કર્ણાટકની કોંગ્રેસ સરકારના અઢી વર્ષ પુરા થતાં મળી શકે છે નવા દલિત મુખ્યમંત્રી

  • India
  • January 15, 2025
  • 0 Comments

કર્ણાટકની કોંગ્રેસ સરકારમાં નવા મુખ્યમંત્રીને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. જોકે, હજુ સુધી પાર્ટી અથવા કોઈ નેતાએ સત્તાવાર રીતે કંઈ નથી કહ્યું. આ દરમિયાન ખબર સામે આવી રહી છે કે, રાજ્ય સરકારમાં મંત્રી આર.બી ટિમ્માપુરે પણ મુખ્યમંત્રી બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ખાસ વાત એ છે કે, આ ઘટનાક્રમ એવા સમયે થઈ રહ્યો છે. જ્યારે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા લગભગ અડધો કાર્યકાળ પૂરો કરી ચુક્યા છે. 2023માં ચૂંટણી જીત્યા બાદ રાજ્યમાં કથિત રીતે અઢી વર્ષ બાદ મુખ્યમંત્રી બદલાવાનું નક્કી થયું હતું.

કર્ણાટકને મળશે દલિત મુખ્યમંત્રી?
ટિમ્માપુરે કહ્યું કે, ‘દલિતને કેમ મુખ્યમંત્રી પદ ન મળવું જોઈએ? મને મુખ્યમંત્રી કેમ બનાવવો ન જોઈએ? ખાસ વાત છે કે, રાજ્ય સરકારમાં દલિત નેતા ઘણાં મુખ્ય પદો પર રહે છે, પરંતુ અત્યાર સુધી કોઈપણ મુખ્યમંત્રી રહ્યો નથી. કહેવામાં આવી રહ્યું છે કે, મુખ્યમંત્રી પદની હોડમાં નાયબ મુખ્યમંત્રી ડી.કે શિવકુમાર સૌથી પ્રબળ દાવેદાર છે. 2023 વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ કહેવામાં આવી રહ્યું હતું કે, શિવકુમાર મુખ્યમંત્રી પદ માટે દાવો રજૂ કરી રહ્યા છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પાર્ટીના નેતાઓનું કહેવું છે કે, પોતાના ઉત્તરાધિકારી પસંદ કરવા માટે સિદ્ધારમૈયા વ્યૂહનીતિ ઘડી રહ્યા છે. એક નેતાએ કહ્યું કે, ‘આ ખુલ્લું રહસ્ય છે કે, દલિત મુખ્યમંત્રીની આસપાસ ચર્ચાઓ વધી રહી છે. જેથી, પાર્ટીની અંદર વિરોધને ઘટાડી શકાય. ખાસ કરીને એવા સમયે જ્યારે તેમનો અડધો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. જોકે, તેમની આ વ્યૂહનીતિનો ખાસ કરીને શિવકુમાર કેમ્પ વિરોધ કરી રહ્યા છે.’

સમગ્ર મામલાના જાણકાર લોકોનું કહેવું છે કે, દલિત નેતા પર સંમતિ બનાવવા માટે એસ.સી-એસ.ટી ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી હતી. પરંતુ, કોંગ્રેસ મહાસચિવ રણદીપ સુરજેવાલાના હસ્તક્ષેપ બાદ તેને રદ્દ કરી દેવામાં આવી. કથિત રીત શિવકુમારના કહેવા પર હસ્તક્ષેપ કરવામાં આવ્યો હતો.

સમગ્ર મુદ્દે જી પરમેશ્વરાનું કહેવું છે કે, જેવું દેખાઈ રહ્યું છે કે બેઠકને રદ કરી દેવામાં આવી છે, પરંતુ એવું નથી તેને ફક્ત ટાળી દેવામાં આવી છે. કોઈપણ બેઠકને રોકી નથી શકતું. જો કોઈપણ કહે છે કે, દલિત મુદ્દા પર વાત કરવા માટે બેઠક પોસાય તેમ નથી, તો અમે તેમને બરાબરનો જવાબ આપીશું. અમારી પાસે ક્ષમતા અને તાકાત છે.’ કહેવામાં આવી રહ્યું છે કે, બેઠક રદ થવાથી રાજ્યના ઘણાં દલિત નેતાને નારાજ કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો- કાતિલ ઠંડીના કારણે મહાકુંભમાં સ્નાન કર્યા પછી ત્રણ લોકોના મોત; ત્રણ હજાર લોકો પડ્યા બીમાર

  • Related Posts

    UP: ધો. 10માં ભણતી વિદ્યાર્થિની થઈ ગુમ, પછી મુસ્લીમ મહિલાના કાસ્તાનનો થયો મોટો ખૂલાસો!
    • August 8, 2025

    UP: ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાંથી એક સગીર હિન્દુ વિદ્યાર્થિની ગુમ થવાનો સનસનાટીભર્યો મામલો બહાર આવ્યો છે. વિદ્યાર્થિનીના પરિવારનો આરોપ છે કે પશ્ચિમ બંગાળની એક મુસ્લિમ મહિલાએ તેમની યુવતી સાથે ઇન્સ્ટાગ્રામ…

    Continue reading
    Himachal Pradesh: કાર 500 મીટર ઊંડી ખીણમાં પડી, એક જ પરિવારના 6 લોકોના મોત
    • August 8, 2025

    Himachal Pradesh: હિમાચલ પ્રદેશના ચંબામાં ગુરુવારે મોડી રાત્રે એક મોટો અકસ્માત થયો છે. જિલ્લાના ચુરાહમાં એક કાર ઊંડી ખીણમાં પડી ગઈ. આ અકસ્માતમાં સવાર છ લોકોના મોત થયા છે. મૃતકોમાં…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    UP: ધો. 10માં ભણતી વિદ્યાર્થિની થઈ ગુમ, પછી મુસ્લીમ મહિલાના કાસ્તાનનો થયો મોટો ખૂલાસો!

    • August 8, 2025
    • 15 views
    UP: ધો. 10માં ભણતી વિદ્યાર્થિની થઈ ગુમ, પછી મુસ્લીમ મહિલાના કાસ્તાનનો થયો મોટો ખૂલાસો!

    Amreli: રખડતા શ્વાનએ 2 વર્ષના બાળકને શિકાર કરવા બચકુ ભરી ઉઠાવ્યું, પિતાએ બાળકને મોતના મુખમાંથી બચાવ્યો

    • August 8, 2025
    • 6 views
    Amreli: રખડતા શ્વાનએ 2 વર્ષના બાળકને શિકાર કરવા બચકુ ભરી ઉઠાવ્યું, પિતાએ બાળકને મોતના મુખમાંથી  બચાવ્યો

    Himachal Pradesh: કાર 500 મીટર ઊંડી ખીણમાં પડી, એક જ પરિવારના 6 લોકોના મોત

    • August 8, 2025
    • 19 views
    Himachal Pradesh: કાર 500 મીટર ઊંડી ખીણમાં પડી, એક જ પરિવારના 6 લોકોના મોત

    Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું

    • August 8, 2025
    • 21 views
    Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું

    Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?

    • August 7, 2025
    • 10 views
    Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?

    Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો

    • August 7, 2025
    • 6 views
    Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો