પુરુષ ક્રિકેટના 6 નિયમોમાં ફેરફાર કરતું ICC, ક્રિકેટને રોમાંચક અને નિષ્પક્ષ બનાવવાનો પ્રયાસ

  • Sports
  • June 27, 2025
  • 0 Comments
  • ICC એ પુરુષ ક્રિકેટના 6 નિયમોમાં ફેરફાર કર્યા 
  • વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (2025-27) માટે નિયમો લાગુ કરી દેવાયા
  • વનડે અને ટી-20 ફોર્મેટમાં આ નવા નિયમો 2 જુલાઈથી લાગુ કરાશે

ICC | ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા તાજેતરમાં જ પુરુષ ક્રિકેટમાં છ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ક્રિકેટની રમત વધુ ઝડપી, નિષ્પક્ષ અને રોચક બને તેવા આશય સાથે આ ફેરફાર કરવામાં આવ્યાં છે.પ્રાપ્ત માહિતી અનુસાર, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (2025 – 27) માટે આ નિયમો લાગુ કરી દેવાયા છે. જ્યારે વનડે અને ટી-20 ફોર્મેટના ક્રિકેટ માટે આ નિયમો 2 જુલાઈથી લાગુ કરવામાં આવશે.

ફેરફાર કરાયેલા 6 નિયમો નીચે મુજબ છે

  1. ટેસ્ટ ક્રિકેટમાં સ્ટોપ ક્લોક નિયમઃ આઈસીસીએ ટેસ્ટ ક્રિકેટમાં સ્ટોપ ક્લોક નિયમ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. જે મુજબ ફિલ્ડીંગ કરનારી ટીમે એક ઓવર પુરી થયા બાદ બીજી ઓવર માત્ર 60 સેકન્ડમાં શરૂ કરી દેવી પડશે. જો ટીમ ઓવર શરૂ કરવામાં 60 સેકન્ડ કરતાં વધારે સમય લેશે તો અમ્પાયર તેમને વોર્નિંગ આપશે. અને બે વખત વોર્નિંગ આપ્યા બાદ અમ્પાયર પાંચ રનની પેનલ્ટી ફટકારશે. નોંધનિય છે કે, ટી-20 અને વનડે ક્રિકેટમાં આ નિયમ એક વર્ષથી લાગુ કરી દેવામાં આવ્યો છે.
  2. શોર્ટ રન અંગે દંડઃ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં શોર્ટ રન લેવાનો નિયમ પણ બદલવામાં આવ્યો છે. જાણી જોઈને શોર્ટ રન લેવા પર અગાઉ પાંચ રનનો દંડ કરાતો હતો. પરંતુ, હવે જો બેટ્સમેન એકસ્ટ્રા રન લેવાની લ્હાયમાં જાણી જોઈને રન પૂરો નથી કરતો તો અમ્પાયર ફિલ્ડિંગ ટીમને પુછશે કે હવે તે પિચ પર હાજર બંને પૈકી કયા બેટ્સમેનને સ્ટ્રાઈક પર લાવવા માંગે છે. આ સાથે પાંચ રનનો દંડ તો કરાશે જ.
  3. ભૂલથી લાળ લગાવવામાં આવશે તો બોલ બદલાશે નહીઃ બોલ પર લાળ લગાવવા અંગેનો પ્રતિબંધ જારી રહેશે. જોકે, ભૂલથી લાળ લગાવી દેવા પર બોલ બદલી નાંખવો અનિવાર્ય રહેશે નહીં. અમ્પાયર માત્ર ત્યારે જ બોલ બદલશે જ્યારે બોલની સ્થિતિમાં મોટો ફેરફાર થયો હશે. જેમ કે, બોલ વધારે ભીનો કે વધુ ચમકતો થઈ ગયો હોય. આ નિર્ણય અમ્પાયરના વિવેક પર આધાર રાખે છે. અને આ ફેરફાર પણ ત્રણેય ફોર્મેટમાં લાગુ પડશે.
  4. કેચના રિવ્યૂ દરમિયાન લેગ બિફોર વિકેટની પણ તપાસ કરાશેઃ જો કેચનો રિવ્યૂ લેવામાં આવ્યો હોય અને બોલ બેટને ભલે વાગ્યો ના હોય, પણ પેડને લાગ્યો હશે તો એવા સંજોગોમાં ટીવી અમ્પાયર લેગ બિફોર વિકેટ અંગે પણ તપાસ કરશે અને જો તેમાં તે LBW આઉટ જણાશે તો બેટ્સમેનને આઉટ જાહેર કરાશે. આ નિર્ણય પણ ત્રણેય ફોર્મટ માટે છે.
  5. નોબોલ પર કેચઃ સોફ્ટ સિગ્નલ (અમ્પાયરે લીધેલા રિવ્યૂ) દરમિયાન અને નો બોલ પર કેચ પકડાયો હોય તો બેટીંગ ટીમને નો-બોલનો એક રન એકસ્ટ્રા મળશે. કેચ પકડાયો નહીં હોય તો નો બોલનો એક રન અને દોડીને લીધેલા રન પણ ગણવામાં આવશે. અગાઉ કેચમાં ડાઉટ હોવા પર ફીલ્ડ અમ્પાયર થર્ડ અમ્પાયરને રીફર કરતો હતો અને ટીવી અમ્પાયર જણાવે કે એ નો બોલ હતી, તો કેચની તપાસ થતી નહોતી. પરંતુ, હવે એની પણ તપાસ કરાશે.
  6. ટી-20 મેચો માટે નવા પાવર પ્લે નિયમઃ ટી-20 મેચો માટે પાવરપ્લે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જે જુલાઈથી લાગુ થશે. વરસાદ કે અન્ય કોઈ કારણસર મેચમાં વિક્ષેપ આવે અને ઓવર ઓછી કરવામાં આવે ત્યારે પાવરપ્લેની ઓવર પણ આ નવા નિયમો પ્રમાણે જ નક્કી કરાશે.

