દિલ્હી પછી ગુજરાતના ઉદ્યોગો ભાજપને ખોબલે ખોબલે દાન કેમ આપે છે? | Donation

દિલિપ પટેલ, વરિષ્ઠ પત્રકાર

8 એપ્રિલ 2025

Gujarat Political Party Donation: 1 વર્ષમાં રાજકીય પક્ષોને દિલ્હીના ઉદ્યોગોએ 405 કરોડ રૂપિયાના દાનમાં આપ્યા હતા. ગુજરાત બીજા ક્રમે છે. ગુજરાતના ઉદ્યોગપતિઓ મુંબઈ, મદ્રાસ, કલકત્તા કરતાં પણ રાજકારણીઓને પૈસા આપવામાં આગળ છે. તેથી એવું માનવામાં આવે છે કે ગુજરાતમાં ઉદ્યોગોને કાયદા નેવે મૂકીને ભૂપેન્દ્ર પટેલની ભાજપ સરકાર મદદ કરી રહી છે તે છે. નરેન્દ્ર મોદીના 12 વર્ષના રાજ કરતાં પણ ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગોને સૌથી વધારે જમીન આપી છે. તે કારણ હોઈ શકે છે.

ફોર્બ્સની વર્ષ 2024ની યાદી પ્રમાણે ભારતના ધનવાનોના દાનવીર તરીકે દિલ્હીના સૌથી ધનિક વ્યક્તિ તરીકે શિવ નાદર યાદીમાં ટોચ પર છે. શિવ નાદરની સંપત્તિ રૂ. 2,98,898 કરોડ છે.

ગુજરાતના ઉદ્યોગપતિઓ પ્રજા કામમોમાં દાન કરવામાં કંજુશ

શિવ પોતે ગુજરાતના અદાણી, અંબાણી, મહેતા, ટાટા કરતાં પણ વધારે દાન આપી રહ્યાં છે. પણ ગુજરાતના ઉદ્યોગપતિઓ પ્રજા કામમોમાં દાન કરવામાં કંજુશ છે. તેઓ ભાજપને જાહેરમાં દાન આપવામાં પણ કંજૂશ છે. તેનો મતદબ કે આ ઉદ્યોગો ભાજપને ખાનગીમાં મોટું દાન આપતાં હોવા જોઈએ.

2022-23 ની સરખામણીમાં 2023-24માં એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના અહેવાલ પ્રમાણે, રાજકીય પક્ષોને સમગ્ર નાણાકીય વર્ષમાં 2544.278 કરોડ રૂપિયાથી વધુ રકમ મળી છે.

રાષ્ટ્રીય પક્ષોને દિલ્હીમાંથી કુલ 990 કરોડ રૂપિયા, ગુજરાતમાંથી 404 કરોડ રૂપિયા અને મહારાષ્ટ્રમાંથી 334 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું.

ભારતીય જનતા પાર્ટીને મોટા પ્રમાણમાં દાન મળ્યું હતું. કોંગ્રેસને દાનમાં વધારો થયો છે. ગયા નાણાકીય વર્ષમાં, ભાજપને કુલ 2343.947 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું. જ્યારે કોંગ્રેસને કુલ 281 કરોડ રૂપિયા મળ્યા હતા.

ભાજપને મળેલી રકમ અન્ય ચાર રાષ્ટ્રીય પક્ષો (કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, NPEP અને CPI(M)) કરતાં 6 ગણી વધુ હતી. રાજકીય પક્ષોએ ચૂંટણી પંચને 20,000 રૂપિયાથી વધુના દાનની વિગતો આપી છે. છેલ્લા 18થી બસપાએ જાહેર કર્યું કે તેને 20 હજાર રૂપિયાથી વધુનું એક વખતનું દાન મળ્યું નથી.

ભાજપને મળતા દાનમાં 212 ટકાનો આવકમાં વધારો થયો હતો. કોંગ્રેસને મળેલા દાનમાં 252.18 ટકાનો વધારો થયો હતો.

ગુજરાતથી દાન

ગુજરાતમાં રાજકીય પક્ષોને એક વર્ષમાં 404 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું. એક વર્ષમાં રાજકીય પક્ષોને મળેલા કુલ દાનમાંથી 99 ટકા ભારતીય જનતા પક્ષને જ મળે એવી પૂરી વ્યવસ્થા મોદી અને પટેલ સરકારી કરી હોય એવું લાગી રહ્યું છે.

ભાજપને એક વર્ષમાં દાન પેટે 402 કરોડ રૂપિયા, જ્યારે કોંગ્રેસને 2 કરોડ 45 લાખ રૂપિયાનું દાન મળેલું છે.

ઉદ્યોગ જૂથ-વ્યક્તિઓ દ્વારા ભાજપને સૌથી વધુ પૈસા આપ્યા છે.

2023-24માં રાજકીય પક્ષોને ગુજરાતમાંથી રૂ.404 કરોડમાંથી ભાજપને કોર્પોરેટ જૂથ-બિઝનેસ હાઉસ પાસેથી કુલ 1373 લોકોએ રૂ. 365 કરોડનું દાન આપ્યું હતું.

ભાજપને 1400 ઉદ્યોગોએ 90 ટકા પૈસા કોર્પોરેટ જૂથ-બિઝનેસ હાઉસ દ્વારા આપવામાં આવ્યું હતું. કોંગ્રેસને 6 કોર્પોરેટ જૂથ પાસેથી 2.027 કરોડ રૂપિયાનું દાન મળેલું હતું.

ગુજરાતમાંથી ભાજપને 736 વ્યક્તિગત પૈસા મળ્યા હતું. કોંગ્રેસને વ્યક્તિગત 30 લોકોએ પૈસા આપ્યા હતું. બિલ્ડરો, કોન્ટ્રાક્ટરો આગળ હતા.

નરેન્દ્ર મોદીની સરકાર બની તેના 2016-17માં ભાજપને 174 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું. આમ, 9 વર્ષમાં ભાજપને મળેતા પૈસામાં બે ગણો વધારો થયો હતો.

પાનકાર્ડ વગર દાતાઓએ ભાજપને 1.33 કરોડ આપ્યા હતા. નારાયણ રિયલ્ટી એન્ડ સાઈરૂચી નામની કંપનીએ એકલા 50 લાખ ડોનેશન કર્યું છે.

એક વર્ષ પહેલાં
2022-23માં, ભાજપને 720 કરોડ રૂપિયાનું દાન મળ્યું. જ્યારે કોંગ્રેસે 79 કરોડ રૂપિયાનું દાન જાહેર કર્યું હતું. આદમી પાર્ટીના જાહેર કરાયેલા દાનમાં એક વર્ષમાં 70.18 ટકાનો ઘટાડો થયો હતો.

ચૂંટણી બોંડ અને ગુજરાતના દાતા

નાણાકીય વર્ષ 2004-05 અને 2018-19ની વચ્ચે, રાષ્ટ્રીય પક્ષોને રૂ. 11 હજાર 234 કરોડ કોણ આપી ગયું તે જાહેર કર્યું ન હતું. પણ પછી દેશની સર્વોચ્ચ અદાલતે આપેલા આદેશ બાદ રહસ્ય બહાર આવ્યું હતું.

1 એપ્રિલ, 2019થી 15 ફેબ્રુઆરી, 2024ની વચ્ચે ઉદ્યોગપતિઓએ 22,217 બોન્ડ ખરીદવામાં આવ્યા હતા. જેમાં 50 ટકા રકમ ભાજપને અને કોંગ્રેસને માંડ 11 ટકા નાણાં આપ્યા હતા.

