
Junagadh: વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ અનાજ માફીયાઓ સામે મોરચો માંડ્યો છે. ગોપાલ ઈટાલિયાએ વિસાવદરમાં કરોડોના અનાજ ચોરીની આરોપ લગાવ્યો છે તેમણે આ મામલે ગઈ કાલે વિસાવદર પોલીસ મથકે ફરિયાદ નોંધવવા માટે ગયા હતા પરંતુ પોલીસ ફરિયાદ ન લેતા તેમણે પોલીસ સ્ટેશનની બહાર જ ધરણા શરુ કરી દીધા તા આ દરમિયાન પોલીસે ફરિયાદ ન લેતા ગોપાલ ઈટાલિયાએ આખું પોલીસ સ્ટેશન માથે લીધું હતું.
વિસાવદર પોલીસ સ્ટેશન બહાર ગોપાલ ઈટાલિયાના ધરણાં
ગોપાલ ઈટાલિયાનો આક્ષેપ છે કે, વિસાવદર પંથકમાં અનાજ માફિયાઓ ગરીબોને મળતું અનાજ બારોબાર વેચી નાખવામાં આવે છે. ગોપાલ ઈટાલિયાનો આક્ષેપ છે કે, આ સમગ્ર કૌભાંડ પાછળ અનાજ માફિયાઓને સત્તારૂઢ પક્ષનું ખુલ્લું સમર્થન મળે છે.આ મામલે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ અનાજ માફિયાઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરવાની માંગ સાથે ધરણા શરૂ કર્યા છે.
ગોપાલ ઈટાલિયાના આક્ષેપ
આ મામલે ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતુ કે, વિસાવદરમાં કરોડોના અનાજની ચોરી થઈ છે, સરકાર દ્વારા જૂન અને જુલાઈ મહિનાનું ભેગું અનાજ આપવામાં આવ્યું હતું પણ વિસાવદર અને ભેંસાણ અનાજ માફીયાઓ દ્વારા ગરીબોના બંને મહિનાના અંગૂઠા લઈને થોડુંક અનાજ આપીને બાકીનું સગેવગે કરી નાખ્યું હતું. ત્યારે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા સહિત આમ આદમી પાર્ટીની ટીમ આ બાબતે ફરિયાદ લખાવવા ફરી રહ્યા હોવા છતાં પોલીસ FIR લખવા તૈયાર ન થતા ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને સમગ્ર ટીમ FIR લખાવવાની માંગ સાથે વિસાવદર પોલીસ સ્ટેશન બેસી ગયા હતા.
આ પણ વાંચો:
Kheda: દારુ કેસમાંથી બચાવવા ખેડા LCBનો પોલીસકર્મી 25 હજારની લાંચ લેતાં ઝડપાયો, જુઓ પછી શું થયા હાલ?
Lumpy virus in Gujarat: ગુજરાતના પશુપાલકો માટે માઠાં સમાચાર, ફરી આવ્યો આ ખતરનાક વાયરસ