
ગુજરાતમાં દિવસને દિવસે ગુંડાગીરી વધી રહી છે. ત્યારે હવે ગોંડલમાંથી ગુંડાગીરીની વધુ એક ઘટના સામે આવી છે. રાજકોટના ગોંડલ શહેરમાં આવેલા કોલેજ ચોક ખાતેના હનુમાન મંદિર નજીક એક સગીરને લાકડા અને ધોકાથી ફટકારવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં સગીરના પિતા પહોંચતા તેમને પણ માર માર્યો હતો. જ્યારે છોડાવવા વચ્ચે પડેલી સગીરની માતાની ચૂંદડી ખેંચી ધક્કો માર્યો હતો. હાલ ગોંડલ બી-ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી આરોપી તત્વો વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટનામાં એવી છે કે બે સગીર વયના બાળકો ઝઘડ્યા હતા. જેમાં એક સગીર બીજા સગીરનું ગુપ્તાંગ ખેંચ્યું હતુ. જેથી બંને પરિવારો આમને સામેને આવી ગયા હતા. સમગ્ર ઘટનાને લઈ ઉહાપોહ મચી ગયો છે. પરિવારજનો હાલ ગોંડલ મામલતદાર કચેરીએ પહોંચ્યા છે. જ્યા વિરોધ પ્રદર્શન કરી ન્યાયની માગ કરી રહ્યા છે.
પિડિત પરિવારે ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેમા જણાવાયું છે મારા પુત્રનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતુ કે પપ્પા તમે જલ્દી આવો આ લોકો મને મારી નાખશે. ત્યારે પિતા ઘટના સ્થળે પહોંચાતાં સામા પક્ષે સગીરના માતાપિતા સહિતને માર માર્યો હતો. પોલીસ ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે પુત્રને લાકડાં અને ધોકાથી ત્રણ લોકો દ્વરા માર મારવામાં આવ્યો છે. છોડાવવા વચ્ચે પડેલા માતાપિતાને પણ માર માર્યો હતો. પત્નીની ચૂંદડી ખેંચી ધક્કો મારવામાં આવ્યો હતો. પરિવારનો આરોપ છે કે સામા પક્ષના સગીરે અમારા બાળકનું ગુપ્તાંગ ખેંચ્યું હતુ અને અસહ્ય પીડા આપી હતી. જેથી પરિવારજનો વિરોધ પ્રદર્શન કરી ન્યાની માગ કરી રહ્યા છે. પોલીસે પણ આરોપીને ઝડપી પાડવા સઘન તપાસ હાથ ધરી છે.
સગીરને હોસ્પિટલમાં ખસેડાયો
પિડિત પરિવારના 13 વર્ષિય પુત્રને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. કારણે ગૃપ્તાંગ ખેંચીને માર મારતાં તેની સ્થિતિ નાજૂક હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે.
આ પણ વાંચો: AAP નેતા સત્યેન્દ્ર જૈન 571 કરોડનો ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ, ACB દ્વારા તપાસ શરૂ | Satyendra Jain
આ પણ વાંચોઃ અમદાવાદમાંથી નકલી હોસ્પિટલ અને ડોક્ટર ઝડપાયો, જાણો વધુ | Fake hospital