પાવર પ્લેના નવા નિયમો

5 ઓવરની મેચમાં 1.3 ઓવર પાવરપ્લે

6 ઓવરની મેચમાં 1.5 ઓવર પાવરપ્લે

7 ઓવરની મેચમાં 2.1 ઓવર પાવરપ્લે

8 ઓવરની મેચમાં 2.2 ઓવર પાવરપ્લે

9 ઓવરની મેચમાં 2.4 ઓવર પાવરપ્લે

10 ઓવરની મેચમાં 3 ઓવર પાવરપ્લે

11 ઓવરની મેચમાં 3.2 ઓવર પાવરપ્લે

12 ઓવરની મેચમાં 3.4 ઓવર પાવરપ્લે

13 ઓવરની મેચમાં 3.5 ઓવર પાવરપ્લે

14 ઓવરની મેચમાં 4.1 ઓવર પાવરપ્લે

15 ઓવરની મેચમાં 4.3 ઓવર પાવરપ્લે

16 ઓવરની મેચમાં 4.5 ઓવર પાવરપ્લે

પાવરપ્લે દરમિયાન માત્ર બે ફિલ્ડર 30 મીટરના સર્કલની બહાર રહી શકે છે. આ નિયમ ટી-20 મેચોને સ્પષ્ટ અને નિષ્પક્ષ બનાવવા માટે લાગુ કરાયો છે.

આ પણ વાંચો:

Punjab માં ગેંગ વોર, ગેંગસ્ટર જગ્ગુની માતા અને ASI ના પુત્રની હત્યા

CM Mohan Yadav: મુખ્યમંત્રી પણ પેટ્રોલ પંપ પર છેતરાયા , 19 ગાડીઓમાં ડીઝલની જગ્યાએ પાણી

Gujarat Weather Update: ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ, આજે આ જિલ્લામાં ભુક્કા કાઢશે

Ahmedabad: રથયાત્રામાં ગજરાજ થયા બેકાબૂ, લોકોના જીવ તાળવે ચોંટ્યા

Ahmedabad: પ્લેન ક્રેશને પગલે સાદગીથી નિકળનારી રથયાત્રામાં ‘સિંદૂરીયો ઉત્સાહ’!

Ahmedabad: 148મી જગન્નાથ રથયાત્રાનો ભવ્ય શુભારંભ, પહેલીવાર ભગવાન જગન્નાથને અપાયું ગાર્ડ ઓફ ઓનર

Related Posts

Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ
  • December 13, 2025

Cricket Match Fixing: ભારતીય ઘરેલુ ક્રિકેટમાં મેચ ફિક્સિંગની એક ઘટના સામે આવી છે,આસામ ક્રિકેટ એસોસિએશને તેના ચાર ખેલાડીઓને સસ્પેન્ડ કરી દીધા છે,મેચ ફિક્સિંગ કૌભાંડથી ક્રિકેટ જગત ફરી એકવાર શરમજનક સ્થિતિમાં…

Continue reading
IND vs SA: ભારતે પહેલી T20 મેચમાં દ.આફ્રિકાને 101 રનથી હરાવ્યુ!
  • December 10, 2025

IND vs SA: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કટકમાં ખેલાયેલા પાંચ મેચોની T20 સીરિઝના પહેલા જંગમાં ભારત 101 રનથી જીત્યું છે, આ જીત સાથે ભારતે શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 1 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

  • December 13, 2025
  • 3 views
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

  • December 13, 2025
  • 2 views
Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને  મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

  • December 13, 2025
  • 4 views
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

  • December 13, 2025
  • 9 views
PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું  ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ

  • December 13, 2025
  • 7 views
Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