
Iran-Israel War: અમેરિકા ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં ઉતરી ગયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમની વાયુસેનાએ ફોર્ડો, નટાન્ઝ અને એસ્ફહાન પરમાણુ સ્થળો પર હુમલો કર્યો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ ઈરાનના ત્રણ મુખ્ય પરમાણુ મથકો – ફોર્ડો, નટાન્ઝ અને ઇસ્ફહાન પર મોટો અને સફળ હવાઈ હુમલો કર્યો છે. અમેરિકન સેનાએ સંપૂર્ણ તૈયારી સાથે આ થાણાઓ પર બોમ્બ ફેંક્યા, જેમાં મુખ્ય લક્ષ્ય ફોર્ડો હતું.
ઈરાન પર હુમલા કર્યા પછી ટ્રમ્પે રાષ્ટ્રને સંબોધન કર્યું. તેમણે કહ્યું કે ઈરાનના અગત્યના પરમાણુ સ્થળો નાશ પામ્યા છે. ટ્રમ્પે ઈરાનને ધમકી આપતા કહ્યું કે હવે તેમણે શાંતિ રાખવી જોઈએ. જો તેઓ એવું નહીં કરે તો તેમના પર વધુ મોટા હુમલા કરવામાં આવશે. ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ અમેરિકાના હુમલાથી ખુશ થયા છે.
બીજી કોઈ સેના પાસે આવી ક્ષમતા નથી: ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે બધા ફાઇટર પ્લેન હવે સુરક્ષિત રીતે ઈરાની હવાઈ ક્ષેત્ર છોડીને તેમના બેઝ પર પાછા ફરી રહ્યા છે. તેમણે કહ્યું કે દુનિયાની બીજી કોઈ સેના પાસે આવી ક્ષમતા નથી. તેમણે તેને અમેરિકાની લશ્કરી શક્તિની મોટી સિદ્ધિ ગણાવી અને હવે શાંતિની અપીલ કરી છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ઇઝરાયલ ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે ચિંતિત છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે યુએસ એરફોર્સે B2 બોમ્બરથી ત્રણ પરમાણુ પ્લાન્ટ પર બોમ્બ ફેંક્યા છે. આ હવાઈ હુમલા બાદ અમેરિકાએ મધ્ય પૂર્વમાં સ્થિત તેના તમામ એરબેઝ પર હાઇ એલર્ટ જારી કર્યું છે. હવે સ્થાનિક સમય મુજબ ટ્રમ્પ રાત્રે 10 વાગ્યે દેશને સંબોધિત કરશે. ભારતીય સમય મુજબ તેમનું સંબોધન સવારે 7.30 વાગ્યે થશે.
ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ ઈઝરાયલના લશ્કરી અભિયાનનો નિર્ણય લેવા માટે બે અઠવાડિયાનો સમય લીધો હતો. તેમણે કહ્યું હતું કે તેઓ બે અઠવાડિયામાં આ અંગે નિર્ણય લેશે. જો કે તે પહેલા જ તેમણે હુમલો કરી દીધો છે.
13 જૂનથી ઈરાનમાં 657 લોકોનાં મોત
આજે ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનો 10 મો દિવસ છે. અમેરિકા સ્થિત માનવ અધિકાર કાર્યકર્તાઓ ન્યૂઝ એજન્સી અનુસાર, 13 જૂનથી ઈરાનમાં 657 લોકોનાં મોત થયા છે અને 2000 થી વધુ લોકો ઘાયલ થયા છે.
જોકે, ઈરાનના આરોગ્ય મંત્રાલયે ફક્ત 430 નાગરિકોનાં મોત અને 3,500 ઘાયલ થયાની પુષ્ટિ કરી છે. તે જ સમયે, ઈઝરાયલમાં ૨૪ લોકોનાં મોત થયા છે, જ્યારે 900 થી વધુ ઘાયલ થયા છે.
આ પણ વાંચો:
મોટો ખુલાસો: પાકિસ્તાને ઈરાન સામે લડવા અમેરિકાને પોતાનું એરબેઝ આપી દીધુ! | Pakistan-Iran
ભારતે કોની મિત્રતા રાખવી જોઈએ? ઈરાન કે ઈઝરાયલ? | Iran Israel War
યશસ્વી અને ગિલ પછી પંતે સદી ફટકારી, શું ભારત ઇંગ્લેન્ડમાંસર્વોચ્ચ સ્કોર બનાવશે? | Cricket
BJP માં આંતરિક વિવાદનો ભાંડો ફૂટ્યો: નાનુભાઈ વાનાણીએ સત્તાના ‘સિકંદર’ કલ્ચર પર ઉઠાવ્યા સવાલ
ગુજરાતી ભાષાની ઘોર ખોદનાર મોદી સરકારને મોડે મોડેથી ભાન આવ્યું! | Gujarati
Amit Khunt Case: DCP એ સગીરાને કહ્યું- “તું 5 ફૂટની છે અને મોડલ બનવું છે? હાક થૂ!”
મોદી નારા આપવાની કળામાં નિપુણ, ‘Make in India’ સામે રાહુલે સવાલો ઉઠાવ્યા









