સાયન્સના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર; જાણી લો ગુજરાત સરકારે બદલેલા નિયમો અંગે

  • Gujarat
  • December 24, 2024
  • 0 Comments

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા વિનિયમમાં કેટલાક મહત્ત્વના સુધારા કર્યા છે. જે મુજબ હવે ધોરણ 11 સાયન્સનો વિદ્યાર્થી 11 સાયન્સમાં કોઈ પણ ગ્રૂપ રાખી પાસ થાય તો તે ધોરણ 12માં ગ્રૂપ બદલી શકશે અને કોઈ પણ ગ્રૂપમાં પરીક્ષા આપી શકશે.

ગુજરાત સરકારે નિયમોમાં મહત્ત્વનો ફેરફાર કર્યો

ધોરણ 12 સાયન્સાં ગ્રૂપ-B સાથે નાપાસ થયેલા વિદ્યાર્થી રીપિટર તરીકે કોઈ પણ ગ્રૂપમાં પરીક્ષા આપી શકશે. મહત્ત્વનું છે કે સીબીએસઈ દ્વારા ધોરમ 12 સાયન્સના વિદ્યાર્થીને આઈસોલેટેડ વિદ્યાર્થી તરીકે મુખ્ય વિષયની પરીક્ષા આપવાની તક આપવામા આવે છે. જેથી ગુજરાત સરકારે પણ ગુજરાત બોર્ડની પરીક્ષા માટે નિયમો સુધાર્યા છે.

શિક્ષણ વિભાગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ પ્રમાણપત્ર પરીક્ષા વિનિયમ 2005ની જોગવાઈઓમાં ફેરફાર કર્યો છે. જેમાં નવી ઉમેરાયેલી જોગવાઈ મુજબ ધોરણ 12 સાયન્સ ગ્રૂપ-B સાથે પાસ થયા બાદ વિદ્યાર્થી મુખ્ય પરીક્ષા બાદ પછીની તરતની પુરક પરીક્ષા-પુનઃપરીક્ષામાં અથવા પછીના વર્ષોની મુખ્ય પરીક્ષા કે પુરક પરીક્ષામાં પૃથ્થક ઉમેદવાર તરીકે ગણિત વિષયની અલગથી પરીક્ષા આપી શકશે.

મહત્ત્વનું છે કે હાલ સીબીએસઈ દ્વારા પૃથ્થક વિદ્યાર્થી તરીકે બાયોલોજી-મેથ્સ વિષયની પરીક્ષા આપવાની તક આપવામા આવે છે. પૃથ્થક વિદ્યાર્થી તરીકે બાયોલોજી વિષયની પરીક્ષા અલગથી આપી નીટ માટે ક્વોલિફાઈ થઈ શકે છે.

ગુજરાત સરકારે ગુજરાત બોર્ડની પરીક્ષાઓને લઈને કરેલા મહત્ત્વના અન્ય ફેરફારો મુજબ બોર્ડની જાહેર પરીક્ષાનો પુનઃપરીક્ષાર્થી વિષય જુથની મર્યાદામાં વિષય ફેરફાર કરી શકશે. આ ઉપરાંત ધો.12 સાયન્સમાં ગ્રૂપ-B સાથે નાપાસ થયેલ વિદ્યાર્થી રીપિટર તરીકે ગ્રૂપ-Bના બદલે ગ્રૂપ-A અથવા ગ્રૂપ-AB પસંદ કરી પરીક્ષા આપી શકશે. ધોરણ 11 સાયન્સમાં હાલ વિદ્યાર્થી પ્રથમ સત્રના અંત સુધીમાં ગ્રૂપ A, B કે એબીમાંથી કોઈ પણ ગ્રૂપમાં બદલીને ફેરફાર કરી શકે છે.

પરંતુ હવે નવી જોગવાઈ મુજબ 11 સાયન્સનો વિદ્યાર્થી બીજા સત્રના અંત સુધીમાં ગ્રૂપ બદલી શકશે. તેમજ ધોરણ 11 સાયન્સ કોઈ પણ ગ્રૂપ સાથે પાસ કર્યા બાદ ધોરણ 12 સાયન્સમાં કોઈ પણ ગ્રૂપ રાખી શકશે કે બદલી શકશે. એટલે કે ધોરણ 11-A ગ્રૂપ સાથે પાસ કર્યુ હોય તો ધોરણ 12માં B ગ્રૂપ અથવા ધોરણ 11-B ગ્રૂપ સાથે પાસ કર્યુ હોય તો ધોરણ 12માં A ગ્રૂપ રાખી શકાશે.

Related Posts

Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”
  • March 23, 2026

Gujarat News: : ઈરાન યુદ્ધના કારણે દેશમાં ગેસ બાદ હવે પેટ્રોલની તંગી ઉભી થઇ હોવાના અહેવાલો છે ત્યારે ગુજરાતમા મોટાભાગના શહેરોમાં સાદા પેટ્રોલનો જથ્થો ખૂટી પડતા અનેક પેટ્રોલ પંપો બંધ…

Continue reading
Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ
  • March 23, 2026

Bhavnagar News: ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે ગુનેગારોના મકાનો ઉપર બુલડોઝર ફેરવવાની કરેલી પહેલ બાદ હવે ગુજરાતમાં પણ ભુપેન્દ્ર પટેલની સરકારે રાજ્યમાં ગુનેગારોના ઘરો તોડવાનું અભિયાન ચલાવ્યું છે જેમાં અત્યારસુધીમાં અલગ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે નરેન્દ્ર મોદીને ટ્રમ્પનું પ્યાદુ નહિ બનવા આપી સલાહ! કહ્યુ “વૈશ્વિક સ્તરે સ્વતંત્ર સ્વમાનભરી ઈજ્જત બનાવો!”

  • March 24, 2026
  • 4 views
Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે નરેન્દ્ર મોદીને ટ્રમ્પનું પ્યાદુ નહિ બનવા આપી સલાહ! કહ્યુ “વૈશ્વિક સ્તરે સ્વતંત્ર સ્વમાનભરી ઈજ્જત બનાવો!”

PM Modi: નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની સફરમાં ન્યાય માટે લડતા પૂર્વ સૈનિકો આજેપણ ત્યાંના ત્યાંજ છે!!

  • March 24, 2026
  • 10 views
PM Modi: નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની સફરમાં ન્યાય માટે લડતા પૂર્વ સૈનિકો આજેપણ ત્યાંના ત્યાંજ છે!!

Donald Trump: ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપનારા ટ્રમ્પ અચાનક શાંત કેમ થઈ ગયા? હવે ‘શાંતિ’ની વાતો કરવા લાગ્યા ! ઈરાને કહ્યું અમારી શરતો ઉપર યુદ્ધ બંધ થશે!

  • March 24, 2026
  • 4 views
Donald Trump: ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપનારા ટ્રમ્પ અચાનક શાંત કેમ થઈ ગયા? હવે ‘શાંતિ’ની વાતો કરવા લાગ્યા ! ઈરાને કહ્યું અમારી શરતો ઉપર યુદ્ધ બંધ થશે!

Atomic Bomb: સમુદ્રમાં પરમાણુ બોમ્બ ફૂટવાનો છે! 1,20,000 ટન ઝેરી કચરો વિનાશ વેરી શકે છે!!

  • March 24, 2026
  • 15 views
Atomic Bomb: સમુદ્રમાં પરમાણુ બોમ્બ ફૂટવાનો છે! 1,20,000 ટન ઝેરી કચરો વિનાશ વેરી શકે છે!!

Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

  • March 23, 2026
  • 6 views
Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

  • March 23, 2026
  • 6 views
Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!