
India-Pakistan Indus Water Treaty: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સ્થિતિ તંગ છે. આતંકી હુમલામાં 26 લોકોના મોત થયા છે. જો કે કેટલાંક સ્થાનિક અહેવાલો અનુસાર 30 લોકોના મોત થયા છે. આતંકી હુમલા બાદ ભારતના લોકોમાં રોષ છે. ભારત સરકારે પાકિસ્તાના સામે પગલાं ભર્યા છે. ભારતે પાકિસ્તાનન નાગરિકોને દેશ છોડવા કહ્યું છે. પાકિસ્તાનના વિઝા રદ કરી દેવામાં આવ્યા છે. સાથે સાથે સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી છે. આ સંધિ સ્થગિત કરતાં પાકિસ્તાન ગિન્નાયું છે. તેણે શીમલા કરાર સ્થગિત કરી દીધો છે. તેને ભારતના પગલાને યુધ્ધ સમાન ગણાવ્યું છે.
જો કે સિંધુ સંધિ સ્થગિત કરતાં ભારત અને પાકિસ્તાન બંને દેશને નુકસાન છે. પાકિસ્તાનને પાણી મળતું બંધ થશે. ત્યાના લોકોને ભારે અસર થવાની છે. જો ભારત સંપૂર્ણપણે સિંધુનું પાણી રોકે તો પૂર આવી શકે છે. કારણ કે ભારત પાસે એવા બંધ પણ નથી કે સિંધુનું પાણી રોકી શકે. ત્યારે જાણો આખરે સિંધુ સંધિ શું છે.
સિંધુ જળ સંધિ શું છે?
બ્રિટિશ રાજ દરમિયાન દક્ષિણ પંજાબમાં સિંધુ નદીની ખીણ પર એક મોટી નહેર બનાવવામાં આવી હતી. આનાથી તે વિસ્તારને એટલો ફાયદો થયો કે પાછળથી તે દક્ષિણ એશિયાનો એક મુખ્ય કૃષિ ક્ષેત્ર બન્યો.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના ભાગલા દરમિયાન જ્યારે પંજાબનું વિભાજન થયું, ત્યારે તેનો પૂર્વ ભાગ ભારતમાં ગયો અને પશ્ચિમ ભાગ પાકિસ્તાનમાં ગયો.
ભાગલા દરમિયાન, સિંધુ નદીની ખીણ અને તેની વિશાળ નહેરો પણ વિભાજિત થઈ ગઈ. પરંતુ પાકિસ્તાન આમાંથી મળતા પાણી માટે સંપૂર્ણપણે ભારત પર નિર્ભર હતું.
પાણીનો પ્રવાહ જાળવી રાખવાના ઉદ્દેશ્યથી, 20 ડિસેમ્બર 1947 ના રોજ પૂર્વ અને પશ્ચિમ પંજાબના મુખ્ય ઇજનેરો વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ અંતર્ગત, એવું નક્કી કરવામાં આવ્યું હતું કે ભારત ભાગલા પહેલા નક્કી કરાયેલા 31 માર્ચ, 1948 સુધી પાકિસ્તાનને પાણીનો નિશ્ચિત હિસ્સો આપવાનું ચાલુ રાખશે.
1એપ્રિલ 1948 ના રોજ, જ્યારે કરાર અમલમાં ન રહ્યો, ત્યારે ભારતે બે મુખ્ય નહેરોનો પાણી પુરવઠો બંધ કરી દીધો, જેના કારણે પાકિસ્તાની પંજાબમાં 17 લાખ એકર જમીન પર પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ.
ભારતના આ પગલા માટે ઘણા કારણો આપવામાં આવ્યા હતા, જેમાંથી એક કારણ એ હતું કે ભારત કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાન પર દબાણ લાવવા માંગતું હતું. ત્યારબાદ થયેલા કરાર બાદ, ભારત પાણી પુરવઠો ચાલુ રાખવા સંમત થયું.
અભ્યાસ મુજબ, 1951માં, વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ ટેનેસી વેલી ઓથોરિટીના ભૂતપૂર્વ વડા ડેવિડ લિલિએન્થલને ભારત આમંત્રણ આપ્યું હતું. લિલિએન્થલે પાકિસ્તાનની પણ મુલાકાત લીધી હતી અને અમેરિકા પાછા ફર્યા બાદ તેમણે સિંધુ નદી ખીણની પાણીની વહેંચણી પર એક લેખ લખ્યો હતો.
