Delhi Air Pollution: વાયુ પ્રદૂષણનો વિરોધ કરવાનો પણ નાગરિકોને અધિકાર નહિ? અંગ્રેજો જેવું વર્તન કેમ?

  • India
  • November 10, 2025
  • 0 Comments

Delhi Air Pollution: દેશની રાજધાની દિલ્હીમાં સતત વધતા જઈ રહેલા વાયુ પ્રદૂષણને કાબુમાં લેવા નિષ્ફળ ગયેલી સરકાર સામે હવે લોકો રસ્તા ઉપર ઉતર્યા છે અને ઇન્ડિયા ગેટ પર શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી રહેલા જાગૃત નાગરિકોની પોલીસે અટકાયત કરી તેઓને બસોમાં ભરીને ઉઠાવી જતા દેશભરમાં આ મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે અને અંગ્રેજ શાહી જેવું વર્તન કોઈને ગમ્યું નથી આજકાલ પોલીસ આ રીતેજ વર્તન કરતી હોવાની બૂમ ઉઠી છે અને દેશના નાગરિકોને વિરોધ કરવાનો અને સ્વતંત્રતાનો અધિકાર પણ ગુમાવવાનો વારો આવી રહયાની લાગણી પ્રસરી છે.

દિલ્હીમાં ખતરનાક હદે પ્રદુષણ વધી જતાં હવે ખાસ કરીને વૃદ્ઘો અને બાળકોનું સ્વાસ્થ્ય ઝડપથી બગડી રહ્યું છે. વાસ્તવિક સ્થિતિ તો એ છે કે દિલ્હીમાં ભયાનક પ્રદૂષણના કારણે દર ત્રીજા બાળકના ફેફસાં ખરાબ થઈ રહયા છે, નાગરિકો નું કહેવું છે કે દિલ્હીના પ્રદૂષણ મામલે મીડિયામાં રોજ અહેવાલો આવી રહયા છે અને ભયાનક હદે પોલ્યુશન પ્રસરી ગયું છે ત્યારે સરકારો એકબીજા પર દોષારોપણ કરવામાં વ્યસ્ત છે, જ્યારે લોકોને સ્વચ્છ હવાનો મૂળભૂત અધિકાર પણ નકારવામાં આવી રહ્યો છે.

પ્રદર્શનકારીઓએ કહ્યું હતું કે સરકાર પાસે પ્રદૂષણને દૂર કરવા માટે કોઈ યોજના કે નીતિ નથી. સરકાર પ્રદૂષણના ડેટા પણ છુપાવી રહી છે. ઘણી મહિલાઓ તેમના બાળકો સાથે ઈન્ડિયા ગેટ પર પહોંચી હતી. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસેથી સ્વચ્છ હવાની માંગણી કરી હતી. દરમિયાન, પોલીસે જણાવ્યું હતું કે પ્રદર્શનકારીઓ પરવાનગી વિના ઈન્ડિયા ગેટ પર એકઠા થયા હતા.

બીજી તરફ ડીસીપી દેવેશ કુમાર મહાલાએ જણાવ્યું હતું કે આ કાર્યવાહી સાવચેતીના પગલા તરીકે લેવામાં આવી હતી. જંતર મંતર વિરોધ પ્રદર્શન માટે એકમાત્ર નિયુક્ત સ્થળ છે.

જોકે,ન્યાય અને હક્કની માંગણી કરવી હોયતો પણ લોકશાહી દેશમાં પરવાનગી માંગવી પડે તેવી વાસ્તવિક કરુણતા સામે લોકોમાં નારાજગી જોવા મળી હતી. લોકોમાં એવી કોમેન્ટ પણ ઉઠી હતી કે બ્રિટિશ સામ્રાજ્ય વખતે પણ પોલીસ આ રીતેજ લોકોને વિરોધ કરતા રોકતી હતી તે વખતે પણ પરવાનગી લેવી પડે તેવી વાત હવે લોકશાહીમાં ફરી લાગુ પડી રહયાનું જનતા અનુભવી રહી છે.

