
મોદી સરકારની હવે નિવૃત લોકોને મળતાં EPFO પર નજર છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ તેના સભ્યો માટે એક ચિંતાજનક નિર્ણય લીધો છે. EPFO ની ગઈકાલની બેઠકમાં કેટલીક ચિંતાજનક જોગવાઈઓ જાહેર કરવામાં આવી છે. હવે જો તમે નોકરી છોડી દો (બેરોજગાર થઈ જાઓ), તો તમારા PF એકાઉન્ટમાં જમા થયેલા સંપૂર્ણ (100%) પૈસાને તરત જ ઉપાડી શકતા નથી. હવે તમારે 1 વર્ષ રાહ જોવી પડશે. તેમાં તમે તરત જ 75% ભાગ ઉપાડી શકો, પણ 25% ભાગને રાખવો પડશે. જે પહેલા બે મહિનામાં જ ઉપાડી શકાતો હતો.
The #ModiGovt is B-R-O-K-E
The internal debts that it took for its flamboyant PR and luxurious lifestyles were funded through your EPF.
Now, when you try to take out YOUR OWN Money from the EPF Account…the MONEY is JUST NOT there.
For the time being, this new rule will delay… https://t.co/XINIndAFU3
— Paul Koshy (@Paul_Koshy) October 15, 2025
જ્યારે તમારા પેન્શન એકાઉન્ટ (એમ્પ્લોયીઝ પેન્શન સ્કીમ)માંથી પૈસા ઉપાડવા માટે પણ 36 મહિના (3 વર્ષ) રાહ જોવી પડશે. આ પૈસા મુખ્યત્વે નિવૃત્તિ પછીની પેન્શન માટે છે. જો કે મોદી સરકારે આ સમયગાળો લંબાવતા ટીકા થઈ રહી છે.
ગયા સોમવારે કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાયેલી EPFO ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) ની બેઠકમાં આ ફેરફાર કરવામાં આવ્યો હતો. સરકાર કહી રહી છે કે આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય કામદારોને સામાજિક સુરક્ષા પૂરી પાડવાનો અને તેમને લાંબા સમય સુધી પેન્શન જેવા લાભો ગુમાવવાથી બચાવવાનો છે. જો કે આરોપ થઈ લાગી રહ્યા છે કે હવે મોદી સરકાર નિવૃત કર્મચારીઓના નાણા સાથે કડદો કરી રહી છે.
પહેલાં જો કોઈ કર્મચારી સતત બે મહિના બેરોજગાર રહેતો હોય, તો તેઓ તેમના ભવિષ્ય નિધિ અને પેન્શન ખાતામાંથી સંપૂર્ણ રકમ ઉપાડી શકતા હતા. જ્યારે હવે આ નિયમમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે.
સમયગાળો વધારવાથી શું અસર થશે?
EPFOના એક વરિષ્ઠ અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે આ વિસ્તરણનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે ઔપચારિક ક્ષેત્રના કામદારોને સામાજિક સુરક્ષા લાભો મળતા રહે. તેમણે એ પણ નિર્દેશ કર્યો કે ઘણા યુવાનો નવી રોજગાર શોધ્યા પછી EPFOમાં જોડાય છે. જોકે, બે મહિનાની બેરોજગારી પછી ભંડોળ ઉપાડવાથી તેઓ પેન્શન અને અન્ય લાભોની તકથી વંચિત રહી ગયા હોત. આનું કારણ એ છે કે પેન્શન લાભો કુલ 10 વર્ષ કે તેથી વધુ સેવા પછી જ ઉપલબ્ધ થાય છે.
શ્રમ મંત્રાલયે સોમવારે જાહેરાત કરી હતી કે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) માંથી અકાળ અંતિમ ઉપાડની અંતિમ તારીખ બે મહિનાથી વધારીને 12 મહિના કરવામાં આવી છે. તેવી જ રીતે પેન્શન ખાતાઓમાંથી અંતિમ ઉપાડની અંતિમ તારીખ પણ બે મહિનાથી વધારીને 36 મહિના કરવામાં આવી છે. આનો અર્થ એ છે કે જો તમે સંપૂર્ણ રકમ ઉપાડવા માંગતા હો, તો તમારે હવે તમારા EPF ભંડોળ ઉપાડવા માટે એક વર્ષ અને તમારા પેન્શન ભંડોળ ઉપાડવા માટે ત્રણ વર્ષ રાહ જોવી પડશે.
EPFO એટલે શું?
એપીએફઓ (EPFO) એટલે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (Employees’ Provident Fund Organisation), જે ભારત સરકારનું એક સંસ્થાન છે. આ એક સરકારી પેન્શન અને બચત યોજના છે, જે કર્મચારીઓને નિવૃત્તિ પછી નાણાકીય સુરક્ષા પૃષ્ઠપોષણ આપે છે. આ યોજના હેઠળ કર્મચારી અને તેની કંપની બંને મળીને કર્મચારીના મૂળ પગારના ૧૨% ભાગ દર મહિને જમા કરાવે છે, જે રિટાયરમેન્ટ, નોકરી બદલાવ અથવા અન્ય જરૂરિયાતો માટે ઉપયોગી થાય છે. EPFO દ્વારા UAN (યુનિવર્સલ એકાઉન્ટ નંબર) દ્દારા એકાઉન્ટની ઓનલાઈન ઍક્સેસ અને બેલેન્સ તપાસવાની સુવિધા પણ મળે છે.
આ પણ વાંચો:
Supreme Court: ક્રિકેટની રમત હવે એક ધંધો બની ગયો, જાણો કોર્ટે આવું કેમ કહ્યું?
Passport: વિશ્વના ટોપ 10 દેશોના શક્તિશાળી પાસપોર્ટ યાદીમાંથી US બહાર ફેંકાયું, સિંગાપુરે મારી બાજી








