
Israel fire: ઇઝરાયલના જેરુસલેમ શહેરના બહારના વિસ્તારમાં એક ભયંકર આગ ભભૂકી ઉઠી છે. એશ્તાઓલના જંગલ વિસ્તારમાં લાગેલી પવન સુસવાટા સાથે આગળ વધી રહી છે. આનાથી ઘણા રસ્તાઓ પ્રવાવિત થયા છે. લોકો પોતાના વાહનો છોડી ભાગી રહ્યા છે.
સરકારે સ્થિતિને કાબૂમાં લેવા સેના ઉતારવી પડી
ઇઝરાયલી સરકારે તાત્કાલિક કાર્યવાહી કરી છે સરકારે સ્થિતિને કાબૂમાં લેવા સેના ઉતારવી પડી છે. સાથે સાથે ઈમરજન્સી સેવા ચાલુ કરાવી દીધી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે, અને સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને ઘણા રહેણાંક વિસ્તારોને અસ્થાયી રૂપે ખાલી કરાવવામાં આવ્યા છે.
ટ્રાફિક અને સંદેશાવ્યવહાર પ્રભાવિત
આગની તીવ્રતાને ધ્યાનમાં રાખીને જેરુસલેમ અને તેલ અવીવને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ-1 બંધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કોઈપણ પ્રકારની દુર્ઘટના ટાળવા માટે રેલ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે.
સરકારે પરિસ્થિતિનું નિરીક્ષણ અને સંકલન કરવા માટે એશ્તાઓલ વિસ્તારમાં એક ખાસ કમાન્ડ સેન્ટર સ્થાપ્યું છે, જ્યાં રાહત પ્રયાસોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ કેન્દ્રની મુલાકાત લેવા માટે બે વરિષ્ઠ મંત્રીઓ પણ સ્થળ પર રવાના થયા છે.
આગ પર કાબુ મેળવવા માટે ભારે પ્રયાસો ચાલી રહ્યા છે
ઇઝરાયલની ફાયર વિભાગે આગ ઓલવવા માટે અત્યાર સુધીમાં 63 ફાયર બ્રિગેડ અને 11 ફાયર ફાઇટિંગ એરક્રાફ્ટ તૈનાત કર્યા છે. વિભાગના જણાવ્યા અનુસાર, આગ ઓછામાં ઓછી પાંચ અલગ અલગ જગ્યાએ ફેલાઈ ગઈ છે, જેના કારણે પરિસ્થિતિ વધુ વિકટ બની છે. જેથી તંત્રએ આગ પર કાબૂ મેળવવા સતત પ્રયાસ કરી રહી છે. જોકે હજુ સુધી આગ કાબૂમાં આવી નથી.
રાહત કાર્ય ચાલુ છે
સ્થાનિક વહીવટીતંત્ર અને બચાવ કાર્યકરોએ લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને ફક્ત સત્તાવાર સ્ત્રોતો પાસેથી જ માહિતી મેળવવાની અપીલ કરી છે. પ્રાદેશિક હોસ્પિટલોને એલર્ટ કરવામાં આવ્યા છે, જોકે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.
સરકારે એવો પણ સંકેત આપ્યો છે કે જો પરિસ્થિતિ કાબુમાં નહીં આવે તો વધુ સંસાધનો પૂરા પાડવામાં આવશે.
ઇઝરાયલ: જેરુસલેમના જંગલોમાં ભીષણ આગ લાગી#Israel #Jerusalem #viralvideo pic.twitter.com/LpYXSTqF52
— The Gujarat Report (@TGujarat_Report) April 30, 2025
આ પણ વાંચોઃ
Hajj Yatra: હજ યાત્રી આ ભૂલ કરશે તો સાઉદી અરેબિયા 4.5 લાખનો દંડ ફટકારશે!
Surat: 11 વર્ષિય વિદ્યાર્થીને લઈને ભાગેલી શિક્ષિકા શામળાજી પાસેથી ઝડપાઈ
Bangladesh: દેશદ્રોહના કેસમાં જેલમાં બંધ હિંદુ સંત ચિન્મય કૃષ્ણ દાસને મળ્યા જામીન
જર, જમીન ને જોરુ, કજિયાનાં છોરું: ગોંડલમાં આ છે ઝઘડાના મૂળ?, જુઓ વીડિયો
સીમા હૈદર પાકિસ્તાનનો કચરો, પાછી મોકલવી જોઈએ, મિથિલેશ ભાટી ગુસ્સે ભરાઈ
Junagadh: અમદાવાદની જેમ જૂનાગઢમાં મોટું દબાણ હટાવવાનું કામ, આ બેઘરોને છત કોણ આપશે?