
India Squad: ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામે બે ટેસ્ટ મેચની શ્રેણીની પહેલી મેચમાં મોટી જીત નોંધાવી છે. આ દરમિયાન, બીસીસીઆઈએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કરી છે. આ વખતે શુભમન ગિલને ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. શ્રેયસ ઐયરને ઉપ-કેપ્ટન સોંપવામાં આવ્યું છે. સૂર્ય કુમાર યાદવને ટી20આઈ ટીમની કમાન સોંપવામાં આવી છે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત
શુભમન ગિલને વનડેમાં રોહિત શર્માના સ્થાને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પસંદગીકારોએ શ્રેયસ ઐયરને ઉપ-કેપ્ટન તરીકે પણ પસંદ કર્યા છે. વિરાટ કોહલી અને રોહિત શર્માને બેટ્સમેન તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. જસપ્રીત બુમરાહને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે વનડે શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યો નથી. તે ઓસ્ટ્રેલિયા સામેની T20I શ્રેણી માટે ઉપલબ્ધ રહેશે.
મેચનું સિડ્યુઅલ
ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ત્રણ ODI અને પાંચ T20 મેચ રમશે. પહેલી ODI 19 ઓક્ટોબરે પર્થમાં રમાશે. બીજી મેચ 23 ઓક્ટોબરે એડિલેડમાં અને ત્રીજી મેચ 25 ઓક્ટોબરે સિડનીમાં રમાશે. ત્યારબાદ પાંચ મેચની T20I સિરીઝ રમાશે. સૂર્યકુમાર યાદવ T20I ટીમનું નેતૃત્વ કરશે.ઑક્ટોબર-નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયા સામે ત્રણ વનડે અને પાંચ ટી-20 મેચોની આગામી દ્વિપક્ષીય શ્રેણી માટે ભારતની ટીમની જાહેરાત કરવામાં આવી છે.
ભારતની 15 સભ્યોની વનડે ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (વાઈસ-કેપ્ટન), અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ ક્રિષ્ના, ધ્રુવ જુરેલ અને ધ્રુવ જુરેલ (વિકેટકીપર)
ભારતની 16 સભ્યોની T20 ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), તિલક વર્મા, નીતીશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત સંનવી, રાણાવીન (વિકેટકીપર), કુલદીપ યાદવ. વોશિંગ્ટન સુંદર.
રોહિત શર્મા પાસેથી કેપ્ટન પદ છીનવાયું
ઓસ્ટ્રેલિયા સિરીઝ માટેની ODI-T20Iની ટીમની જાહેરાત કરવામાં આવી છે જેમાં ઓસ્ટ્રેલિયા સિરીઝ માટેની વન-ડે માટે શુભમન ગિલને ODIનો કેપ્ટન બનાવ્યો છે જેમાં રોહિત શર્મા પાસેથી કેપ્ટન પદ છીનવાઈ ગયું છે. આ નિર્ણય 2027ના વન-ડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને લેવાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
જસપ્રીત બુમરાહ કેમ ટીમમાં સામેલ નથી ?
જસપ્રીત બુમરાહ પણ ટીમમાં નથી તેને WTC ચેમ્પિયન સાઉથ આફ્રિકા સામેની બંને ટેસ્ટ મેચ રમવી પડશે. જેથી તેને ODI સિરીઝ માટે આરામ આપવામાં આવ્યો હોવાનું કહેવાય છે. જ્યારે રવીન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીને ટીમમાં સિલેક્ટ કરાયા નથી.હાર્દિક પંડ્યા અને પંત ઈજાને કારણે ટીમની બહાર છે મહત્વનું છે કે હાર્દિક પંડ્યા (હેમસ્ટ્રિંગની ઈજા) અને રિષભ પંત (પગના ફ્રેક્ચરને લઈ ટીમનો ભાગ બનાવાયા નથી.
આ પણ વાંચો:
Shakti Cyclone: ‘શક્તિ’ વાવાઝોડું 24 કલાકમાં વિકરાળ સ્વરૂપ કરશે ધારણ, ગુજરાતને કેટલો ખતરો?
‘આ વખતે છોડીશું નહીં,નકશા પરથી મિટાવી દઈશું!’ભારતીય આર્મી ચીફની પાકિસ્તાનને ચેતવણી
Putin warning to Trump : પુતિનની ટ્રમ્પને ચેતવણી! ભારત અમેરિકા સામે ક્યારેય ઝૂકશે નહિ!










