
India vs England Score: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ આજે એટલે કે બુધવાર, 23 જુલાઈના રોજ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાઈ રહી છે. ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. બંને ટીમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. બી સાઈ સુદર્શન, શાર્દુલ ઠાકુર અને અંશુલ કંબોજ આજની મેચ રમી રહ્યા છે. ઇંગ્લેન્ડની ટીમ એન્ડરસન-તેંડુલકર ટ્રોફીમાં 2-1થી આગળ છે.
યશસ્વી જયસ્વાલ 58 રન બનાવીને આઉટ
ભારતને બીજો ઝટકો લિયામ ડોસને આપ્યો. તેણે યશસ્વી જયસ્વાલને પોતાનો શિકાર બનાવી બીજી વિકેટ લીધી છે. યશસ્વી 107 બોલમાં 58 રન બનાવીને આઉટ થયો. હવે શુભમન ગિલ અને સાઈ સુદર્શનને ટેકો આપવા આવ્યો છે.
આ પહેલા ક્રિસ વોક્સે ભારતને ઝટકો આપ્યો હતો. તેણે કેએલ રાહુલને જેક ક્રાઉલીના હાથે કેચ આઉટ કરાવ્યો. 98 બોલમાં 46 રન બનાવીને તે આઉટ થયો. તેણે યશસ્વી જયસ્વાલ સાથે પ્રથમ વિકેટ માટે 94 રનની ભાગીદારી કરી.
બંને ટીમોના પ્લેઈંગ 11 નીચે મુજબ
ભારત: યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, અંશુલ કંબોજ.
ઈંગ્લેન્ડઃ જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમી સ્મિથ (વિકેટકીપર), લિયામ ડોસન, ક્રિસ વોક્સ, બ્રાઈડન કાર્સ, જોફ્રા આર્ચર.
આ પણ વાંચો:
Pakistan: પાકિસ્તાન રાખ થતાં બચી ગયું!, શાહીન-3 ન્યૂક્લિયર મિસાઈલ ફાટી, જુઓ
Anand: બાળકી બોરસદ તાલુકા પંચાયતની પ્રમુખ બની ગઈ!, જાણો કઈ રીતે?
Ahmedabad: ‘કોંગ્રેસની નજર લાગી એટલે અમદાવાદમાં રોડ તૂટી ગયા’, AMCના પૂર્વ રોડ કમિટી ચેરમેન
Akhilesh Yadav: ભાજપના ઈશારે 18 હજાર વોટ ડિલિટ, ચૂંટણી પંચને રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહીં