
Surrender: રશિયાની બાજુથી લડી રહેલા મોરબીના યુવાને યુક્રેનિયન સેના સામે આત્મસમર્પણ કરી લીધુ. ગુજરાત પોલીસે બુધવારે પુષ્ટિ કરી હતી કે રશિયન સેનાની બાજુમાં લડતી વખતે યુક્રેનિયન સેના સમક્ષ આત્મસમર્પણ કરનાર 22 વર્ષીય સાહિલ મોહમ્મદ હુસૈન ગુજરાતના મોરબી શહેરનો રહેવાસી હતો અને અભ્યાસ માટે રશિયા ગયો હતો.
Ukraine’s military says they have captured an Indian national who was fighting alongside Russian forces.
Majoti Sahil Mohamed Hussein is a 22-year-old student from Morbi, Gujarat, India & came to Russia to study at a university pic.twitter.com/Kzi5F4EDR4
— Sidhant Sibal (@sidhant) October 7, 2025
જ્યારે પત્રકારોએ મોરબી શહેરના કાલિકા પ્લોટ વિસ્તારમાં આવેલા સાહિલ મોહમ્મદ હુસૈનના ઘરે તેના પરિવારના સભ્યોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેની માતાએ કંઈપણ કેહવાનો ઈન્કાર કર્યો અને બાદમાં ઘરને તાળું મારીને અજાણ્યા સ્થળે ચાલ્યા ગયા. રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવે જણાવ્યું હતું કે, “પ્રાથમિક તપાસ મુજબ સાહિલ મોરબીનો રહેવાસી હતો અને ઘણા વર્ષો પહેલા અભ્યાસ માટે રશિયા ગયો હતો.
અમને એ પણ જાણવા મળ્યું છે કે ડ્રગ્સ સંબંધિત કેસમાં પકડાયા બાદ તેને ત્યાં જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.” વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સ્થાનિક પોલીસ કેસના વિવિધ પાસાઓની તપાસ કરી રહી છે, જેમાં તેણે પોતાનો પાસપોર્ટ અને વિઝા કેવી રીતે અને ક્યારે મેળવ્યો તે સહિતનો સમાવેશ થાય છે.
વીડિયો સામે આવ્યો
નોંધનીય છે કે ભારતીય નાગરિકનો એક વીડિયો પણ સામે આવ્યો છે. યુક્રેનિયન બ્રિગેડ દ્વારા શેર કરાયેલી પોસ્ટમાં હુસૈન રશિયન બોલતો જોઈ શકાય છે. હુસૈને સ્વીકાર્યું કે તે જેલની સજાથી બચવા માટે રશિયન સેનામાં ભરતી થયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, હુસૈન કહેતા જોવા મળે છે કે, “હું જેલથી બચવા માંગતો હતો, તેથી મેં એક ખાસ લશ્કરી કાર્યવાહી માટે કરાર પર હસ્તાક્ષર કર્યા.”
રશિયન સેનામાં 150 થી વધુ ભારતીયોની ભરતી
નોંધનીય છે કે ગયા મહિને જ વિદેશ મંત્રાલયે પુષ્ટિ આપી હતી કે ભારતે રશિયન સૈન્યમાં સેવા આપતા 27 ભારતીયોને મુક્ત કરવા અને સ્વદેશ પરત મોકલવા માટે મોસ્કો પર દબાણ કર્યું હતું. સત્તાવાર આંકડા અનુસાર, 2022 માં યુદ્ધ શરૂ થયું ત્યારથી 150 થી વધુ ભારતીયોને રશિયન સૈન્યમાં સામેલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:
Defamation Case: દિલ્હી હાઈકોર્ટે માનહાનિ કેસમાં ફિલ્મસ્ટાર શાહરૂખ અને ગૌરી ખાનને પાઠવ્યું સમન્સ
viral video: મહિલાએ પેશાબ કરી કિચન સાફ કર્યું, વીડિયો થતાં લોકોમાં ખળભળાટ
Jagdish Panchal: ‘ભારતની બનાવટી વસ્તુ વાપરીશ’, ભાજપ પ્રમુખ જગદીશ પંચાલ આટલું બોલતાં જ કેમ થયા ટ્રોલ?









