પહેલગામ આતંકવાદી હુમલા સાથે અમારે કંઈ લેવા દેવા નથી – TRF(ધ રેજિસ્ટન્સ ફ્રન્ટ) પલટી ગયું

  • India
  • April 26, 2025
  • 0 Comments
  • લશ્કર-એ-તૈયબાનું TRFને પલટવાની ફરજ કેમ પડી?
  • TRFના નિવેદનમાં ભારત પર ચોંકવનારા આક્ષેપો

Pahalgam Terror Attack । જમ્મુ – કાશ્મિરના પહેલગામમાં 22 એપ્રિલે હિચકારો આતંકવાદી હુમલો થયો હતો. હુમલા બાદ પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના ઇન્ડિયન ફ્રન્ટ TRF (ધ રેજિસ્ટન્સ ફ્રન્ટ) દ્વારા આતંકવાદી હુમલાની જવાબદારી લેવામાં આવી હતી. જોકે, ગઈકાલે અચાનક TRF દ્વારા પલટી મારી દેવામાં આવી હતી અને પહેલગામ આતંકવાદી હુમલા સાથે એમને કોઈ લેવા દેવા નથી તેવું નિવેદન સોશિયલ મિડિયામાં પોસ્ટ કર્યું હતું.

પહેલગામ આતંકવાદી હુમલાને પગલે ભારત – પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારતના આકરાં તેવરને પગલે કદાચ પાકિસ્તાન સરકારમાં ભારે હલચલ મચી જવા પામી છે. તેથી જ પાકિસ્તાનના પાલતું આતંકવાદી સંગઠનને સરકારે આદેશ કર્યો હોય કે પહેલગામની ઘટનાથી અંતર બનાવી લો. તેવી શક્યતા જોવાઈ રહી છે. ભારતીય સેના આતંકવાદીઓને નેસ્તા નાબૂદ કરવા એક્શન મોડમાં આવતાં પણ લશ્કર-એ-તૈયબાનું TRF સંગઠને ટેન્શનમાં આવીને આવું નિવેદન જાહેર કર્યું હોય તેવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે. વૈશ્વિક ભીંસ વધવાને કારણે પણ પાકિસ્તાને લશ્કર-એ-તૈયબાને આ પ્રકારનું નિવેદન જાહેર કરવા જણાવ્યું હોય તેવી પણ શક્યતા છે.

જોકે, બીજી તરફ ભારત દ્વારા હજી સુધી આતંકવાદી હુમલા માટેના જવાબદાર આકાઓ અંગેની કોઈ જ સત્તાવાર માહિતી જાહેર કરાઈ નથી. આતંકવાદી હુમલો કોણે કરાવ્યો? તે અંગે હાલ કદાચ તપાસ ચાલી રહી હોઈ શકે છે.

TRFને જાહેર કરેલા નિવેદનમાં શું લખ્યું છે?

TRF સ્પષ્ટપણે પહેલગામ ઘટનામાં કોઈપણ પ્રકારની સંડોવણીનો ઇન્કાર કરે છે. આ કૃત્ય સાથે ઉતાવળે, ખોટી રીતે સાંકળીને TRF અને કાશ્મીરી પ્રતિકારને બદનામ કરવાનું સુનિયોજીત કાવતરાનો ભાગ છે.

પહેલગામમાં હુમલાના થોડા સમય પછી, અમારા એક ડિજીટલ પ્લેટફોર્મ પરથી એક સંક્ષિપ્ત અને અનધિકૃત સંદેશ પોસ્ટ કરવામાં આવ્યો હતો. અમારી આંતરિક તપાસમાં એ પોસ્ટ સાઇબર ઘુસણખોરીને કારણે થઈ હોવાનું સામે આવ્યું હતું. અને આ ડિજીટલ ઘુસણખોરી ભારત દ્વારા કરવામાં આવી હોય તેવી લાગે છે. અમે આ અંગે તપાસ કરી રહ્યાં છીએ. અને પ્રારંભિક સંકેતો ભારતીય સાયબર – ઇન્ટેલિજન્સ ઓપરેટિવ્સના ફિંગરપ્રિન્ટ્સ સૂચવે છે. આ પહેલીવાર નથી જ્યારે ભારતમાં રાજકીય લાભ માટે અરાજકતા સર્જાઈ હોય.

2000માં ભારતીય દળોએ છત્તીસિંગપુરા હત્યાકાંડનું આયોજન કર્યું હતું. 35 શીખોની નિર્દયતાથી હત્યા કરી હતી. તેનો આરોપ આતંકવાદીઓ પર મૂક્યો હતો. અને અમારી ભૂમિ લશ્કરી ક્રેકડાઉનને યોગ્ય ઠેરવવા માટે વપરાય છે.