આ લેખ વિશ્વ બેંકના વડા અને લિલિએન્થલના મિત્ર ડેવિડ બ્લેક દ્વારા પણ વાંચવામાં આવ્યો હતો અને તેમણે આ અંગે ભારત અને પાકિસ્તાનના વડાઓનો સંપર્ક કર્યો હતો. અને પછી બંને પક્ષો વચ્ચે બેઠકોનો દોર શરૂ થયો.
આ બેઠકો લગભગ એક દાયકા સુધી ચાલુ રહી અને અંતે 19 સપ્ટેમ્બર 1960ના રોજ કરાચીમાં સિંધુ નદી ખીણ સંધિ પર હસ્તાક્ષર થયા.
સંધિની જોગવાઈઓ શું છે?
સિંધુ આયોગની સ્થાપના પણ આ સંધિ હેઠળ કરવામાં આવી હતી
સંધિ મુજબ, સિંધુ, ઝેલમ અને ચિનાબને પશ્ચિમી નદીઓ જાહેર કરાઈ હતી અને તેમનું પાણી પાકિસ્તાનને ફળવાયું હતું. જ્યારે રાવી, બિયાસ અને સતલજને પૂર્વીય નદીઓ જાહેર કરવામાં આવી હતી અને તેમનું પાણી ભારત માટે અનામત રખાયું હતુ.
આ મુજબ, ભારત કેટલાક અપવાદો સિવાય, કોઈપણ અવરોધ વિના પૂર્વીય નદીઓના પાણીનો ઉપયોગ કરી શકે છે.
સાથે જ, ભારતને પશ્ચિમી નદીઓના પાણીનો ઉપયોગ કરવાના કેટલાક મર્યાદિત અધિકારો પણ આપવામાં આવ્યા હતા. જેમ કે વીજળી ઉત્પન્ન કરવી, ખેતી માટે મર્યાદિત પાણી. આ સંધિમાં બંને દેશો વચ્ચેના કરાર અંગે વાટાઘાટો અને સ્થળનું નિરીક્ષણ વગેરેની જોગવાઈઓ પણ હતી.
આ સંધિમાં સિંધુ આયોગની સ્થાપના પણ કરવામાં આવી હતી. આ આયોગ હેઠળ, બંને દેશોના કમિશનરોને મળવાનો પ્રસ્તાવ હતો. આ સંધિમાં કોઈપણ વિવાદિત મુદ્દા પર બે કમિશનરો વચ્ચે વાટાઘાટોની જોગવાઈ છે.
તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે એક દેશ કોઈ પ્રોજેક્ટ પર કામ કરે છે અને બીજા દેશને તેના પર કોઈ વાંધો હોય છે, ત્યારે પહેલો દેશ તેનો જવાબ આપશે. આ માટે બંને પક્ષોની બેઠકો થશે.
જો બેઠકોમાં કોઈ ઉકેલ ન આવે તો બંને દેશોની સરકારોએ સાથે મળીને તેનો ઉકેલ લાવવો પડશે. ઉપરાંત, આવા કોઈપણ વિવાદિત મુદ્દા પર તટસ્થ નિષ્ણાતની મદદ લેવાની અથવા મધ્યસ્થી અદાલતનો સંપર્ક કરવાની જોગવાઈ છે.
આ પણ વાંચોઃ
Seema Haider: ગેરકાયદેસર ઘૂસેલી સીમા હૈદર પાકિસ્તાન જશે? વાંચો
Gujarat માં ઠેર-ઠેર આતંકવાદનો વિરોધ, આતંકીઓના પૂતળા બાળી પ્રદર્શન
Vadodara: બોલેરો અને બાઇક વચ્ચે ભયંકર અકસ્માત, પોલીસકર્મી સહિત 3ના મોત
ED દ્વારા સહારા ગૃપની 1500 કરોડની મિલકત જપ્ત, જુઓ ગુજરાતમાં સહારાના જમીન કૌભાંડો!
Delhi: માનહાનિ કેસમાં મેધા પાટકરની ધરપકડ, કોર્ટમાં હાજર કરાશે