
Journalist Jagdish Mehta: સૌરાષ્ટ્રના જાણીતા પત્રકાર જગદીશ મહેતા સામે આદિવાસી સમાજનો રોષ ભભૂકી ઊઠ્યો છે. તેમના દ્વારા આદિવાસી સમાજ વિશે કરવામાં આવેલા કથિત અપમાનજનક નિવેદનોને લઈને સ્થાનિક આદિવાસી સમુદાયે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાવી છે. જો કે આદિવાસી સમાજે વિરોધ કરતા પત્રકાર જગદીશ મહેતાએ માફી પણ માંગી છે તેમ છતા આદિવાસી સમાજનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. આ ઘટનાએ સ્થાનિક રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
જગદીશ મહેતા વિરુદ્ધ પોલીસ સ્ટેશનોમાં આવેદનપત્રો આપવાનો દોર શરૂ
આદિવાસી વિસ્તારમાં તેમના વિરુદ્ધ પોલીસ સ્ટેશનોમાં આવેદનપત્રો આપવાનો દોર શરૂ થઈ ગયો છે. લગભગ 10 જેટલા પોલીસ સ્ટેશનોમાં જગદીશ મહેતા સામે આવેદનો આપવામાં આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે હવે આ મામલે કોંગ્રેસ પણ જગદીશ મહેતાની સામે પડ્યું છે કોંગ્રેસ નેતાઓ દ્વારા પણ આ મામલે આવેદન આપીને જગદીશ મહેતા સામે આદિવાસી સમાજના અપમાન બદલ એટ્રોસિટી એક્ટ(SC ST Act) હેઠળ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
યુથ કોંગ્રેસ પ્રમુખ તુષાર કામડી દ્વારા અપાયું આવેદનપત્ર
મળતી માહિતી મુજબ ડાંગમાં આદિવાસી યુવાન અને ડાંગ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ તુષાર કામડી દ્વારા વઘઈ મામલતદારને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, તારીખ: 22/07/2025 ના રોજ નિર્ભય સમાચાર ના માધ્યમ થી એક વિડિઓ જાહેર થયો હતો , જેમાં સમાચારના એંકર તેમજ વરિષ્ટ પત્રકાર જગદીશ મેહતા , આદિવાસી સમાજ ના કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી વિશે અને આદિવાસી સમાજ વિશે અયોગ્ય ટિપ્પણીઓ કરી હોવાનો આરોપ છે તેમણે તુષાર ચૌધરીની દૈનિક જીવનને રજૂ કરતા કહ્યું હતું, કે ક્યાં મોટા બંગલા અને હાઇફાઇ લાઇફ સ્ટાઇલ જીવતા તુષાર ભાઈ ચૌધરી અને ક્યા જંગલ માં રહેતા તીર કાંમઠા લઈ ને પ્રાણી ઓ સાથે બાધતા આદિવાસીઓ તેમ કહી આદિવાસી સમાજની ઓળખ આપતા અયોગ્ય ભાષાનો ઉપયોગ કર્યો જેમાં આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, અને આદિવાસી સમાજ ખુબજ રોષે ભરાયો છે, આવેદન મારફતે આવનાર સમયમાં પૂતળા દહન થી લઈ યોગ્ય કાર્યવાહી થઈ શકે માટે ની રજા મંજૂરી માંગતા જગદીશ મેહતા વિરુદ્ધ યોગ્ય કડક પગલા લેવામાં આવે તેની માંગ ઉઠી છે. તેમજ તેમના દ્વારા એવી ચીમકી પણ આપવામાં આવી છે કે, જો જગદીશ મહેતા સામે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.
આ આવેદન દરમિયાન યુથ કોંગ્રેસ પ્રમુખ ડાંગ તુષાર આર કામડી, પ્રદેશ મહામંત્રી તબરેઝ અહેમદ, વઘઈ પૂર્વ સરપંચ મોહનભાઈ ભોયે,વઘઈ તાલુકા યુવા પ્રમુખ વિકાસ ભાયે ડાંગ યુવા કોંગ્રેસના કાર્યકર્તા અંકિત ભોયે, નીતિન ભોયે, રોહિત, મીત, નિકુંજ ઉપસ્થિત રહ્યા હતા.
તુષાર ચૌધરીએ વ્યારા પોલીસ સ્ટેશનમાં અરજી આપી
આદિવાસી સમાજ પર ટિપ્પણી બદલ પત્રકાર જગદીશ મહેતા અને નિર્ભય ન્યૂઝના ગોપી ઘાંઘર પર એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવા તુષાર ચૌધરીએ વ્યારા પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે.
જગદીશ મહેતા સામે એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી થશે?
આ વિવાદે ફરી એકવાર મીડિયા અને જાહેર વ્યક્તિઓ દ્વારા સમાજના સંવેદનશીલ મુદ્દાઓ પર ટિપ્પણી કરતી વખતે સાવચેતી રાખવાની જરૂરિયાતને ઉજાગર કરી છે. આગામી દિવસોમાં આ મામલે પોલીસ અને સંબંધિત અધિકારીઓ શું પગલાં લે છે, તેના પર સૌની નજર રહેશે.
આ પણ વાંચોઃ
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી! જાણો હવામાન વિભાગની આગાહી
Sabarkantha: તલોદ શહેરમાં કંકોડા શાકભાજીની શરૂઆત, જાણો તેના ફાયદા
Ajab Gjab: મહિલાએ એકસાથે 5 બાળકોને આપ્યો જન્મ, જાણો ક્યાનો છે આ ચોંકાવનારો કિસ્સો