મુંબઈ હુમલાના દોષિત તહવ્વુર રાણાને ભારત લવાશે: અમેરિકન કોર્ટે પ્રત્યાર્પણને આપી મંજૂરી

  • World
  • January 25, 2025
  • 1 Comments

Tahawwur Rana’s extradition: 26/11ના મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને અમેરિકાથી ભારત લવાશે. યુએસ સુપ્રીમ કોર્ટે શુક્રવારે પ્રત્યાર્પણ(Extradition)ને મંજૂરી આપી દીધી છે. કોર્ટે આ કેસમાં તેની સજા સામેની તેમની સમીક્ષા અરજી ફગાવી દીધી છે. પાકિસ્તાનમાં જન્મેલા કેનેડિયન ઉદ્યોગપતિ તહવ્વુર રાણા પર ભારતમાં 2008ના મુંબઈ આતંકવાદી હુમલામાં મુખ્ય ભૂમિકા ભજવવાનો આરોપ છે.

તહવ્વુર રાણાએ છેલ્લી તક ગુમાવી

નીચલી અદાલતો અને અનેક ફેડરલ અદાલતોમાં કાનૂની લડાઈઓ હાર્યા બાદ, તહવ્વુર રાણાએ છેલ્લે સાન ફ્રાન્સિસ્કોમાં ઉત્તરી સર્કિટ માટે યુએસ કોર્ટ ઓફ અપીલ્સનો સંપર્ક કર્યો હતો. રાણાને ભારત પ્રત્યાર્પણ ન કરાવવાની આ છેલ્લી કાનૂની તક હતી. જે તેણે ગુમાવી દીધી છે. ત્યારે હવે કોર્ટે તેને ભારત મોકલવાની મંજૂરી આપી દીધી છે.

ગંભીર આરોપો

ઉલ્લેખનીય છે કે રાણા પર ડેવિડ હેડલીને મદદ કરવાનો ગંભીર આરોપ છે. તેણે આ હુમલાના માસ્ટરમાઇન્ડ ડેવિડ કોલમેન હેડલીને મુંબઈમાં  રેકી કરવામાં મદદ કરી હતી. ભારતે યુએસ કોર્ટમાં 26/11 હુમલામાં લક્ષ્યોની રેકીના મજબૂત પુરાવા રજૂ કર્યા હતા.

2009 માં ધરપકડ કરાઈ હતી

તેની 2009 માં શિકાગોથી ધરપકડ કરવામાં આવી હતી. તેના પર ISI અને લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હોવાનો પણ આરોપ છે. આ ઉપરાંત, તેને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના કાર્યકર્તા છે.

આ પણ વાંચોઃ સતત ભાવ વધારા બાદ Amulએ દૂધનો ભાવ પ્રતિ લીટરે 1 રુપિયાનો ઘટાડો કર્યો

Related Posts

Indian Students Abroad: ડિગ્રી હાથમાં હોવા છતાં ડિલિવરી બોય બનવા મજબૂર ભારતીય યુવાનો
  • June 23, 2026

Indian Students Abroad: લાખોનું દેવું કરીને, વતન છોડીને અને માતા-પિતાના આંખમાં રહેલા સપનાઓને સાચવીને વિદેશ ગયેલા ભારતીય વિદ્યાર્થીઓ આજે એક એવી કરુણ સ્થિતિમાં મુકાયા છે, જેના વિશે તેમણે ક્યારેય વિચાર્યું…

Continue reading
US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો
  • June 19, 2026

US-Iran Deal: ફેબ્રુઆરી મહિનામાં શરૂ થયેલો વૈશ્વિક તણાવ, જે એક સમયે ત્રીજા વિશ્વયુદ્ધની આશંકા જન્માવી રહ્યો હતો, તે ૧૮ જૂને એક અચાનક અને આશ્ચર્યજનક વળાંક સાથે સમાપ્ત થયો છે. જે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Indian Students Abroad: ડિગ્રી હાથમાં હોવા છતાં ડિલિવરી બોય બનવા મજબૂર ભારતીય યુવાનો

  • June 23, 2026
  • 3 views
Indian Students Abroad: ડિગ્રી હાથમાં હોવા છતાં ડિલિવરી બોય બનવા મજબૂર ભારતીય યુવાનો

Chaitar Vasava: ચૈતર વસાવાને ૭ વર્ષની સજા, આદિવાસીઓના અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર?

  • June 23, 2026
  • 9 views
Chaitar Vasava: ચૈતર વસાવાને ૭ વર્ષની સજા, આદિવાસીઓના અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર?

Telangana SBI Land Dispute: હૈદરાબાદની પાંચ એકર જમીનને લઈને તેલંગાણા સરકાર અને SBI આમને-સામને

  • June 23, 2026
  • 10 views
Telangana SBI Land Dispute: હૈદરાબાદની પાંચ એકર જમીનને લઈને તેલંગાણા સરકાર અને SBI આમને-સામને

Haryana IDFC First Bank Scam: હરિયાણામાં ૬૪૫ કરોડનું કૌભાંડ, IAS પંકજ અગ્રવાલની ધરપકડ, જ્યારે દેશના સર્વોચ્ચ અધિકારીઓ જ બની જાય લૂંટારા!

  • June 23, 2026
  • 12 views
Haryana IDFC First Bank Scam: હરિયાણામાં ૬૪૫ કરોડનું કૌભાંડ, IAS પંકજ અગ્રવાલની ધરપકડ, જ્યારે દેશના સર્વોચ્ચ અધિકારીઓ જ બની જાય લૂંટારા!

Political Representation of Women: નારી શક્તિ વંદનનો ઢોંગ, કાયદો આવ્યો પણ રાજકારણના દરવાજા મહિલાઓ માટે હજુ પણ બંધ!

  • June 23, 2026
  • 11 views
Political Representation of Women: નારી શક્તિ વંદનનો ઢોંગ, કાયદો આવ્યો પણ રાજકારણના દરવાજા મહિલાઓ માટે હજુ પણ બંધ!

Gujarat Chief Secretary Warrant: મુખ્ય સચિવ સામે વોરંટ, કચ્છ પોલીસ મથક પરથી કૂદકો માર્યો, માનવ અધિકાર ભંગના કિસ્સા વધ્યા

  • June 23, 2026
  • 12 views
Gujarat Chief Secretary Warrant: મુખ્ય સચિવ સામે વોરંટ, કચ્છ પોલીસ મથક પરથી કૂદકો માર્યો, માનવ અધિકાર ભંગના કિસ્સા વધ્યા