
India Women Cricket Semi Final: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને અને વર્લ્ડ કપ ફાઇનલમાં સ્થાન મેળવીને ODI ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો. ભારતની જીતની હીરો જેમીમા રોડ્રિગ્સ હતી, જેમણે 127 રનની અણનમ ઇનિંગ રમીને ભારતની ઐતિહાસિક જીત નોંધાવી.
ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે રમાયેલી મેચમાં ભારતીય ટીમને જીતવા માટે 339 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. ભારતના 59 રનના સ્કોર પરજ બંને ઓપનર શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાના આઉટ થઈ ગઈ હતી. મંધાના 24 રને અને શેફાલી 10 રને આઉટ થઈ ગઈ હતી. બંને વિકેટ પડતાં શરૂઆતમાં ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી.
જેમીમા રોડ્રિગ્સ અને કેપ્ટન હરમનપ્રીત કૌરે ત્રીજી વિકેટ માટે ૧૬૭ રનની ભાગીદારી કરીને ટીમને વાપસી અપાવી. હરમનપ્રીત કૌર ૨૨૬ રનના સ્કોર પર આઉટ થઈ ગઈ અને ૮૮ બોલમાં ૧૦ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૮૯ રન બનાવ્યા. ત્યારબાદ રોડ્રિગ્સે દિપ્તી શર્મા સાથે ચોથી વિકેટ માટે ૩૮ રનની ભાગીદારી કરી, જે ૧૭ બોલમાં ૨૪ રન બનાવીને આઉટ થઈ ગઈ. રિચા ઘોષે ૧૬ બોલમાં ૨૬ રન બનાવ્યા, જ્યારે અમનજોત ૮ બોલમાં ૧૫ રન બનાવીને અણનમ રહેતા અને જેમીમા રોડ્રિગ્સે એક છેડો પકડી રાખતા ૧૩૪ બોલમાં ૧૪ ચોગ્ગાની મદદથી અણનમ ૧૨૭ રન બનાવ્યા.
આમ, ભારતે ૪૮.૩ ઓવરમાં ૫ વિકેટે ૩૪૧ રન બનાવીને ૫ વિકેટે મેચ જીતી લીધી.
ઉલ્લેખનીય છે કે મહિલા ક્રિકેટ ઇતિહાસમાં આ જીત સુવર્ણ અક્ષરે લખાઈ ગઈ છે.જેમિમાના કારણે ભારતે ઓસ્ટ્રેલિયા સામે 339 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો, જે સૌથી વધુ ODI લક્ષ્યાંકનો રેકોર્ડ બનાવે છે. ભારતીય ટીમ 2 નવેમ્બરના રોજ ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાનો સામનો કરશે.
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી, ફોબી લિચફિલ્ડની સદીને કારણે 338 રન બનાવ્યા. લિચફિલ્ડે 93 બોલમાં 119 રન બનાવ્યા, જેમાં 3 છગ્ગા અને 17 ચોગ્ગાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, એલિસ પેરીએ 77 અને એશ્લે ગાર્ડનરે 45 બોલમાં 63 રન બનાવ્યા, જેમાં 4 છગ્ગા અને 4 ચોગ્ગાનો સમાવેશ થાય છે.
ભારત તરફથી, શ્રી ચારણી અને દીપ્તિ શર્માએ 2-2 વિકેટ લીધી, જ્યારે ક્રાંતિ ગૌર, અમનજોત કૌર અને રાધા યાદવે 1-1 વિકેટ લીધી. ત્રણ બેટ્સમેન રન આઉટ થયા.
આ પણ વાંચો:
Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી
Gujarat: 60 ગામડાઓ શહેરમાં ભળી ગયા, સવલતો મળતી નથી
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!










