
Navya Nair: મલયાલમ અભિનેત્રી નવ્યા નાયરને ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન એરપોર્ટ પર ચમેલીનો ફૂલ ગજરો લઈને જતાં 1 લાખ રૂપિયાથી વધુનો દંડ ભરવો પડ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રી પોતાની બેગમાં ચમેલીના ફૂલોથી બનેલા ગજરા લઈને જઈ રહી હતી. એરપોર્ટ અધિકારીઓએ તેને ‘સુરક્ષા કાયદાનું ઉલ્લંઘન’ માન્યું અને તેના પર 1,980 ઓસ્ટ્રેલિયન ડોલર (લગભગ 1.14 લાખ રૂપિયા)નો દંડ ફટકાર્યો.
ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ નવ્યા નાયર તાજેતરમાં ઓણમની ઉજવણીમાં હાજરી આપવા માટે ઓસ્ટ્રેલિયા ગઈ હતી. આ ઓણમની ઉજવણી વિક્ટોરિયા મલયાલી એસોસિએશન દ્વારા આયોજિત કરવામાં આવી હતી. જ્યાંથી તેને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેણે તે કાર્યક્રમ દરમિયાન સમગ્ર ઘટનાનો ઉલ્લેખ કર્યો.
View this post on Instagram
રિપોર્ટ અનુસાર નવ્યાએ જણાવ્યું કે તેના પિતાએ તેના માટે બે ગજરા ખરીદ્યા હતા. તેણે એક ગજરો પહેર્યો હતો અને બીજો તેની બેગમાં રાખ્યો હતો. તેથી આ ફૂલો વિશે માહિતી ન આપવા બદલ તેને એરપોર્ટ પર અટકાવવામાં આવી હતી. તેણે કહ્યું કે તે તેની ભૂલ હતી, ભલે તે જાણી જોઈને ન કરવામાં આવ્યું હોય. એમ પણ કહ્યું કે તેણે આ દંડની રકમ 28 દિવસની અંદર ભરવી પડશે.
નવ્યા નાયરે ઓણમ સાડી અને વાળમાં ચમેલીના ફૂલો પહેરેલો એક વીડિયો શેર કર્યો. તેણે કેપ્શનમાં લખ્યું ‘ફાઇન પહેલા નાટક’. બાદમાં તેણે કેપ્શન બદલીને ફક્ત ફૂલનું ઇમોજી રાખ્યું.
ઓસ્ટ્રેલિયામાં છે કડક નિયમો
ઓસ્ટ્રેલિયામાં ખેતી અને પર્યાવરણના રક્ષણ માટે ખૂબ જ કડક જૈવ સુરક્ષા નિયમો લાગુ છે. અહીં તાજા ફૂલો, છોડ, બીજ, માટી જેવી વસ્તુઓ પર પ્રતિબંધ છે. ત્યાં આવતા પ્રવાસીઓએ તેમના ફોર્મમાં માહિતી આપવી જરૂરી છે કે તેમની પાસે કોઈ છોડ, ફૂલ અથવા પાંદડા જેવી વસ્તુ છે. માહિતી ન આપવા બદલ 6,600 ઓસ્ટ્રેલિયન ડોલર સુધીનો દંડ થઈ શકે છે. ઉપરાંત કેસ અથવા વિઝા રદ કરવા જેવી કાર્યવાહી થઈ શકે છે. આ જ કારણ છે કે નવ્યા નાયરને ચમેલીનો ફૂલો ગજરો પહેરવા અને રાખવા પર ભારે દંડ ફટકારવામાં આવ્યો હોવાનું કહેવાઈ છે.
નવ્યા નાયરની ફિલ્મી સફર
નવ્યા નાયરે 2001 માં ફિલ્મ ‘ઈશ્તમ’ થી ડેબ્યૂ કર્યું હતું. આ પછી, તેણીએ મઝહઘુલિલુમ’ અને ‘કુંજીકોનન’ જેવી ફિલ્મોથી પોતાનું નામ બનાવ્યું. બે દાયકાથી વધુ સમયની સફર પૂર્ણ કરી ચૂકેલી નવ્યાને હજુ પણ મલયાલમ સિનેમાની લોકપ્રિય અભિનેત્રી માનવામાં આવે છે.
આ પણ વાંચો:
Balesh Dhankhar: ઓસ્ટ્રેલિયામાં 5 મહિલાઓ પર બળાત્કાર ગુજારનારને 40 વર્ષની સજા, ભાજપ સાથે તાર?
Telangana: લોરેન્સ બિશ્નોઈ સાથે ભગવાન રામની તસ્વીર, હિંદુ આસ્થાને ઠેસ પહોંચડાવાનું કાવતરુ કોનુ?
Himachal Pradesh Flood: હિમાચલના જંગલોની લૂંટ! નદીમાં તરતા લાકડાના ઢગલાએ ખોલી લાકડાના માફિયાની પોલ
Viral Video: બે મુસ્લીમ દુકાનદારો મીઠાઈમાં વીર્ય ભેળવતાં ઝડપાયા!, પછી થયા આવા હાલ!
Viral video: ટ્રેનમાં પૈસા માંગતી કિન્નરને જોઈ લોકો પીગળી ગયા, કહ્યું: ભગવાને કરી મોટી ભૂલ