કંપનીઓએ ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા છે તેમાં ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, મેઘા એન્જિનિયરિંગ, પિરામલ એન્ટરપ્રાઈઝ, ટોરેન્ટ પાવર, ભારતી એરટેલ, ડીએલએફ કોમર્શિયલ ડેવલપર્સ, વેદાંતા લિમિટેડ, એપોલો ટાયર્સ, લક્ષ્મી મિત્તલ, એડલવાઈસ, પીવીઆર, કેવેન્ટર, સુલા ડબલ્યુ, વેલસ્પન અને સન ફાર્માનો સમાવેશ થાય છે. જોકે અહીં ખાસ વાત એ છે કે ઈલેક્ટોરલ બોન્ડ ખરીદનારી કંપનીઓમાં અદાણી, ટાટા અને અંબાણીની કંપનીઓ સામેલ નથી.

કઈ કંપનીએ કેટલા બોન્ડની ખરીદી કરી

ટોરેન્ટ જૂથ: 184 કરોડ રૂપિયા
વેલસ્પન જૂથ: 55 કરોડ રૂપિયા
લક્ષ્મી મિત્તલ: 35 કરોડ રૂપિયા
ઈન્ટાસ: 20 કરોડ રૂપિયા
ઝાયડસ: 29 કરોડ રૂપિયા
અરવિંદ: 16 કરોડ રૂપિયા
નિરમા: 16 કરોડ રૂપિયા
એલેમ્બિક: 10 કરોડ રૂપિયા

ભાજપને કુલ બોન્ડ ફંડના 47% એટલે કે 6061 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું હતું.

પશ્ચિમ બંગાળની સત્તાધારી પાર્ટી TMCને કુલ બોન્ડ ફંડના 12.6% એટલે કે 1610 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું હતું.

ત્રીજા સ્થાને કોંગ્રેસને બોન્ડ દ્વારા રૂ. 1422 કરોડનું ફંડ મળ્યું , જે કુલ બોન્ડના 11% હતા.

ભારત રાષ્ટ્રીય સમિતિ એટલે કે BRS 9.5% ચોથા સ્થાને રૂ. 1215 કરોડનું ભંડોળ મેળવ્યું હતું.

પાંચમા સ્થાને બીજુ જનતા દળને 6 ટકા સાથે ઓડિશાની સત્તાધારી પાર્ટી BJDને ચૂંટણી બોન્ડ દ્વારા રૂ. 776 કરોડનું ભંડોળ મળ્યું હતું.

AIADMK, શિવસેના, TDP, YSR કોંગ્રેસ, DMK, JDS, NCP, JDU, RJD, આમ આદમી પાર્ટી અને સમાજવાદી પાર્ટીનો પણ સમાવેશ થાય છે.

દાન પર કાળી આવક

80જીજીસી હેઠળ પોલીટિકલ ડોનેશનની રકમ 3 વર્ષમાં આપનારા 90 હજાર કરદાતાઓને નોટિસ આપી હતી. કરદાતાઓએ તેમના રિટર્નમાં રૂ.1.50 લાખ, રૂ. 5 લાખ, 10 લાખ કે તેનાથી વધુ રકમના પોલિટીકલ ડોનેશન આપીને તે રકમ આવકવેરામાંથી બાદ લીધી હતી. અંદાજે રૂ. 1075 કરોડના રાજકીય ડોનેશનો રદ કરાવ્યા હતા.

ગુજરાતમાં રાજકીય દાન આપીને રિટર્નમાં ડોનેશનની રકમ બાદ મેળવનારા સંખ્યાબંધ કરદાતાઓ પર દરોડા પણ પાડવામાં આવ્યા હતા અને તેમને નોટિસો પણ આપવામાં આવી છે.

3 વર્ષ પહેલાં

પક્ષોને 10 ટકાથી વધુ કમિશન લઈ રોકડ આંગડિયાથી પરત આપી દેતી હતા. 2020-21 અને 2021-22 દાન આપનારા આવકવેરા વિભાગે 5 હજાર વ્યક્તિગત કરદાતાઓ અને કોર્પોરેટ દાતાને નોટિસ પાઠવી હતી. બીજી નોટીસ આપવાના હતા.

