
Katch: આજે બપોર(31 માર્ચ)ના સમયે ભચાઉ-ગાંધીધામ કોરિડોર હાઈવે પર જવાહર નગર નજીક ભીષણ આગ ભભૂકી ઉઠી છે. શંકર ટિમ્બર માર્ટ નામના લાકડાંના ગોડાઉનામાં લાગેલી આગની જ્વાળાઓ પવનના સુસવાટા સાથે આગળ વધી રહી છે. અહીં નજીકમાં જ પેટ્રોલ પંપ આવેલો છે. જો કે આગ વધુ આગળ વધશે તો મોટો બ્લાસ્ટ થવાનો ભય સતાવી રહ્યો છે. હાલ ફાયર બ્રિગેડની ટીમો આગને કાબૂમાં લેવા પ્રયાસ કરી રહી છે.
ઘટનાની જાણ થતાં જ લોકોના ટોળેટોળા ઉમટ્યા છે. બીજી બાજુ ફાયર વિભાગ આગની જ્વાળાઓને કાબૂમાં લેવા સતત પ્રયત્નો કરી રહ્યું છે. આગ એટલી વિકરાણ છે કે કાબૂમાં લેવી મુશ્કેલ બની રહી છે, આગની જ્વાળાઓ પેટ્રોલ પંપ તરફ ફૂંકાઈ રહી છે. જેથી લોકોના જીવ તાળવે ચોટી ગયા છે. આ આગ મીઠી રોહર ગામ નજીક લાગી છે.
Katch: ગાંધીધામના મીઠી રોહર પાસે ટીમ્બરમાં આગ લાગી pic.twitter.com/hO4VTH7yIi
— The Gujarat Report (@TGujarat_Report) March 31, 2025
સ્થાનિકોનું કહેવં છે કે ગરમીના કારણે લાકડા વચ્ચેના ભૂંસામાં આગ ભભૂકી છે, જેણે હાલ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. હાલ ભચાઉ-ગાંધીધામ સીક્સલેન રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. કંડલા, ગાંધીધામ અને ભચાઉના કુલ 6 ફાયરની ટીમો સાથે 15થી 16 જેટલા પાણીનાં ટેન્કર જીવના જોખમે આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃRajkot: ગૃહપતિએ વિદ્યાર્થી પર આચર્યું સૃષ્ટિ વિરુધનું કૃત્ય, પિતાએ શું કર્યો આક્ષેપ?
આ પણ વાંચોઃ Gujarat: ખેતરોની તસ્વીરો મેચ ન થતાં પાકનું રજિસ્ટ્રેશન રદ્દ?, જમીન માપણી અંગે ઉઠ્યા સવાલ!
આ પણ વાંચોઃ Chhota Udaipur: ઈદના દિવસે મુસ્લીમો દ્વારા UCCનો વિરોધ, કાળી પટ્ટી બાંધી નમાજ પઢી