
Kadi Election Results: ગુજરાતની કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો માટેની પેટાચૂંટણીની મતગણતરી આજે સવારે શરૂ થઈ ગઈ હતી. આ બંને બેઠકોના પરિણામો પર સૌ કોઈની નજર ટકેલી હતી. કડીની વાત કરવામા આવે તો કડીમાં ભાજપ શરુઆતથી આગળ વધી રહ્યું હતું. અને અંતે ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાની જંગી બહુમતી સાથે જીત થઈ છે. આમ કડીમાં ભાજપનો દબદબો યથાવત જોવા મળી રહ્યો છે. ભાજપના રાજેન્દ્ર ચાવડા 38,904 મતથી વિજયી બન્યા છે. કડીમાં ભાજપની જીતથી સમર્થકોમાં ખુશીનો માહોલ છવાયો છે. જ્યારે કોંગ્રેસ અને આપમા નિરાશા છવાઈ છે. કોંગ્રેસે પોતાની હારનું ઠીકડું EVM પર ફોડ્યું છે.
કોંગ્રેસ ઉમેદવારે હારની ઠીકડું EVM પર ફોડ્યું
કોંગ્રેસ ઉમેદવાર રમેશ ચાવડાએ પોતાની હાર સ્વિકારતા કહ્યુ હતુ કે, કંઈ ગરબડ થઈ છે, આવું પરિણામ આવી જ ન શકે , આજના પરિણામો માન્યામાં ન આવે એવા છે. કાચની દીવાલ કરી ગણતરી કરાય તે ખોટું,
આપ- કોંગ્રેસની કારમી હાર
આ બેઠક પર ભાજપના રાજેન્દ્ર ચાવડા અને કોંગ્રેસના રમેશ ચાવડા અને આપના જગદીશ ચાવડા વચ્ચે ત્રિપાંખિયો જંગ સર્જાયો હતો. પરંતુ આપ અને કોંગ્રેસ ઉમેદવારોને અહીં કારમી હારનો સામનો કરવો પડ્યો છે.
આ પણ વાંચો:
Visavadar Election Results: વિસાવદરમાં આપના ગોપાલ ઈટાલિયાને મળી જબરદસ્ત લીડ
Sabarkantha: પ્રાંતિજમાં ખાનગી બસ અને ટ્રકની ટક્કરમાં 3 મુસાફરોનાં મોત, 8 ઘાયલ
Kadi Election Results: કડીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસ અને આપની સ્થિતિ?
Vadodara: નવરચના સ્કૂલને 6 મહિનામાં બીજીવાર બોમ્બથી ઉડાવીની ધમકી, વિદ્યાર્થીઓને છોડી મૂક્યા
Visavadar Election Results: વિસાવદરમાં ભારે રસાકસી ભર્યો માહોલ, અત્યાર સુધીમાં કોને મળી લીડ?
Syria Blast: સીરિયામાં ચર્ચમાં આત્મઘાતી હુમલો, 20 લોકોના મોત, અનેક ઘાયલ








