નાઇજીરીયામાં પેટ્રોલ ટેન્કરમાં ભયાનક વિસ્ફોટ, 70 લોકોના મોત

  • World
  • January 19, 2025
  • 1 Comments

નાઇજીરીયામાં પેટ્રોલ ટેન્કરમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં 70 લોકોના મોત થયા છે. કર્મચારીઓ કલાકોની મહેનત બાદ પણ આગ પર કાબુ મેળવવામાં સફળ રહ્યા. ટેન્કરમાં અચાનક વિસ્ફોટ થયા બાદ ભીષણ આગ લાગી હતી. આગની જ્વાળાઓ એટલી ભયાવક ફેલાઈ હતી કે જાણે ધૂમાડાએ આકાશને ઢાંકી દીધું હોય. ઉત્તર-મધ્ય નાઇજીરીયામાં એક પેટ્રોલ ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 70 લોકો મોત થયા છે.

આ પણ વાંચોઃ મહાકુંભ મેળા વિસ્તારમાંથી રેતીમાં દાટેલું નવજાત મળ્યું

દેશની ઇમરજન્સી રિસ્પોન્સ એજન્સીએ આ આગની માહિતી આપી છે. એજન્સીના જણાવ્યા અનુસાર, નાઇજર પ્રાંતના સુલેજા વિસ્તાર નજીક ગઈકાલે શનિવારે વહેલી સવારે વિસ્ફોટ થયો હતો. જ્યારે કેટલાક લોકો જનરેટરનો ઉપયોગ કરીને એક ટેન્કરમાંથી બીજા ટ્રકમાં ગેસોલિન ટ્રાન્સફર કરી રહ્યા હતા. ગેસ ટ્રાન્સફર દરમિયાન લીકેજ થવાને કારણે આ આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી.

આસપાસ ઘણા બધા લોકો ઉભા હતા

જે સમયે આ ઘટના બની તે સમયે નજીકમાં મોટી સંખ્યામાં મજૂરો અને અન્ય કર્મચારીઓ ભેગા થઈ ગયા હતા. આ કારણે મોટાભાગના લોકો તેનાથી પ્રભાવિત થયા હતા. નેશનલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના હુસૈની ઇસાએ જણાવ્યું હતું કે વિસ્ફોટ ઇંધણ ટ્રાન્સફરને કારણે થયો છે. જેના પરિણામે પેટ્રોલ ટ્રાન્સફર કરનારાઓ અને નજીકના લોકો મોતને ભેટ્યા છે. ઇસાએ કહ્યું કે બચાવ કામગીરી ચાલુ છે.

આ પણ વાંચોઃ સૈફ પર હુમલો કરનાર પોલીસથી બચવા સમાચાર જોતો, ફોન બંધ કરી સતત બદલતો લોકેશન!

Related Posts

Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી
  • August 5, 2025

Trump threat: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સામે વેપાર યુદ્ધને વધુ તીવ્ર બનાવવાની ધમકી આપી રહ્યા છે. તેમણે કહ્યું છે કે ભારત પર ખૂબ મોટા પાયે નવા ટેરિફ લાદવામાં આવશે…

Continue reading
Russia Ukraine war: રશિયા ચીન-પાકિસ્તાનના ભાડૂતી સૈનિકો લાવ્યું, ઝેલેન્સકીના દાવાનો પાકિસ્તાને શું આપ્યો જવાબ?
  • August 5, 2025

Russia Ukraine war: એક બાજુ તો રશિયા અને અમેરિકા યુક્રેનના યુદ્ધમાં સંપૂર્ણ રીતે ભાગ લઈ રહ્યું હોય તેવું લાગે છે. તે વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ દાવો કર્યો છે કે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ahmedabad:”પોલીસ ગુંડાઓના ખિસ્સામાં છે” એલિસબ્રિજ પોલીસ પર યુવતીના ગંભીર આક્ષેપ

  • August 7, 2025
  • 5 views
Ahmedabad:”પોલીસ ગુંડાઓના ખિસ્સામાં છે” એલિસબ્રિજ પોલીસ પર યુવતીના ગંભીર આક્ષેપ

Donald Trump on Tariff: ટ્રમ્પની દાદાગીરી ! ભારત પર 50 % ટેરિફ લાદ્યા પછી સેકંડરી સેન્ક્શન લગાવવાની આપી ધમકી

  • August 7, 2025
  • 6 views
Donald Trump on Tariff: ટ્રમ્પની દાદાગીરી ! ભારત પર 50 % ટેરિફ લાદ્યા પછી સેકંડરી સેન્ક્શન લગાવવાની આપી ધમકી

UP: ‘હું તેનો પહેલો દર્દી, તે મારી છેલ્લી ડોક્ટર’, એન્જિનિયરે ફાંસો ખાઈ લીધો, મહિલા ડોક્ટરનું નામ ખુલ્યૂં

  • August 6, 2025
  • 11 views
UP: ‘હું તેનો પહેલો દર્દી, તે મારી છેલ્લી ડોક્ટર’, એન્જિનિયરે ફાંસો ખાઈ લીધો, મહિલા ડોક્ટરનું નામ ખુલ્યૂં

Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો

  • August 6, 2025
  • 8 views
Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો

Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

  • August 6, 2025
  • 9 views
Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

  • August 6, 2025
  • 18 views
શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા