચ્ચાંનું રેસ્ક્યુ
મળતી માહિતી મુજબ હિંમતનગર તાલુકાના મૂંછનીપાળ નજીકના સીમાડામાં ઝાડ ઉપર દિપડાનું બચ્ચું જોવા મળતાં સીમાડામાં હોહા મચી હતી. વન વિભાગને આ અંગેની જાણકારી આપવામાં આવતાં રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી જ્યાં કલાકોની મહેનત પછી દિપડાના બચ્ચાંનું રેસ્ક્યુ કરી સલામત રીતે વિજયનગરના જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યું છે. આમ વન વિભાગની રેસ્ક્યુ ટીમે દિપડાના બચ્ચાંને ઝાડ પરથી સલામત રીતે ઉતારી રેસ્ક્યુ પાર પાડયું છે.
દિપડાના બચ્ચાંને જંગલમાં છોડી મુકાયું
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી જિલ્લાના જંગલ વિસ્તારોમાં દિપડાની હાજરી વધવાની સાથે હિંમતનગર તાલુકાના રુપાલ, રાયગઢ સહિતના વિસ્તારોમાં અવાર નવાર દિપડા ખેતસીમાડામાં જોવા મળી રહ્યા છે. આ અગાઉ પણ વન વિભાગે દિપડાને પાંજરે પૂરવા માટે ઠેકઠેકાણે પ્રયત્નો કર્યા હતા પરંતુ કોઈ સફળતા મળી ન હતી આ દરમ્યાન તાલુકાના મૂંછનીપાળ અને પોટલીયા ગામના સીમાડા વચ્ચે દિપડાનું બચ્યું ઝાડ ઉપર જોવા મળતાં સીમાડામાં પશુઓ ચરાવતા પશુપાલકોએ હોહા કરી મૂકી હતી. આ ઘટનાની જાણકારી ગ્રામ પંચાયતના સરપંચને થતાં તાત્કાલિક વન વિભાગનું ધ્યાન દોરવામાં આવ્યું હતું જેમાં વન વિભાગની રેસ્ક્યુ ટીમે દિપડાના બચ્યાને ઝાડ પરથી સલામત રીતે ઉતારી રેસ્ક્યુ પાર પાડયું હતું. દિપડાના બચ્ચાંને વન વિભાગની ટીમે વિજયનગરના જંગલ વિસ્તારમાં કુદરતી વાતાવરણમાં મુક્ત કર્યાનું જાણવા મળ્યું છે.
અહેવાલ: ઉમંગ રાવલ