
અમદાવાદ-મુંબઈ હાઈવે પર ખેડાના બેટડીલાટ બ્રિજ પર રિક્ષાને આંતરીને 1 કરોડ રૂપિયાની લૂંટ ચલાવવાના કેસમાં પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી છે. તેમણે લૂંટેલા 1 કરોડમાંથી 68.03 લાખ રૂપિયા પરત મેળવાયા છે. ખેડા એસ.પી. રાજેશ ગઢિયાએ કહ્યું કે 20 જાન્યુઆરીની સાંજે બેટડીલાટના બ્રીજ પાસે બનેલી ઘટનામાં ઈકો કારમાં આવેલા લૂંટારુઓએ રિક્ષામાંથી 1 કરોડ રૂપિયાનો થેલો લૂંટી લીધો હતો.
જેથી ખેડા પોલીસે 1 કરોડની ટીપ આપનાર રાહીદ સૈયદ ઝડપાયો છે. સાથે જ રૂપિયા સાચવનાર મુજીબ મલેક અને ઇલ્યાસ મન્સૂરી નામના બે આરોપીઓને પણ ઝડપી લેવામાં આવ્યા છે. અન્ય આરોપીમાં રાહિદ સૈયદની પત્ની પણ આ લૂંટમાં સામેલ છે.
લૂંટમાં મહિલાનો પણ હાથ
ઈકો ગાડીની અંદર જે ચાર લોકો આવ્યા હતાં, તેમાંથી ત્રણના નામ પોલીસને મળી ગયાં છે. જેની પોલીસ ટીમ તપાસ કરી રહી છે. આ સિવાય અન્ય એક નામ વિશે માહિતી મળી નથી જેની તપાસ હાથ ધરવામાં આવી છે. ટૂંક સમયમાં અન્ય પાંચ આરોપીને પણ ઝડપી લેવામાં આવશે.
5 શખ્સો હજુ પણ ફરાર
પોલીસે 1 કરોડની લૂંટમાંથી 68.3 લાખ રૂપિયાની રોકડ પણ કબજે કરી છે. જ્યારે મુબસ્સીરહુશેન ઉર્ફે રાજા મકબુલહુસેન મલેક, શાહીદ ઉર્ફે હૈદો સાબીરભાઇ મન્સુરી, નિયામત ઉર્ફે ભુરો મહેલજ બશીરમીયા મલેક, સુજાનબાનુ રાહીદમીયા સૈયદ (ચારેય રહે.ધોળકા) અને અન્ય એક મળી કુલ પાંચ લોકો હજુ પોલીસ પકડથી દૂર છે.
આ પણ વાંચોઃ Ahmedabad Coldplay concert: ટિકિટોની કાળા બજારી કરતાં વધુ બે શખ્સો ઝડપાયા