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ દિલ્હીમાં ખરાબ ઍર ક્વોલિટી અને વાયુ પ્રદૂષણના વિરોધમાં જોડાયેલા લોકોને અટકાયતમાં લેવાની ટીકા કરી છે. તેઓએ કહ્યું કે,”અહીં લોકો શુદ્ધ હવાની માંગણી સાથે શાંતિપૂર્વક પ્રદર્શન કરતા હતા પરંતુ નાગરિકો સાથે અપરાધીઓ જેવો વ્યવહાર કેમ?”

રાહુલ ગાંધીએ કહ્યું કે “સરકારે નાગરિકો સામે કાર્યવાહી કરવાના બદલે પ્રદૂષણ દૂર કરવા માટે તાત્કાલિક નિર્ણાયક પગલાં ભરવા જોઈએ.” રાહુલ ગાંધીએ પર્યાવરણશાસ્ત્રી વિમલેંદુ ઝાની પોસ્ટ પર પ્રતિક્રિયા આપીને આ વાત કહી હતી. ઝાએ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર લખ્યું હતું કે “પ્રદર્શનકારીઓને ઉઠાવીને તેમને બસોમાં ઠૂંસી દેવામાં આવ્યા.”

નોંધનીય છે કે દિલ્હીમાં 9 નવેમ્બરે મોટી સંખ્યામાં લોકો ઇન્ડિયા ગેટ પાસે વિરોધપ્રદર્શન માટે એકઠા થયા હતા જેઓની ધરપકડનો મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે કારણકે દિલ્હી ભારતની રાજધાની હોવાથી પોલ્યુશન મામલે દિલ્હી વિશ્વભરમાં બદનામ થઈ રહ્યુ છે અને સેંકડો બાળકો સહિત નાગરિકો રોગનો ભોગ બની રહ્યા હોવાછતાં સરકાર આ મામલે કોઈ નક્કર કામગીરી કરતી નથી અને જ્યારે લોકો રસ્તા ઉપર ઉતરી પ્રદૂષણના વિરોધ કરી સ્વચ્છ હવાની માંગણી કરે છે ત્યારે તેઓને રોકવામાં આવે છે અને ધરપકડ કરવામાં આવે છે તેવે સમયે આ મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.

આ પણ વાંચો:

Delhi Pollution: પ્રદૂષણને ‘પબ્લિક હેલ્થ ઈમરજન્સી’ જાહેર કરવા સુપ્રીમમાં અરજી,  22 લાખ બાળકોના ફેફસાં ખરાબ થઈ ગયા!

‘સોગંદનામું દાખલ કરો’, દિલ્હીમાં પ્રદૂષણ મામલે CAQM ને સુપ્રીમની ફટકાર

યુપીમાં BJP નેતાને ગોળી મારી!, પુત્રવધૂ ચા લઈને સસરાને આપવા જતાં જોયું…

BJP ના 6 કોર્પોરેટર સામે પગલાં લેવા ખુદ ભાજપ પ્રમુખે CMને લખ્યો પત્ર!, જાણો શું છે મામલો?

Related Posts

Sofia Firdous: કોંગ્રેસના ધારાસભ્ય સોફિયા ફિરદોસ કોણ છે? જેઓએ ભાજપના સમર્થનમાં મતદાન કર્યું !
  • March 17, 2026

Sofia Firdous: સોમવારે ઓડિશામાં રાજ્યસભાની ચાર બેઠકો માટે મતદાન થયું. આ ચૂંટણીમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ ક્રોસ-વોટિંગ કર્યું. આ ત્રણ ધારાસભ્યોમાં રમેશ જેના, દશરથી ગોમાંગો અને સોફિયા ફિરદોસનો સમાવેશ થાય છે.…

Continue reading
Rajya Sabha Elections 2026: રાજ્યસભા ચૂંટણીમાં વિપક્ષના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ ભાજપને ફળ્યું! NDAએ બાજી મારી
  • March 17, 2026

Rajya Sabha Elections 2026: દેશમાં બંગાળ, આસામ અને તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે જેની રાજકીય પક્ષોમાં પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તે અગાઉ રાજ્યસભા ચૂંટણીમાં NDAએ બાજી મારી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 2 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 4 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 4 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 6 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 5 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

  • March 18, 2026
  • 5 views
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”