
- ચાકસુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં જ પોલીસે રોમિયોને દબોચ્યો
Jaipur Viral Video | જયપુરમાં વાયરલ એક વીડિયોએ ભારે હોબાળો મચાવ્યો હતો જેમાં કેટલીક વિદ્યાર્થીનીઓની મોટરસાયકલ ઉપર આવેલો એક યુવક રસ્તામાં છેડતી કરે છે અને તેનો વિરોધ કરતાં રોમિયો વિદ્યાર્થીનીને થપ્પડ મારે છે અને પછી શરૂ થાય છે ચપ્પલનો મારો! આ ઘટના ચાકસુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી.
વિગતો મુજબ રૂપવાસ ગામનો રહેવાસી વિકાસ ચૌધરી (26) નામનો એક યુવક કોચિંગ ક્લાસમાં જતી વિદ્યાર્થીનીઓની છેડતી કરી હતી.
આ ઘટના પહેલી ઓક્ટોબરના રોજ બપોરે ૨ વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે ત્રણ વિદ્યાર્થીનીઓ પુરાણા ટોંક રોડ પર આવેલી તેમની કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં જઈ રહી હતી તે સમયે મોટરસાઇકલ પર સવાર વિકાસ ચૌધરી પાછળથી તેમની પાસે આવ્યો અને અભદ્ર ટિપ્પણીઓ કરી છેડતી શરૂ કરી હતી જોકે, શરૂઆતમાં વિદ્યાર્થીઓએ તેની અવગણના કરી, પરંતુ જ્યારે તે યુવક વારંવાર પાછળ ફરીને છેડતી કરતો રહ્યો, ત્યારે તેમાંથી એક વિદ્યાર્થીનીએ ગુસ્સાથી પોતાનો ચંપલ કાઢી ઘા કરતા રોમિયોએ વિદ્યાર્થીનીને લાફો માર્યો હતો તેમછતાં તેણે ગભરાયા વગર રોમિયોનો હીંમતથી સામનો કરી રોમિયોના મોઢા ઉપર ચંપલો માર્યા હતા.
આ ઘટના ત્યાં હાજર લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કરી વાયરલ કરતા થોડી જ સેકન્ડોમાં આ વીડિયો વાયરલ થઈ ગયો હતો, વીડિયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે યુવક વિદ્યાર્થીનીને થપ્પડ મારી ઝપાઝપી કરી રહ્યો છે જેને વિદ્યાર્થીની ચપ્પલથી ફટકારે છે.
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવતા ડીસીપી દક્ષિણ રાજર્ષિ રાજે તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો અને 72 કલાકની જહેમત પછી પોલીસે આરોપીને તેના ગામ રૂપવાસ (ચાકસુ) માં ધરપકડ કરી હતી ધરપકડ બાદ જ્યારે વિકાસ ચૌધરીની પૂછપરછ કરવામાં આવી, ત્યારે તેણે કહ્યુ કે “હું ફક્ત મજાક કરી રહ્યો હતો હું તે છોકરીઓને ઓળખતો પણ નથી અને મારો કોઈ સાથે કોઈ ઝઘડો નહોતો.”
જોકે,પોલીસે રોમિયો સામે કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો:
Bihar Election 2025: બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત, કેટલા તબક્કામાં, ક્યારે થશે મતદાન?
પત્રકારો ભ્રષ્ટ થવા પાછળ આખરે જવાબદાર કોણ?| Journalism | Corruption Part – 2
UP: 75 વર્ષિય સંગરુ રામના લગ્ન પછી થયેલા મોત અંગે મોટો ખૂલાસો, કારણ જાણી ચોકી જશો!








