
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલા ઉપર થોડા સૈનિકો લઈને હુમલો કર્યો અને ચપટીમાં અભિયાન પૂર્ણ કરી
વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમના વાઈફને પકડી જેલમાં પુરી દીધા ત્યારબાદ ત્યાંના તેલ ભંડાર ઉપર નિયંત્રણ મેળવવામાં સફળ થઈ ગયા આ વિજય બાદ તેઓને અભિમાન આવી ગયું અને ઈરાનના વિશાળ તેલ ભંડારો સપનામાં દેખાવા લાગ્યા પણ અહીં હુમલા માટે બહાનુ શોધવા લાગ્યા અને પરમાણુ હથિયાર વાળું મળી પણ ગયું ત્યાંના સુપ્રીમો ખામેઈની સાથે વાટાઘાટો ચાલતી હતી અને ઈઝરાયેલે હુમલો કરી દીધો, અમેરિકાને પણ લાગ્યું કે આપણે પણ કુદી પડીએ અને ખેલ ખતમ કરી નાખીએ ત્યારબાદ ટ્રમ્પ ગર્જના કરવા લાગ્યા અને જોત જોતામાં ઈરાનના સુપ્રીમો સહિત ટોચના નેતાઓ માર્યા ગયા ત્યારે અમેરિકાને લાગ્યુ કે હવે વેનેઝુએલાની જેમ ઈરાન હાથમાં જ છે અને ઈરાની સુપ્રીમો ખમેઈની વિરુદ્ધ લોકોમાં જુવાળ હતો તેથી ઈરાનની જનતા અમેરિકાના સમર્થનમાં આવી જશે પણ એવું બિલકુલ થયું નહિ અને ઉલટાનું લોકો અમેરિકા વિરુદ્ધ થઈ ગયા, માસૂમ બાળકીઓના મોત થયાની ઘટનાએ સૌને હચમચાવી દીધા ઇરાને પણ ઝુક્યા વગર વળતા જોરદાર પ્રહાર ચાલુ રાખ્યા અને અમેરિકાનું બજેટ ખોરવી નાખ્યું જે વેનેઝુએલા ઇઝીલી મળી ગયું તેવું અહીં થયું નહિ અને ઈરાને રણનીતિ વાપરી વિશ્વભરના જહાજો જ્યાંથી નીકળતા હતા તે હોર્મુઝ સ્ટ્રેટ માર્ગ જ બંધ કરી આખી દુનિયાનું અર્થતંત્ર ખોરવી નાખ્યું છે હવે જે થોડું ઘણું ગાડું ગબડે છે તે બીજો મહત્વનો દરિયાઈ માર્ગ બાબ-અલ-મંદેબ સ્ટ્રેટને બંધ કરવાની ચેતવણી અપાઈ છે આ ચેતવણી હૂતી વિદ્રોહીઓએ આપી છે અને ઈરાનને ખુલ્લું સમર્થન જાહેર કરી અમેરિકાને ધમકી આપી છે.
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યમનના હૂતી વિદ્રોહીઓએ ચેતવણી આપી છે કે જો અમેરિકા અને ઈઝરાયલ ઈરાન પર હુમલા વધારશે, તો તેઓ યુદ્ધમાં ઉતરશે, હૂતી પ્રશાસનના એક અધિકારીએ જણાવ્યું કે યમન ઈરાનના સમર્થનમાં યુદ્ધમાં સામેલ થઈ શકે છે. અધિકારીએ તેને ધાર્મિક, નૈતિક અને માનવીય જવાબદારી ગણાવી હતી. હૂતીઓએ કહ્યું કે જો પરિસ્થિતિ વધુ વણસશે, તો તેઓ બાબ-અલ-મંદેબ સ્ટ્રેટને બંધ કરવાનો વિકલ્પ વિચારશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ દરિયાઈ માર્ગ ગ્લોબલ શિપિંગ માટે અત્યંત મહત્વનો છે અને તેના બંધ થવાથી આંતરરાષ્ટ્રીય વ્યાપાર પર મોટી અસર પડી શકે છે, બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ (Bab-el-Mandeb) એ લાલ સમુદ્ર અને એડનના અખાત (હિંદ મહાસાગર) ને જોડતો, યમન અને આફ્રિકા વચ્ચેનો અત્યંત વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ છે, જે વિશ્વના 30% થી વધુ તેલ અને ગેસના વેપાર માટે મહત્વપૂર્ણ છે. આ સાંકડો માર્ગ સુએઝ કેનાલ અને એશિયા-યુરોપ વચ્ચેના ટૂંકા વેપાર માટે અનિવાર્ય છે, જે વૈશ્વિક ઊર્જા સુરક્ષા અને દરિયાઈ વાણિજ્યમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
આ માર્ગમાંથી દરરોજ અંદાજે 6.2 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલ અને રિફાઈન્ડ પેટ્રોલિયમ ઉત્પાદનોનું પરિવહન થાય છે, જે વૈશ્વિક દરિયાઈ તેલ વેપારનો મોટો હિસ્સો છે, આ માર્ગ એશિયા (ભારત, ચીન) અને યુરોપ/અમેરિકા વચ્ચેનો સૌથી ટૂંકો દરિયાઈ માર્ગ છે, યમનમાં હૂતી વિદ્રોહીઓની ધમકીઓ અને આંતરરાષ્ટ્રીય સંઘર્ષોને કારણે આ વિસ્તાર સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ મનાય છે, આ સાંકડો કોરિડોર માત્ર 30 કિમી પહોળો હોવાથી, અહીંની કોઈપણ અસ્થિરતા વૈશ્વિક તેલના ભાવમાં મોટો ઉછાળો લાવી શકે છે.
હવે રહી વાત આ માર્ગ ખોલવાની તો કોઈનું કઈ ગજું નથી કારણ કે ટ્રમ્પ હોર્મુઝ સ્ટ્રેટ માટે પણ મોટા મોટા બણગાં ફૂંકતા હતા અને ચપટી વગાડતા જ હું આ માર્ગ ખોલાવી નાખીશ તેવી વાતો કરતા હતા પણ તેઓ કઈ કરી શક્યા નથી તે આખુ જગત જાણે છે કારણકે તેઓએ અન્ય દેશો પાસે આ માર્ગ ખોલવા સહાય માંગી પણ કોઈએ આપી ન હતી હવે જો આ બીજો મહત્વનો માર્ગ બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ (Bab-el-Mandeb)જો બંધ થઈ જાય તો તેની સમગ્ર વિશ્વ ઉપર શુ અસર પડશે તેની ટ્રમ્પ અને ઈઝરાયેલને ખબર નથી કારણકે તેમને શુ ફરક પડવાનો છે? તેઓ વિશ્વનું નુકશાન થોડા ચૂકવવાના છે?
આમ,પહેલા ટેરીફનો ઉપાડો લીધો તેમાં અમેરિકાની સુપ્રીમ કોર્ટ ટ્રમ્પને કાબુમાં લીધો ત્યારે હવે યુદ્ધ ઉપર ઉતરી આવ્યો અને હવે થાક્યો એટલે સમાધાનના ગપ્પા મારીને ટાઈમ પાસ કરે છે પણ તેના આ ટાઈમપાસે વિશ્વના દેશોની કમ્મર તોડી નાખી છે હવે બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પણ બંધ કરવાની નવી ધમકીએ સમગ્ર વિશ્વનું ટેન્શન વધારી દિધુ છે.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!








