
Junagadh accident: ગુજરાતમાં લોકોનો રફ્તારનો કહેર લોકોના જીવ લઈ રહ્યો છે. ત્યારે જૂનાગઢ-ધોરાજી રોડ પર એક ભયાનક અકસ્માત થયો હતો. જેમાં ત્રણ મિત્રોના મોત થયા છે. બાઈક અને બોલેરો કાર વચ્ચે સામસામે અથડાઈ હતી. ત્રણેય યુવાન સાથે ઉર્સમાંથી પરત ફરતી વખતે આ ઘટના બની હતી. આ યુવાનો સરગવાડા ગામના હતા. ત્યારે આજે તેમની 3ની અંતિમ યાત્રા નીકળી હતી.
સરગવાડા ગામના ત્રણ મિત્રો ઉર્સના પ્રસંગમાં ગયા હતા. ત્યારબાદ તેઓ આજે સવારે ત્રણેય બાઈક પર સવાર થઈ ગામમાં પરત આવી રહ્યા હતા. ત્યારે જૂનાગઢ-ધોરાજી રોડ બાઈક અને કાર સામસામે અથડાયા હતા. જેમાં બાઈક સવાર ત્રણેય મિત્રોના મોત થઈ ગયા હતા. ત્રણયે મિત્રોના મોત થતાં પરિવારજનોમાં ભારે આક્રંદ છે. ગ્રામજનોની પણ આંખો ભીની થઈ ગઈ છે.
આજે ત્રણેયનો એક સાથે દફનવિધિ માટે જનાજો નીકળ્યો હતો. અકસ્માતમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ આવા અકસ્માતો એક ચિંતાનો વિષય બન્યો છે. વાહનચલાકો બેફામ રીતે પોતાના વાહન ચલાવી લોકોને મોતના મુખમાં ધકેલી રહ્યા છે. ઘણીવાર ટ્રાફિક નિયમનો પાલન થતું નથી. જેના કારણે પણ અકસ્માતનો ભોગ નિર્દોષ લોકો બને છે. બાઈક પર માત્ર બે સવારી હોય છે પણ ઘણીવાર લોકો બેથી વધુ લોકો સવાર થઈ જતાં હોય છે. તે પણ હેલ્મેટ પહેર્યા વગર. આવા લોકો જાતે જ મોતને નોતરું આપે છે. ત્યારે એક જાગૃત પોતાને સમજવું પડશે કે રફતારની ગેનમાં આવ્યા વગર ટ્રાફિક નિયમનો પાલન કરીએ. તો જ અસ્માત થતાં ઓછા થઈ શકે છે.
મૃતક યુવાનો નામ
આમિર મામદભાઈ અબડા,
અલ્ફેઝ હનીફભાઈ કાઠી
અરમાન મકસુદબાપુ સૈયદ
આ પણ વાંચો:
Rajkot: દશા માતાના નામે ધતિંગ કરતી વધુ એક ભૂવી ઝડપાઈ, વિજ્ઞાન જાથા દ્વારા પર્દાફાશ, ભક્તોમાં રોષ
Surat AAP protest: સુરતને અસામાજિક તત્વોનો અડ્ડો બનતાં રોકવા AAPની માંગ, કમિશ્નરને આવેદન
Bihar: 4 બાળકો સહિત 5 જીવતાં સળગ્યા, 15 ગુમ, મુઝફ્ફરપુરની ઝૂંપડપટ્ટીમાંઆગ