Viral Video: ‘તારુ ગળું દબાવી દઈશ, મેહરાજ મલિક તારે શું લાગ છે?’, પત્નીએ MLAને ટેકો આપતાં પતિ કેમ રોષે ભરાયો?

  • India
  • September 10, 2025
  • 0 Comments

Viral Video: જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં AAPના ધારાસભ્ય મેહરાજ મલિકની જાહેર સલામતી કાયદા (PSA) હેઠળ ધરપકડથી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. મંગળવારે (9 સપ્ટેમ્બર) તેમના પિતા અને પરિવારના અન્ય સભ્યો મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાને મળવા ગયા હતા. ઓમર અબ્દુલ્લાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ બેઠકની તસવીરો શેર કરી અને કહ્યું કે ધારાસભ્ય સામે PSAનો ઉપયોગ સંપૂર્ણપણે ખોટો છે અને નિવારક અટકાયતની સત્તાનો દુરુપયોગ છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે મેહરાજને મુક્ત કરવો જોઈએ અને આ મામલે વહીવટીતંત્રનું વલણ અયોગ્ય છે.

ત્યારે હવે ધારાસભ્ય મેહરાજના સમર્થનમાં હજારો લોકો ઉતર્યા છે. ધારાસભ્યની ધરપકડને ગેરકાયદેસર ગણવવામાં આવી રહી છે. ધરપકડને લઈ એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ધારસભ્યનું પત્નીએ ધારાસભ્યને ટેકો આપતાં પતિ-પત્ની ઝઘડી પડ્યા હતા.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક પત્ની મેહરાજ મલિકના સમર્થનમાં લાઈવ કરવા બેસે છે. ત્યારે તેની પાછળ તેનો પતિ આવી ચઢે છે અને ધમકાવે છે. પત્ની કહે છે મેં શું ખોટું કર્યું?, ત્યારે પતિ સામે સવાલ કરે છે તું શું લાઈવ કરે છે?. ત્યારે પત્ની જવાબ આપે છે કે શું હું લાઈવ ના કરી શકું?, આટલું બોલતાં જ પતિ ગુસ્સે ભરાઈ જાય છે અને કહે છે મેહરાજ મલિક તારે શું લાગ છે?, બુધ્ધિ વગરની કહી ફોન ઝૂંટવવાનો પ્રયાસ કરે છે અને કહે છે બકવાસ બંધ કરી નહીં તો તારી ગરદન દબાવી દઈશ. પતિ અંતે લાઈવ કરવા દેતો નથી. પત્નીનું કહેવું છે કે પતિ સચ્ચાઈને સાથ આપવા દેતો નથી. હાલ તો આ વીડિયો સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થયો છે.

લોકો  સોશિયલ મિડિયા પર દાવો કરી રહ્યા છે કે મહિલાના પતિને સરકારી નોકરી હશે. જેથી પતિ પર દબાણ હશે. સરકારી કર્મચારી હોય તો ડોડાના ડિસ્ટ્રિક્ટ કમિશનરથી ડરતા હોય શકે છે.

મેહરાજ મલિકની ધરપકડ કેમ?

આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય મેહરાજ મલિકની જમ્મુ અને કાશ્મીરમાં જાહેર સલામતી કાયદા (PSA) હેઠળ ધરપકડ કરવામાં આવી છે. તેમને ભદરવાહ જિલ્લા જેલમાં ખસેડવામાં આવ્યા છે. ડોડાના ધારાસભ્ય મલિક પર અધિકારીઓ સાથે ગેરવર્તન કરવાનો, યુવાનોને ઉશ્કેરવાનો અને રાહત કાર્યમાં અવરોધ લાવવાનો આરોપ છે. પોલીસે મલિક વિરુદ્ધ 18 FIR અને અનેક જાહેર ફરિયાદોનો પણ ઉલ્લેખ કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે જાહેર વ્યવસ્થા જાળવવા માટે અટકાયત જરૂરી હતી. મલિક એવા પહેલા વર્તમાન ધારાસભ્ય છે જેમની PSA હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો:

‘તંત્ર ગુંડાગીરી પર આવ્યું’, પોલીસે AAP ધારાસભ્યની કેવી રીતે કરી ધરપકડ? | Doda | Mehraj Malik

‘મોદી પંજાબનું અપમાન કરી જતાં રહ્યા, 60 હજાર કરોડને બદલે 1600 કરોડ આપ્યા’, પંજાબનો ગુસ્સો આસમાને | PM Modi | Punjab Insult

PM Modi: મોદીની ફરી ફજેતી કરી નાખી!, ટ્રમ્પ સલાહકારે કહ્યું મોદી પુતિન-જિનપિંગ સાથે બેડ પર….

Related Posts

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા
  • September 16, 2026

Manusmriti and BR Ambedkar: 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું બંધારણ અપનાવવામાં આવ્યું તેના બે દિવસ પહેલાં સમાજ સુધારક અને કોંગ્રેસ નેતા કેશવરાવ જેધેએ ડૉ. બી.આર. આંબેડકર અને તેમના સાથીઓને બંધારણ…

Continue reading
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા
  • September 16, 2026

Noise Pollution India: દિલ્હીના કિલોકરી વિસ્તારમાં જાણીતા મણિપુરી સંગીતકાર, શિક્ષક અને રૉક બૅન્ડ ફીનિક્સના ગિટારિસ્ટ ચોંગથામ વિક્રમ સિંહની હત્યાએ ભારતમાં વધતા ધ્વનિ પ્રદૂષણ અને જાહેર સ્થળે અવાજના ઉપયોગ અંગે ગંભીર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 2 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 3 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 8 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 7 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 10 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત