
Junagadh: ત્રણ દિવસ પહેલા જૂનાગઢમાંથી ગુમ થયેલા મહાદેવભારતી બાપુ ઇટવા ઘોડી જંગલમાંથી મળ્યા છે. તેમને સારવાર અર્થે જૂનાગઢની સિવિલ હોસ્પિટમલાં ખસેડવામાં આવ્યા છે. તેમણે તેમના ત્રણ શિષ્યો પર માનિસક હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે. જેથી આ મામલે હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તેમને લખેલી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે.
ભવનાથ ક્ષેત્રમાં આવેલા ભારતી આશ્રમના લઘુમહંત 1008 મહામંડલેશ્વર મહાદેવભારતી 2 નવેમ્બરે વહેલી સવારના 3.47 વાગ્યે 5 પાનાની સ્યુસાઈડ નોટ લખી આશ્રમમાંથી ગુમ થયા હતાં. બાપુએ લખેલી સુસાઇડ નોટ મળ્યા બાદ પોલીસ અને સંતોએ શોધવાનું શરુ કર્યું હતુ. ત્રણ દિવસની લાંબી શોધખોળ ચાલી હતી. મની તપાસ માટે કુલ 300થી વધુ કર્મચારીઓ જોડાયા હતા.
ત્યારે તેઓ ઈટવા ઘોડી જંલગલ વિસ્તારમાંથી મળી આવ્યા હતા. તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યા તેમને મળવા સંતો દોડી ગયા હતા. જોકે મહાદેવભારતી બાપુએ તેમના શિષ્ય પર ગંભીર આરોપ લગાવતાં પોલીસે તપાસ તેજ કરી છે. મહાદેવભારતી બાપુએ હિતેશ, કૃણાલ અને પરમેશ્વર ભારતી પર માનસિક હેરાનગરતીનો આરોપ લગાવ્યો છે.
આ પણ વાંચો:
Junagadh: આશ્રમમાં મહાદેવ ભારતી બાપુ સ્યુસાઈડ નોટ લખી ગુમ થયા, પોલીસ તપાસ ચાલુ
Vote Scam: વોટ ચોરી મામલે ગોલી માર ઠાકુર બાદ “ઉર્જાવીર” ભંડારીએ ભાજપને ભેખડે ભેરવ્યું
Dev Deepavali: આજે દેવ દિવાળી, જાણો દિવાળી-દેવ દિવાળી વચ્ચેનો તફાવત?