ગોલમાલ

લોકો પાસેથી દાન એકત્રિત કરીને મની લોન્ડરિંગ અને કરચોરીની રમતમાં સામેલ હોવાનું બહાર આવ્યું હતું. 20 રાજકીય પક્ષોને દાન આપ્યું છે જે ફક્ત ચૂંટણી પંચમાં નોંધાયેલા છે પણ માન્ય પક્ષ નથી. કેટલાક દાતાઓના દાન અને તેમની આવક વચ્ચે કોઈ યોગ્ય મેળ થતો નથી. આવકવેરા વિભાગના અધિકારીઓને શંકા છે કે આવા દાન માત્ર કર મુક્તિ મેળવવા માટે કરવામાં આવ્યા હતા અને દાનમાં આપેલી રકમ રોકડમાં પાછી લેવામાં આવી હતી.

દાન આપનારા કરદાતાઓ આવકવેરામાં છૂટનો દાવો કરી શકે
કુલ આવકના 80 ટકા અજાણ્યા રાજકીય પક્ષોને દાનમાં આપ્યા હતા. 100 ટકા આવકવેરામાં છૂટનો દાવો કરી શકે છે. અપ્રમાણિત પક્ષો એવા પક્ષો છે જે ચૂંટણી પંચમાં નોંધાયેલા તો છે પરંતુ કાં તો તે પક્ષ કોઈ ચૂંટણી લડતા નથી અથવા ચૂંટણીમાં યોગ્ય મત મેળવતા નથી.

2022-23માં પ્રાદેશીક પક્ષોને દાન
2022-23માં સ્થાનિક પક્ષોને રૂ. 200 કરોડનું દાન મળ્યું હતું. 57 સ્થાનિક પક્ષોમાંથી માત્ર 18એ જ સમયસર દાનની માહિતી આપી હતી. તેલંગાણામાં સત્તા ગુમાવનારા કેસીઆરના પક્ષ બીઆરએસને સૌથી વધુ 154 કરોડનું દાન મળ્યું હતું. ઝારખંડ મૂક્તિ મોરચા, જેજેપી, ટીડીપી અને ટીએમસીના દાનમાં મોટો ઉછાળો, સપાનું દાન ઘટયું.

દાનમાં વધારામાં ઝારખંડ મુક્તિ મોરચા, જેજેપી, ટીડીપી અને ટીએમસી આગળ નીકળી ગયા હતા, જ્યારે ભારત રાષ્ટ્ર સમિતી (બીઆરએસ) 154 કરોડના દાન સાથે ટોચની સ્થાનિક પાર્ટી બની છે.

57 સ્થાનિક પક્ષોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જેમાં 18 પક્ષોએ પોતાને મળેલા દાનની માહિતી સમયસર ચૂંટણી પંચને આપી હતી. 28 પક્ષોને ક217 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું.

નિયમ મુજબ 20 હજાર રૂપિયાથી વધુનુ દાન કરતા હોય તેમની ઓળખ જાહેર કરવી જરૂરી છે. 7 પક્ષોને 2022-23માં કોઇ દાન નહોતુ મળ્યું.

ઝારખંડ મૂક્તિ મોરચાના દાનમાં 3685 ટકાનો મોટો ઉછાળો આવ્યો હતો. જે બાદ જનનાયક જનતા પાર્ટીમાં 1997 ટકા, ટીડીપીના દાનમાં 1795 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

અખિલાશ યાદવના પક્ષ સમાજવાદી પાર્ટીના દાનમાં 99 ટકા અને શિરોમણિ અકાળી દળના દાનમાં 89 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

તેલંગાણામાં સત્તા ગુમાવનારા કેસીઆરના પક્ષ બીઆરએસને 47 દાતામાંથી 154 કરોડનું દાન મળ્યું હતું, 16 કરોડ સાથે વાયએસઆર કોંગ્રેસ બીજા ક્રમે અને 12 કરોડ સાથે ટીડીપી બીજા ક્રમે હતા.

