ત્રિરંગાનું અપમાન કરનારા ખાલિસ્તાનીઓને ભારતીયોએ આપ્યો જડબાતોડ જવાબ!(VIDEO)

  • World
  • January 27, 2025
  • 0 Comments

પ્રજાસત્તાક દિવસ(Republic Day)ના દિવસે તિરંગાનું અપમાન કરનાર ખાલિસ્તાની સમર્થકોને તેમની ભાષામાં જવાબ આપ્યોછે. લંડનમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન ભારત વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહેલા ખાલિસ્તાન સમર્થકોની ભારતીય સમુદાય સાથે અથડામણ થઈ હતી.

સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા, ભારતીય સમુદાયના એક વ્યક્તિએ કહ્યું, અમે 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે હાઇ કમિશન ખાતે ભેગા થયા હતા. ત્યારે અમે ખાલિસ્તાન સમર્થકોને ભારત વિરુધ્ધ નારા લગાવતાં જોયા હતા. આ પછી એકત્રિત થઈ વિરોધનો જવાબ આપ્યો હતો.

આ પણ વાંચોઃ 76મા પ્રજાસત્તાક દિવસે કર્તવ્યપથ પર ગુજરાતની ઝાંખીનો દબદબો; કિર્તિ તોરણથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સાંસ્કૃૃતિ વારસો

ખાલિસ્તાન સમર્થકોએ ત્રિરંગા ધ્વજનું અપમાન કર્યું

જ્યારે બીજા એક વ્યક્તિએ કહ્યું કે, અમે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ભારતીય ઉચ્ચાયોગમાં ધ્વજ ફરકાવવા આવ્યા હતા. અમે જોયું કે કેટલાક ખાલિસ્તાની સમર્થકો હાઈ કમિશનની બહાર ભેગા થયા હતા અને આપણા ભારતીય રાષ્ટ્રધ્વજનું અપમાન કરી રહ્યા હતા. હું કહેવા માંગુ છું કે આ પ્રવૃતિઓથી આપણા દેશને કોઈ ફરક પડતો નથી. ભલે આપણી સંખ્યા ઓછી હોય, પણ આપણી હિંમત તેમના કરતા વધારે છે. અમે અમારા છેલ્લા શ્વાસ સુધી લડીશું.

ANI દ્વારા શેર કરાયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે બંને પક્ષો એકબીજા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસ પણ સ્થળ પર હાજર છે.

ખાલિસ્તાન સમર્થકોએ ફિલ્મ ઈમરજન્સીનો વિરોધ કર્યો

તાજેતરમાં, બ્રિટનમાં ઘણી જગ્યાએ ખાલિસ્તાન સમર્થકોએ ફિલ્મ ઇમરજન્સી વિરુદ્ધ રમખાણો કર્યા હતા. ભારતે પણ બદમાશોની આ કાર્યવાહી પર ચિંતા વ્યક્ત કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ભારતને આશા છે કે ફિલ્મના પ્રદર્શનમાં ખલેલ પહોંચાડનારાઓને જવાબદાર ઠેરવવામાં આવશે.

આ પણ વાંચોઃ ઉત્તરાખંડમાં આજથી UCC લાગુ?, લગ્ન અને લિવ-ઇન માટે શું છે નિયમ?

Related Posts

કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh
  • October 29, 2025

 Businessman Darshan Singh Murder: પંજાબ મૂળના એક અગ્રણી ઉદ્યોગપતિ દર્શન સિંહની કેનેડાના સરીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના તેમના ઘરની બહાર બની હતી જ્યારે તેઓ તેમના નિવાસસ્થાનમાંથી…

Continue reading
Israel Airstrike: ઇઝરાયલનો ગાઝા પર ફરી હવાઈ હુમલો, 30થી વધુના મોત, ટ્રમ્પના શાંતિ કરારની દુનિયામાં ફજેતી
  • October 29, 2025

Israel Airstrike in Gaza: ઇઝરાયલે ફરી એકવાર ગાઝા પર હવાઈ હુમલો કરી દીધો છે, જેમાં 30 થી વધુ લોકો માર્યા ગયાના અહેવાલો છે,સાથેજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ગાઝા શાંતિ કરાર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે ફરી કહ્યું, ‘હા મેં જ મોદીને ફોન કરી પાકિસ્તાન સામેનું યુદ્ધ અટકાવ્યું હતું!’, BJP ટ્રમ્પથી પરેશાન! | Donald Trump

  • October 29, 2025
  • 7 views
ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે ફરી કહ્યું, ‘હા મેં જ મોદીને ફોન કરી પાકિસ્તાન સામેનું યુદ્ધ અટકાવ્યું હતું!’, BJP ટ્રમ્પથી પરેશાન! | Donald Trump

કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh

  • October 29, 2025
  • 12 views
કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh

Israel Airstrike: ઇઝરાયલનો ગાઝા પર ફરી હવાઈ હુમલો, 30થી વધુના મોત, ટ્રમ્પના શાંતિ કરારની દુનિયામાં ફજેતી

  • October 29, 2025
  • 12 views
Israel Airstrike: ઇઝરાયલનો ગાઝા પર ફરી હવાઈ હુમલો, 30થી વધુના મોત, ટ્રમ્પના શાંતિ કરારની દુનિયામાં ફજેતી

Bhavnagar: મહુવાના મોટા ખુંટવડા પાસે બે પુલ તૂટી પડ્યા, વરસાદે ખેડૂતની કરી માઠી દશા

  • October 29, 2025
  • 20 views
Bhavnagar: મહુવાના મોટા ખુંટવડા પાસે બે પુલ તૂટી પડ્યા, વરસાદે ખેડૂતની કરી માઠી દશા

IND vs AUS T20I: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ટક્કર,ભારતની પ્લેઈંગ ઈલેવન ઉપર સૌની નજર

  • October 29, 2025
  • 8 views
IND vs AUS T20I: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ટક્કર,ભારતની પ્લેઈંગ ઈલેવન ઉપર સૌની નજર

 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

  • October 29, 2025
  • 26 views
 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી