Supreme Court: ભાજપના નેતા વિરુદ્ધ ચુકાદો આપનાર જજની બદલી થઈ જાય છે!! સુપ્રીમ કોર્ટના જજે કરેલા નિવેદનથી ખળભળાટ!

  • India
  • January 25, 2026
  • 0 Comments

●ભાજપના એક મંત્રી સામે કડક વલણ અપનાવનાર જસ્ટિસ અતુલ શ્રીધરનની બદલી કરી નાખવામાં આવી હતી

●સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઉજ્જલ ભુઈયાએ ન્યાય તંત્રમાં સરકારની દખલગીરી અને કોલેજિયમ પર સવાલ ઉઠાવી કહ્યુ કે “લોકશાહીના માળખા સામે જોખમ ઉભું થયું છે!”

Supreme Court: સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઉજ્જલ ભુઈયાએ ન્યાયતંત્રની આંતરિક કામગીરી અને જજોની બદલીની પ્રક્રિયા(કોલેજિયમ સિસ્ટમ) પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને તેઓએ આ પ્રક્રિયાને લોકશાહીના માળખા સામે જોખમરૂપ ગણાવ્યું છે.

તેઓએ ઉમેર્યુ કે દેશમાં સરકારના ઈશારે જો જજોની આ પ્રકારે બદલીઓ થવા લાગશે, તો તે ન્યાયતંત્રની સ્વાયત્તતા અને આઝાદી સામે સૌથી મોટું જોખમ સાબિત થશે. ન્યાયતંત્રની સ્વતંત્રતા સાથે આવું સમાધાન લોકશાહીના મૂળભૂત માળખાને નબળું પાડી શકે છે.

પુણેની આઈ.એલ.એસ. લો કોલેજમાં તેમણે પોતાના વ્યાખ્યાન દરમિયાન આ મુજબ જણાવ્યું હતું તેઓએ ‘ન્યાયતંત્રની સ્વતંત્રતા ઉપર સવાલ ઉઠાવ્યા અને મધ્યપ્રદેશ હાઈકોર્ટના જસ્ટિસ અતુલ શ્રીધરનના કિસ્સાને ટાંકીને કહ્યું કે, ‘કોઈ જજને માત્ર એટલા માટે બદલી દેવાય છે કે તેમણે સરકાર વિરુદ્ધ કોઈ અસુવિધાજનક આદેશ આપ્યો હોય.તેમણે ઉમેર્યું કે મે મહિનામાં જસ્ટિસ અતુલ શ્રીધરનની બેન્ચે ભાજપના એક મંત્રી દ્વારા કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણી બદલ કડક વલણ અપનાવ્યું હતું, પરિણામેઆ ન્યાયિક કાર્યવાહીના ટૂંકા સમયગાળામાં જ તેમની બદલી કરી દેવામાં આવી હતી.

આ ઘટના બાદ કાયદાકીય નિષ્ણાતો તેને સરકારની નારાજગીના પરિણામ અથવા એક પ્રકારની ‘સજા’ તરીકે માની રહ્યા છે.જસ્ટિસ ભુઈયાએ નારાજગી વ્યક્ત કરતા ઉમેર્યુ કે જસ્ટિસ શ્રીધરનની બદલીમાં કેન્દ્ર સરકારના સૂચન મુજબ ફેરફાર કરવામાં આવ્યા હતા. પહેલા તેમને છત્તીસગઢ મોકલવાની ભલામણ હતી, પરંતુ બાદમાં સરકારના કહેવા પર તેમને અલ્લાહાબાદ હાઈકોર્ટ મોકલી દેવાયા હતા.

જસ્ટિસ ભુઈયાએ સવાલ કર્યો કે જ્યારે કોલેજિયમ પોતે જ સ્વીકારે છે કે સરકારના કહેવાથી નિર્ણય બદલાયો છે, ત્યારે ન્યાયતંત્રની સ્વતંત્રતા પર સવાલો ઉઠી રહયા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જજોની બદલીમાં સરકારની કોઈ ભૂમિકા હોવી જોઈએ નહીં, ન્યાયતંત્રમાં સરકારનો કોઈ હસ્તક્ષેપ હોવો ન જોઈએ.

જસ્ટિસ ભુઈયાએ કહ્યું હતું કે “જ્યારે ન્યાયિક નિર્ણયોને આધારે તેઓની બદલીઓ થાય છે, ત્યારે તે માત્ર એક જજની કારકિર્દીને જ નહીં, પરંતુ સમગ્ર ન્યાય પ્રણાલીની વિશ્વસનીયતાને પણ ગંભીર નુકસાન પહોંચાડે છે.આ કિસ્સો ન્યાયતંત્રમાં સરકારનો સીધો હસ્તક્ષેપ દર્શાવે છે જેનાથી ન્યાયતંત્રની ગરિમા સામે સવાલો ઉભા થયા છે.આમ,ભાજપ સરકારના સીધા હસ્તક્ષેપ મામલે સુપ્રીમ કોર્ટના જજે સવાલો ઉઠાવી લોકશાહી ઉપર જોખમ ગણાવતા ભારે ચકચાર મચી ગઈ છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Rahul Gandhi: “નરેન્દ્ર ભી ગાયબ, સિલિન્ડર ભી ગાયબ”: LPG સિલિન્ડર મામલે વિપક્ષનો જોરદાર હંગામો! ઈરાન યુદ્ધે ભારતના રાજકારણને દઝાડયું!
  • March 12, 2026

Rahul Gandhi: આજે લોકસભામાં દેશમાં સર્જાયેલી LPG ગેસ સિલિન્ડરની અછતનો મુદ્દો ઉછાળી વિપક્ષના સાંસદોએ ભારે હંગામો મચાવ્યો હતો, સત્ર શરૂ થાય તે અગાઉ જ વિપક્ષી સાંસદો પોતાના હાથમાં પોસ્ટરો અને…

Continue reading
Iran War: ઈરાન યુદ્ધની ભારતીય નાગરિકોના રસોડા સુધી અસર : ગેસ સિલિન્ડરના ભાવો વધ્યા! રિફિલ બુકીંગ નિયમો પણ બદલાયા!
  • March 10, 2026

Iran War: ઈરાન ઉપર ઈઝરાયેલ અને અમેરિકાએ હુમલા શરૂ કર્યા બાદ દુનિયાભરમાં ગેસ અને ક્રૂડ ઓઇલની અછત ઉભી થતા હવે તેની અસરો ભારતીય નાગરિકોના રસોડા સુધી પહોંચી ગઈ છે અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Adani: કચ્છમાં અદાણીની ત્રીજી વીજ લાઈન માટે વધુ પાંચ હજાર ખેડૂતોની 1 હજાર એકર જમીન ઝૂંટવી લેવાનો તખ્તો તૈયાર!

  • March 13, 2026
  • 2 views
Adani: કચ્છમાં અદાણીની ત્રીજી વીજ લાઈન માટે વધુ પાંચ હજાર ખેડૂતોની 1 હજાર એકર જમીન ઝૂંટવી લેવાનો તખ્તો તૈયાર!

LPG: દેશમાં ગેસની ‘કટોકટી’ને સરકાર નોર્મલ ગણે છે! કહે છે અફવા ન ફેલાવો! જુઓ, ખાસ ચર્ચા.

  • March 13, 2026
  • 6 views
LPG: દેશમાં ગેસની ‘કટોકટી’ને સરકાર નોર્મલ ગણે છે! કહે છે અફવા ન ફેલાવો! જુઓ, ખાસ ચર્ચા.

Congress: ભાજપની ‘સબ સલામત’ની ગુલબાંગો વચ્ચે ગેસ માટે લોકોની લાંબી લાઈનો લાગી! વિપક્ષે કર્યું વિરોધ પ્રદર્શન

  • March 13, 2026
  • 7 views
Congress: ભાજપની ‘સબ સલામત’ની ગુલબાંગો વચ્ચે ગેસ માટે લોકોની લાંબી લાઈનો લાગી! વિપક્ષે કર્યું વિરોધ પ્રદર્શન

Narendramodi: દેશમાં ગેસ માટે લોકોની કતારો લાગી અને મોદીનું જુનું કથિત ગેસ કૌભાંડ યાદ આવી ગયું! શુ છે મામલો જાણો

  • March 13, 2026
  • 9 views
Narendramodi: દેશમાં ગેસ માટે લોકોની કતારો લાગી અને મોદીનું જુનું કથિત ગેસ કૌભાંડ યાદ આવી ગયું! શુ છે મામલો જાણો

Iran War: ઈરાનના નવા સુપ્રીમો મુજતબા ‘કોમા’માં સરી પડ્યા? ઈરાનના સુપ્રીમોની ગેરહાજરીમાં ‘સટીક’ રણનીતિ કોણ સંભાળી રહ્યું છે?

  • March 13, 2026
  • 5 views
Iran War: ઈરાનના નવા સુપ્રીમો મુજતબા ‘કોમા’માં સરી પડ્યા? ઈરાનના સુપ્રીમોની ગેરહાજરીમાં ‘સટીક’ રણનીતિ કોણ સંભાળી રહ્યું છે?

Tariff: “ટ્રમ્પ ગાંડો થયો!” ભારત ઉપર વધુ ટેરીફ ઝીંકવા ‘બહાના’ની શોધ શરૂ કરી!!

  • March 13, 2026
  • 15 views
Tariff: “ટ્રમ્પ ગાંડો થયો!” ભારત ઉપર વધુ ટેરીફ ઝીંકવા ‘બહાના’ની શોધ શરૂ કરી!!