
India Pakistan conflict: પહેલગામ હુમલા પછી થયેલા ભારત-પાકિસ્તાન સંઘર્ષ અંગે મોટો ખુલાસો થયો છે. જેમાં ભારત વિરુધ્ધની ચીની, તુર્કીની સંડોવણી બહાર આવી છે. ખુલાસો થયો છે કે ઓપરેશન સિંદૂર વખતે ચીને પાકિસ્તાની વાયુ સેનાને મોટી મદદ કરી હતી.
ભારતીય ડેપ્યુટી આર્મી ચીફ જનરલ રાહુલ સિંહ કહ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત એક રીતે ત્રણ દુશ્મનો સામે લડી રહ્યું હતું. તેમણે કહ્યું કે પાકિસ્તાન સાથેના યુદ્ધ દરમિયાન ચીન પાકિસ્તાનને લાઈવ અપડેટ્સ આપી રહ્યું હતું. આ ઉપરાંત તુર્કી પણ તેને મદદ કરી રહ્યું હતું. આ રીતે ભારતીય સેના એક સરહદ પર ત્રણ દુશ્મનો સામે લડતી આપી હતી. ડેપ્યુટી આર્મી ચીફ રાહુલ સિંહે FICCI દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ચીન યુદ્ધ દરમિયાન પાકિસ્તાનને લાઈવ અપડેટ્સ આપી રહ્યું હતું. આ રીતે, ચીન પાકિસ્તાનને સંપૂર્ણ મદદ કરી રહ્યું હતું અને તેણે કોઈ કસર છોડી ન હતી.
Indian Army : In the recent India-Pak war, Pakistan got live inputs from China on Indian deployments & full support
Rahul Gandhi had warned in Parliament years ago, don’t bring China & Pakistan closer. But BJP leaders laughed at him 🤦♂️😡
— 𝗩eena Jain (@DrJain21) July 4, 2025
નવા યુગની લશ્કરી ટેકનોલોજી વિષય પર આયોજિત એક કાર્યક્રમને સંબોધતા લેફ્ટનન્ટ જનરલે કહ્યું, ‘આપણી પાસે એક સરહદ હતી, પરંતુ બે દુશ્મનો હતા અને વાસ્તવમાં ત્રણ હતા. પાકિસ્તાન સામે હતું અને ચીન તેને દરેક રીતે મદદ કરી રહ્યું હતું. પાકિસ્તાન પાસે જે શસ્ત્રો છે તેમાંથી 81 ટકા પણ ચીનના છે. આ રીતે, ચીને અન્ય શસ્ત્રો સામે પણ તેના શસ્ત્રોનું પરીક્ષણ કર્યું. આ રીતે, ચીન માટે તેના શસ્ત્રોના પરીક્ષણ માટે એક લાઇવ લેબ બનાવવામાં આવી હતી. તેવી જ રીતે, તુર્કીએ પણ પાકિસ્તાનને પોતાની રીતે મદદ કરી. જ્યારે DGMO સ્તરની ચર્ચા થઈ રહી હતી, ત્યારે પાકિસ્તાનને ચીન તરફથી સંપૂર્ણ અપડેટ્સ મળી રહ્યા હતા.’
લેફ્ટનન્ટ જનરલ રાહુલ સિંહે કહ્યું કે આપણી પાસે મજબૂત હવાઈ સંરક્ષણ હોવું જોઈએ. જેથી આપણે પાકિસ્તાન અને ચીનના ખતરાનો એકસાથે સામનો કરી શકીએ. તેમણે કહ્યું, ‘સમગ્ર ઓપરેશન દરમિયાન હવાઈ સુરક્ષા કેવી હતી તે મહત્વનું છે. આ વખતે આપણા નાગરિકોને કોઈ મોટું નુકસાન થયું નથી, પરંતુ આપણે આપણી હવાઈ સંરક્ષણ પ્રણાલીને વધુ મજબૂત બનાવવી પડશે.’ આ દરમિયાન તેમણે ભારતીય સેનાની પણ પ્રશંસા કરી અને કહ્યું કે અમે ખૂબ જ ચોકસાઈથી પાકિસ્તાન પર હુમલો કર્યો અને તે જ સ્થળોને નિશાન બનાવ્યા જ્યાંથી આતંકવાદીઓ તાલીમ મેળવી રહ્યા હતા.
ચીની સંડોવણીના ખુલાસા બાદ કોંગ્રેસ મોદી સરકારને ઘેરી
લેફ્ટનન્ટ જનરલ રાહુલ આર. સિંહના ચીન અને તુર્કીની સંડોવણીના ખુલાસા કર્યા બાદ કોંગ્રેસ મોદી સરકારને ઘેરી છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે ટ્વીટ કરી લેફ્ટનન્ટ જનરલ રાહુલ સિંહે જણાવ્યું કે ચીને પાકિસ્તાનની વાયુસેનાને અસાધારણ રીતે મદદ કરી હતી. આ તે જ ચીન છે, જેણે પાંચ વર્ષ પહેલાં લદ્દાખમાં પરિસ્થિતિને સંપૂર્ણપણે બદલી નાખી હતી, પરંતુ વડાપ્રધાન મોદીએ 19 જૂન, 2020ના રોજ ચીનને જાહેરમાં ક્લીનચીટ આપી હતી.