5 પક્ષો બીઆરએસ, વાયએસઆર કોંગ્રેસ, ટીડીપી, ડીએમકે અને સીપીઆઇને મળેલા દાનની રકમ વિવિધ સ્થાનિક પક્ષો દ્વારા જાહેર કરાયેલા દાનની રકમના 90 ટકા છે.

દાનની માહિતીમાં 5 પક્ષોએ 96 લાખના દાનની વિગતો આપી હતા. પરંતુ પાન કાર્ડ નંબર નહોતો આપ્યો. 3 કરોડ 36 લાખના ફંડમાં દાતાઓના સરનામા નહોતા અપાયા.

રૂપિયા 165 કરોડના 204 દાતાની રકમ 166 કરોડ રૂપિયા થાય છે પરંતુ આ દાન કેવી મળ્યું તેની માહિતી જાહેર કરાઇ ન હતી.

2019-20 ભાજપે દાતા છૂપાવ્યા
દેશના શાસક પક્ષ ભાજપને એકલાને નાણાકીય વર્ષ 2019-20માં કોંગ્રેસ, તૃણમૂલ અને એનસીપી સહિત પાંચ પક્ષોને મળેલા કુલ દાન કરતાં ત્રણ ગણું રૂ. 786 કરોડનું દાન મળ્યું હતું.

કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, એનસીપી, સીપીઆઈ, સીપીએમ જેવા 5 પક્ષોને કુલ રૂ. 228 કરોડનું દાન મળ્યું હતું. રાષ્ટ્રીય પક્ષોને નાણાકીય વર્ષ 2019-20માં રૂ. 20 હજાર કરોડ દાન મળ્યા હતા. ભાજપને સરકારી સંસ્થા અમરાવતિ મ્યુનિસિપલ કોર્પોરેશને રૂ. 5 કરોડનું દાન આપ્યું હતું.
ભાજપે રૂ. 150 કરોડના 570 દાતાઓની વિગતો જાહેર કરી હતી. કોંગ્રેસને 25 દાતાઓએ દાન આપ્યું હતું. એનસીપીને બે ચેક મારફત રૂ. 3 કરોડનું દાન મળ્યું હતું.

આ પણ વાંચોઃ વડોદરામાં વિદ્યાર્થિનીનું મોત, ટેમ્પોએ એક્ટિવાને ટક્કર મારી | Vadodara

આ પણ વાંચોઃ Gujarat: અગ્નિજ્વાળા જેવી ગરમીનો અહેસાસ, તાપમાન 45 ડિગ્રીએ પહોંચવાની સંભાવના

આ પણ વાંચોઃ હવે યુપીમાં પત્નીએ રેલવેકર્મીની કરી હત્યા, ઠંડા કલેજે દોરડાથી ગળું દબાવી દીધું, ખોફનાક હત્યા |Bijnor Murder

આ પણ વાંચોઃ મોદીના ગઢ ગુજરાતમાં ગાબડું પાડવા કોંગ્રેસનું અધિવેશન | Congress Adhiveshan

Related Posts

Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!
  • August 29, 2026

Gujarat Liquor Prohibition: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઝેરી દારૂની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ મુદ્દે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના કાર્યક્રમમાં પત્રકાર મયુર જાની અને પૂર્વ…

Continue reading
Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
  • August 21, 2026

Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

  • September 17, 2026
  • 4 views
Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

  • September 17, 2026
  • 7 views
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

  • September 17, 2026
  • 6 views
Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

  • September 17, 2026
  • 10 views
Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

  • September 17, 2026
  • 8 views
Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

  • September 17, 2026
  • 13 views
Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી