
Pakistan Threat: ભારતમાં હાલ દિવાળીની ઉજવણીનો માહોલ છે, નવા વર્ષની ઠેરઠેર ચાલી રહેલી ઉજવણી વચ્ચે પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીરે ભારત ઉપર પરમાણુ બોમ્બ ફેંકવાનું બેજવાબદારી ભર્યું નિવેદન કર્યું હતું.
બીજી તરફ ઉત્તર પ્રદેશના લખનઉમાં બ્રહ્મોસ મિસાઈલના ઉત્પાદન એકમમાંથી સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પણ એક નિવેદનમાં આખું પાકિસ્તાન બ્રહ્મોસ મિસાઈલની રેન્જમાં આવી જતું હોવાની વાત કરી પાકિસ્તાનમાં કોઈપણ ખૂણો હવે આતંકીઓ માટે સલામત નહી હોવાનું જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું કે, બ્રહ્મોસ વૈશ્વિક સ્તરે વધતી ભારતની શક્તિનું પ્રતીક છે. લખનઉના સરોજિની નગરમાં બ્રહ્મોસ એરોસ્પેસ યુનિટમાં ઉત્પાદિત બ્રહ્મોસ મિસાઈલની પહેલી બેચને લીલી ઝંડી આપી હતી. આ યુનિટમાં વાર્ષિક ૧૦૦ બ્રહ્મોસ મિસાઈલના ઉત્પાદનનું ભારતનું લક્ષ્ય છે.
પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીરે શનિવારે ખૈબર પખ્તુનખ્વાંના અબોટાબાદમાં પાકિસ્તાન મિલિટરી એકેડમી કાકુલમાં આર્મી કેડેટના પાસિંગ આઉટ સમારંભમાં ભારત વિરુદ્ધબેજવાબદારી ભર્યું નિવેદન આપતા કહ્યું કે, ભારતની કોઈપણ હરક્તનો અમે જડબાતોડ જવાબ આપીશું. ન્યૂક્લિયરાઇઝ્ડ વાતાવરણમાં યુદ્ધ માટે કોઈ જગ્યા નથી. આસિમ મુનીરે કહ્યું કે, હું ભારતના સૈન્ય નેતૃત્વને સલાહ અને ચેતવણી આપું છું કે પરમાણુ શસ્ત્રોથી સજ્જ દેશ સામે યુદ્ધનો કોઈ અર્થ નથી.
અમે ક્યારેય ડરીશું નહીં, અમે નિવેદનો આપવામાં પણ પાછા નહીં પડીએ.
મુનિરે કહ્યું કે પાકિસ્તાની આર્મ્ડ ફોર્સીસ દૂર સુધી પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે અને મે ૨૦૨૫માં શક્તિશાળી દુશ્મન વિરુદ્ધ ‘જીત’ મેળવી હોવાનું જણાવ્યું હતું. મુનીરે ભારત પર પાકિસ્તાનને અસ્થિર કરવા માટે આતંકવાદીઓનો હથિયાર તરીકે ઉપયોગ કરવાનો આક્ષેપ કર્યો હતો.
આસિમ મુનીરે કહ્યું, મુઠ્ઠીભર આતંકીઓ પાકિસ્તાનને નુકસાન પહોંચાડી શકશે નહીં. મુનીરે ચેતવણી આપતા કહ્યુ કે અફઘાનની જમીનનો ઉપયોગ કરનારા બધા જ પ્રોક્સી તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ના આતંકીઓનો પણ સફાયો કરી નાંખીશું. અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને સિઝફાયર અમલમાં હોવાછતાં અફઘાનિસ્તાન ઉપર ફરી એક વખત એર સ્ટ્રાઈક કરી હતી જેમાં ત્રણ ક્રિકેટર સહિત20 લોકોના મોત થયા હતા આમ,પાક હવે તેના ભાષણમાં માત્ર યુદ્ધની વાતો કરી ઉશ્કેરાટ ફેલાવી રહ્યુ છે.
આ પણ વાંચો:
Vadodara: જન્મદિવસ બન્યો અંતિમ દિવસ, દિવાળીની રોશની જોવા ગયેલા યુવકને કાળે બનાવ્યો કોળિયો
Diwali Muhurat: 20 કે 21 ઓક્ટોબરે દિવાળી?, જાણી લો લક્ષ્મી પૂજા માટે શુભ સમય!