પાંચ વર્ષથી કોંગ્રેસ (INC) સંસદમાં ભારત-ચીન સંબંધો પર સંપૂર્ણ ચર્ચાની માંગ કરી રહી છે, જોકે મોદી મોદી સરકાર ચર્ચા કરવાની દાનત ધરાવતી નથી.
જયરામ રમેશે જણાવ્યું કે કોંગ્રેસ આગામી 21 જુલાઈ, 2025થી શરૂ થનારા સંસદના ચોમાસુ સત્રમાં આ માંગ ચાલુ રાખશે. મોદી સરકારે હવે તો ચીન મુદ્દે ચર્ચા કરવા તૈયાર થવું જોઈએ. ભારતને સીધી રીતે પાકિસ્તાન અને ચીનને જવાબ આપવો પડશે.
ચીન ભારત વિરુધ્ધ ઘડી રહ્યું છે કાવતરુ, SAARC ખતમ કરવાનો ઈરાદો
The Deputy Chief of Army Staff (Capability Development and Sustenance) Lt. Gen Rahul R. Singh has just publicly confirmed what has been talked about ever since Operation Sindoor was halted abruptly at the intervention of President Trump. Lt. Gen Singh has revealed some details of…
— Jairam Ramesh (@Jairam_Ramesh) July 4, 2025
બીજી તરફ ભારતને એકલુ પાડવા ચીન પાકિસ્તાન સાથે મળીને એક નવું સંગઠન બનાવવા મથામણ કરી રહ્યું છે. પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં રાજદ્વારી સૂત્રોએ માહિતી આપી છે કે સાર્ક (SAARC) સંગઠન નબળું પડી ગયા પછી એક નવા સંગઠન બનાવવાની ચીન યોજના ઘડી રહ્યું છે.
મિડિયા રિપોર્ટ અનુસાર ચીનના કુનમિંગમાં તાજેતરમાં યોજાયેલી ચીન-પાકિસ્તાન-બાંગ્લાદેશ ત્રિપક્ષીય બેઠક પછી આ સંગઠનના આયોજનને વેગ મળ્યો છે. જોકે સંગઠન વિશેની ઔપચારિક વિગતો ગુપ્ત રાખવામાં આવી છે. કોઈ માહિતી બહાર પાડવામાં આવી નથી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે નવું સંગઠન બનાવાશે તો સંગઠનમાં ભારત સહિત ઘણા દક્ષિણ અને મધ્ય એશિયાઈ દેશોનો સમાવેશ થશે. પરંતુ, ચીન અને પાકિસ્તાન બંને સાથે ભારતના તણાવપૂર્ણ સંબંધોને જોતાં ભારતને તેનો ભાગ નહીં બનાવા દે. ચીન અને પાકિસ્તાન ભારતને એકલું પાડી દેવા મથામણ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ
Bhavnagar: ભાવનગરમાં ખાડાઓથી લોકોના જીવ દાવ પર, ભાજપના સત્તાધીશો ઘેરી નિદ્રામાં!
Bharuch: અંકલેશ્વરમાં શાળાની ઘોર બેદરકારીના કારણે 1 નિર્દોષ બાળકનું કરુણ મોત, જાણો સમગ્ર ઘટના
Language controversy: શું જાવેદ અખ્તર, આમિર ખાન મરાઠી બોલે છે?, ગુજરાતીને મારવાનો વિવાદ વકર્યો
Viral video: ઈરાને અમેરિકાના સૈનિકોને દબોચી લીધા, રડવાનો વારો આવ્યો, ઈરાનને લીધા હતા આટલા ડોલર?
E VOTINGની વાતો કરતી મોદી સરકાર મતદારોને ખતમ કેમ કરવા માગે છે?
Scrap Policy Chaos: દિલ્હીમાં મોદી સરકાર ઝૂંકી!, મારવો પડ્યો યુટર્ન, જૂની ગાડીઓ નહીં હટે
IND vs PAK: મોદીની વાતોનો ફિયાસ્કો, પાકિસ્તાની હોકી ટીમ ભારતમાં ઘૂસસે, પહેલગામ હુમલો જલ્દી જ ભૂલાયો!
Wankaner: BJP ધારસભ્ય જીતુ સોમાણીનો પત્રકાર ભાટી એન. પર હિંસક હુમલો, પહેલા ડોક્ટર પર કર્યો હતો
Kerala ના એરપોર્ટ પર અટવાયેલું F-35 રિપેર કરવામાં બ્રિટનના એન્જિનિયરો નિષ્ફળ
Mumbai: બાળકને દારુ પીડાવી શિક્ષિકાએ હોટલમાં યૌન સંબંધ બાંધ્યા, આ રીતે ભાંડો ફૂટ્યો?
Pakistan-China: પાકિસ્તાન-ચીનની ભારતને એકલું પાડવાની ચાલ, પાડોશી દેશો સાથે કરી બેઠક!