2001માં ભારતીય સંસદના હુમલામાં મોટા પાયે સૈન્ય એકત્રીકરણ થું હતું. જે પાછળથી આંતરિક વિખવાદના દાવાઓથી પ્રભાવિત થયું હતું. તાજેતરમાં 2019માં પુલવામાં હુમલાનો આરોપ પાકિસ્તાન પર મુકવામાં આવ્યો હતો. ભારતીય ચૂંટણી પહેલા, તેમ છતાં સત્યપાલ મલિક જેવા ભૂતપૂર્વ ભારતીય અધિકારીઓએ ક્ષતિઓ અને રાજકીય કવરઅપ્સ ખુલ્લા પાડ્યા હતાં.

અમે પુછીએ છીએ કે, ભારતીય રાષ્ટ્રવાદના બળતણ તરીકે વધુ કેટલા મૃતદેહોનો ઉપયોગ થશે?

દુનિયા આ ફાઉલ પ્લેબુક પર સવાલ ઉઠાવે તે પહેલા હજી કેટલા ખોટો ધ્વજ લહેરાશે?

TRF એ સ્વદેશી, વૈચારિક જેહાદનો ભાગ છે. અમારા વતનને કબજા અને અત્યાચારથી મુક્ત કરવાની પવિત્ર ફરજ છે. અમે અંધાધૂંધ હિંસા માંગતા નથી. અમારી કામગીરી ચોક્કસ, નૈતિક અને ન્યાયમાં આધારિત છે, વસાહતી શાસનથી વિપરીત, જે ઘરોને બુલડોઝ કરે છે અને નિર્દોષ કાશ્મીરીઓને મુક્તિથઈ ચૂપ કરે છે.

આ વર્તમાન દોષની રમત વ્યૂહાત્મક વિક્ષેપ સિવાય બીજું કંઈ નથી – પાકિસ્તાન સાથે ઉશ્કેરણી ઉશ્કેરવા, કૂટનીતિને પાટા પરથી ઉતારવા અને કાશ્મીરીઓની ભાવનાને કચડી નાંખવાની એક ઉત્તમ ચાલ.

અમે અમારા પવિત્ર પ્રતિકારને રાજ્ય સમર્થિત કાવતરાં સાથે જોડવાના તમામ પ્રયાસોને નકારી કાઢીએ છીએ. અમારો જેહાદ કાશ્મીર માટે છે. અમારા શહીદો માટે, અમારી માતાઓ, અમારી માટી માટે અમે પ્રોક્સી નથી. અમે લોકો છીએ – ઈમાન, ક્રોધ અને સંકલ્પ સાથે પ્રતિકાર કરતા. કોઈપણ પ્રચાર આઝાદીના પોકારને દબાવી શકશે નહીં.

હુમલામાં ભારતના ઇન્ટેલિજન્સ બ્યુરો અને R&AWની સંડોવણીના વધુ પુરાવા અહીં અમારી ટેલિગ્રામ ચેનલ પર આગામી કલાકોમાં આપવામાં આવશે. તેને શેર કરો જેથી સત્ય બહાર આવી શકે. સત્ય છુપાયેલું નથી. તે દાયકાઓનાં ભારતીય જૂઠાણાંની નીચે દટાયેલું છે અને તે વધશે.

(નોંધ- ટીઆરએફ દ્વારા જાહેર કરાયેલા નિવેદનની ધ ગુજરાત રિપોર્ટ સત્યતાપૂર્તિ કરતું નથી. ડિજીટલ યુગમાં ટીઆરએફના નામે કોઈ બીજાએ પણ આવી પોસ્ટ વાઈરલ કરી હોવાની શક્યતા પણ છે.)

Related Posts

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો
  • September 17, 2026

Maharashtra FDA Survey: હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીના પરિવાર માટે સૌથી મોટી ચિંતા માત્ર દર્દીની તબિયત નહીં, પરંતુ સારવારનો વધતો ખર્ચ પણ બની જાય છે. ખાસ કરીને ICU જેવી પરિસ્થિતિમાં પરિવાર…

Continue reading
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી
  • September 17, 2026

Pakistan China Boundary Joint Commission: પાકિસ્તાન અને ચીન દ્વારા રચવામાં આવેલા ‘પાકિસ્તાન-ચીન બાઉન્ડ્રી જૉઇન્ટ કમિશન’ને ભારતે સ્પષ્ટ શબ્દોમાં નકારી કાઢ્યું છે. નવી દિલ્હીએ કહ્યું છે કે ભારતીય વિસ્તારને લગતી કોઈપણ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

  • September 17, 2026
  • 4 views
Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

  • September 17, 2026
  • 7 views
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

  • September 17, 2026
  • 6 views
Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

  • September 17, 2026
  • 10 views
Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

  • September 17, 2026
  • 8 views
Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

  • September 17, 2026
  • 13 views
Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી