
iPhone 17: ભારતમાં એપલની આઇફોન 17 સીરીઝ લોન્ચ થઈ ગઈ છે. લોકો આ ફોનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. શુક્રવાર, 19 સપ્ટેમ્બરના રોજ, મુંબઈના બીકેસી જિયો સેન્ટર ખાતે એપલ સ્ટોરની બહાર લોન્ચ માટે મોટી ભીડ એકઠી થઈ ગઈ. અંધાધૂંધી સર્જાઈ, અને ઘણા લોકો એકબીજા સાથે ઝપાઝપી પણ કરી. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
લોકો વચ્ચે ઝઘડો
મુંબઈના BKC જિયો સેન્ટર ખાતે iPhone 17 સિરીઝના લોન્ચ માટે એપલ સ્ટોરની બહાર મોટી ભીડ એકઠી થઈ હતી. ભીડના કેટલાક સભ્યો વચ્ચે ઝપાઝપી થઈ હતી, જેના કારણે સુરક્ષા કર્મચારીઓને દરમિયાનગીરી કરવાની ફરજ પડી હતી. આ ઝપાઝપીનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
हम भारतियों को लाइन लगाने का बहुत शौक है,
कभी सिम कि लाइन मे कभी बैंक के लाइन मे
और अब मोबाइल फ़ोन कि लाइन मे ,एप्पल आज भारत में अपने iPhone 17 सीरीज़ की बिक्री शुरू कर दी है ,मुंबई मे आईफोन ऑफिस के सामने लगी लम्बी भीड़ ।#iPhone17
pic.twitter.com/47qvLyF3gQ— Gaurav Bharat (@ygauravyadav) September 19, 2025
નવા આઇફોન માટે ભારે ધસારો
સવારથી જ iPhone 17 ખરીદવા માટે લોકોની ભીડ લાઈનમાં લાગી હતી, અને ઘણા લોકો નવીનતમ ફોન મેળવવા માટે રાતભર રાહ જોતા હતા. Apple એ ભારતમાં આજથી તેની iPhone 17 શ્રેણીનું વેચાણ શરૂ કર્યું. એક ગ્રાહક, અમન ચૌહાણે કહ્યું, “મેં iPhone 17 Pro Max ખરીદ્યો, એક 256GB અને એક 1TB સાથે. હું મધ્યરાત્રિથી લાઈનમાં રાહ જોઈ રહ્યો હતો અને હવે મારી પાસે તે છે. તેમાં નવી સુવિધાઓ છે. નારંગી રંગ નવો છે.”
मुंबई में iPhone 17 के लिए ऐसी धक्का-मुक्की हुई जैसे फोन नहीं, मोक्ष बंट रहा हो। EMI पर खरीदेंगे… और पोस्ट करेंगे: Make India Great Again 😂 #iPhone17 #घोरकलजुग pic.twitter.com/Epf8V9ohZl
— अपूर्व اپوروا Apurva Bhardwaj (@grafidon) September 19, 2025
એપલ સ્ટોરમાં ફોન ખરીદવા આવેલા ગ્રાહકે શું કહ્યું ?
મુંબઈના બીકેસીમાં એપલ સ્ટોરમાં ફોન ખરીદવા આવેલા ગ્રાહક ઇરફાને કહ્યું, “હું નારંગી રંગનો આઇફોન 17 પ્રો મેક્સ ખરીદવા આવ્યો હતો. હું રાત્રે 8 વાગ્યાથી રાહ જોઈ રહ્યો છું…. આ વખતે કેમેરા અને બેટરીમાં ફેરફાર થયા છે, અને તેનો લુક પણ અલગ છે.” દિલ્હીના સાકેતમાં એપલ સ્ટોરની બહાર પણ લાંબી કતારો જોવા મળી હતી. એપલે આજે અહીં તેના સત્તાવાર સ્ટોર પર આઇફોન 17 શ્રેણીનું વેચાણ પણ શરૂ કર્યું.
આ પણ વાંચો:
Gandhinagar: અપહરણ કરાયેલ યુવતી પોલીસ સ્ટેશનમાં થઈ હાજર, કહ્યું- પતિ ધમકી આપતો હતો
Ahmedabad: અમદાવાદમાં હવાના પ્રદૂષણમાં ભ્રષ્ટાચારનું પ્રદૂષણ, ધૂળના કારણે અમદાવાદની હવા પ્રદૂષિત
Devayat khavad case: દેવાયત ખવડ ફરી જેલમાં, કોર્ટે જામીન અરજી ફગાવી, જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા
Ahmedabad: પગ લપસ્યો અને 128 કિલોની પત્ની પતિ પર પડી, પછી બની દુઃખદ ઘટના
The gujarat report ના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:
https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF






