
Israeli army ordered to use iPhones: ગોપનીયતાનું કારણ આગળ ધરી હવેથી ઇઝરાયલી સેના (IDF)ના વરિષ્ઠ અધિકારીઓ હવે એન્ડ્રોઈડ ફોન વાપરી નહીં શકે. લેફ્ટનન્ટ કર્નલ અને તેનાથી ઉપરના રેન્કના બધા કમાન્ડર હવે ફક્ત iPhones જ વાપરવા ફરમાન કરાયું છે અને એન્ડ્રોઇડ ફોન પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દેવાયો છે.
ઇઝરાયલના આર્મી રેડિયો અને જેરુસલેમ પોસ્ટ દ્વારા સામે આવેલા અહેવાલોમાં જણાવાયું છે કે,એન્ડ્રોઇડ ફોન ‘હેકિંગ’ માટે વધુ જોખમી હોય દુશ્મનો સરળતાથી આ ફોન હેક કરી શકે છે અને પર્સનલ ડેટા ચોરી શકે છેજેના ખતરનાક પરિણામ આવે છે
છેલ્લા કેટલાક વર્ષોમાં, ઇઝરાયલી સૈનિકોને ‘હની ટ્રેપ’નો શિકાર બનાવવામાં આવ્યા છે. આમાં છોકરીઓના નકલી એકાઉન્ટ્સથી ચેટ શરૂ કરવામાં આવે છે અને પછી ફોનમાં વાયરસ નાખવામાં આવે છે. આના કારણે, સૈનિકોની લોકેશન અને બીજી મહત્વપૂર્ણ માહિતી લીક થઈ જાય છે. અહેવાલમાં જણાવાયું હતું કે, સૈન્ય આઇફોનને વધુ સુરક્ષિત માને છે કારણ કે તે એક ક્લોઝ સિસ્ટમ છે.આઈફોનમાં એપ્લિકેશનો સરળતાથી ઇન્સ્ટોલ થઈ શકતી નથી જ્યારે એન્ડ્રોઇડ ફોન ઘણીબધી કંપનીઓ દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે જેમાં કોઈપણ એપ્લિકેશન આસાનીથી ડાઉનલોડ કરી શકાય છે. પરિણામે,વાયરસ અને સ્પાયવેરનું જોખમ વધી જાય છે.
અગાઉ ગૂગલે એક દાવો કર્યો કે, તેનો પિક્સેલ ફોન આઇફોન કરતા વધુ સુરક્ષિત છે.યુએસ સેનાએ પણ પિક્સેલ ફોનને મંજૂરી આપી હતી. ગૂગલે જણાવ્યું હતું કે, તેના ફોનમાં ખાસ ફીચર છે જે સરકારી ઉપયોગ માટે સૌથી યોગ્ય છે. જો કે, ઇઝરાયેલી સૈન્યએ આ દાવાઓને અવગણ્યા અને આઇફોન પસંદ કર્યો.આ નિર્ણય અચાનક લેવામાં આવ્યો ન હતો. સેનાએ અગાઉ તેના અધિકારીઓને નકલી મેસેજ અને કોલ્સથી કેવી રીતે બચવું તેની તાલીમ આપી હતી. સૈનિકો સતર્ક રહે તે માટે મોકડ્રિલ પણ રાખવામાં આવી હતી.
આઇફોનનું ક્લોઝ ઇકોસિસ્ટમ સૌથી સુરક્ષિત (ખાસ કરીને લશ્કરી અને સરકારી હેતુઓ માટે) માનવામાં આવે છે.
પર્સનલ ફોન તરીકે iPhone વાપરવો કે Android? જોકે, અધિકારીઓ એન્ડ્રોઇડ મોબાઈલને તેમના પર્સનલ ફોન તરીકે રાખી શકે છે પરંતુ દેશની સુરક્ષા માટે ગોપનીયતા જળવાઈ રહે તે માટે સરકારી કામકાજ (લશ્કરી અને સરકારી હેતુઓ) દરમ્યાન માત્ર આઇફોન વાપરવા ફરમાન થયું છે.
આ પણ વાંચો:
Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!







