KHEDA: 1 કરોડની લૂંટમાં 68 લાખ પાછા મેળવાયા, અમદાવાદીને લૂંટનાર 3ની ધરપકડ

  • Gujarat
  • January 25, 2025
  • 0 Comments

અમદાવાદ-મુંબઈ હાઈવે પર ખેડાના બેટડીલાટ બ્રિજ પર રિક્ષાને આંતરીને 1 કરોડ રૂપિયાની લૂંટ ચલાવવાના કેસમાં પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી છે. તેમણે લૂંટેલા 1 કરોડમાંથી 68.03 લાખ રૂપિયા પરત મેળવાયા છે. ખેડા એસ.પી. રાજેશ ગઢિયાએ કહ્યું કે 20 જાન્યુઆરીની સાંજે બેટડીલાટના બ્રીજ પાસે બનેલી ઘટનામાં ઈકો કારમાં આવેલા લૂંટારુઓએ રિક્ષામાંથી 1 કરોડ રૂપિયાનો થેલો લૂંટી લીધો હતો.

જેથી ખેડા પોલીસે 1 કરોડની ટીપ આપનાર રાહીદ સૈયદ ઝડપાયો છે.  સાથે જ રૂપિયા સાચવનાર મુજીબ મલેક અને ઇલ્યાસ મન્સૂરી નામના બે આરોપીઓને પણ ઝડપી લેવામાં આવ્યા છે.  અન્ય આરોપીમાં રાહિદ સૈયદની પત્ની પણ આ લૂંટમાં સામેલ છે.

લૂંટમાં મહિલાનો પણ હાથ

ઈકો ગાડીની અંદર જે ચાર લોકો આવ્યા હતાં, તેમાંથી ત્રણના નામ પોલીસને મળી ગયાં છે. જેની પોલીસ ટીમ તપાસ કરી રહી છે. આ સિવાય અન્ય એક નામ વિશે માહિતી મળી નથી જેની તપાસ હાથ ધરવામાં આવી છે. ટૂંક સમયમાં અન્ય પાંચ આરોપીને પણ ઝડપી લેવામાં આવશે.

5 શખ્સો હજુ પણ ફરાર

પોલીસે 1 કરોડની લૂંટમાંથી 68.3 લાખ રૂપિયાની રોકડ પણ કબજે કરી છે. જ્યારે મુબસ્સીરહુશેન ઉર્ફે રાજા મકબુલહુસેન મલેક, શાહીદ ઉર્ફે હૈદો સાબીરભાઇ મન્સુરી, નિયામત ઉર્ફે ભુરો મહેલજ બશીરમીયા મલેક, સુજાનબાનુ રાહીદમીયા સૈયદ (ચારેય રહે.ધોળકા) અને અન્ય એક મળી કુલ પાંચ લોકો હજુ પોલીસ પકડથી દૂર છે.

આ પણ વાંચોઃ Ahmedabad Coldplay concert: ટિકિટોની કાળા બજારી કરતાં વધુ બે શખ્સો ઝડપાયા

Related Posts

Morbi Farmers Protest: મોરબીમાં મોદી-શાહના પૂતળા સળગાવવાના કેસમાં 21 ખેડૂતો સામે FIR, BJP ધારાસભ્યના ભાઈઓનું ખેડૂતોને સમર્થન
  • September 21, 2026

Morbi Farmers Protest: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસે, 17 સપ્ટેમ્બર 2026ની રાત્રે ગુજરાતના મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પૂતળા સળગાવી વિરોધ…

Continue reading
Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટ આવાસ યોજનામાં ડેપ્યુટી મેયરના નામે ક્વાર્ટરનો વિવાદ, ગરીબોના હક અંગે ઉઠ્યા ગંભીર સવાલ
  • September 21, 2026

Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે બનાવવામાં આવેલી આવાસ યોજનામાં ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીના નામે ક્વાર્ટર ફાળવાયું હોવાના મુદ્દે રાજકીય વિવાદ ઊભો થયો છે. સાધુ વાસવાણી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

GMADA Sisodia-Satyendar Jain: GMADAના નિર્ણયોમાં સત્યેન્દ્ર જૈનની કથિત દખલ, ₹10,000 કરોડના નુકસાનનો EDનો દાવો

  • September 25, 2026
  • 3 views
GMADA Sisodia-Satyendar Jain: GMADAના નિર્ણયોમાં સત્યેન્દ્ર જૈનની કથિત દખલ, ₹10,000 કરોડના નુકસાનનો EDનો દાવો

CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ

  • September 25, 2026
  • 3 views
CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ

Odisha Textbook Errors: ઓડિશાની પાઠ્યપુસ્તકોમાં 1,731 ભૂલો, લેખકથી સમીક્ષક સુધી એક જ વ્યક્તિ કેમ? જવાબદારી કોની?

  • September 25, 2026
  • 4 views
Odisha Textbook Errors: ઓડિશાની પાઠ્યપુસ્તકોમાં 1,731 ભૂલો, લેખકથી સમીક્ષક સુધી એક જ વ્યક્તિ કેમ? જવાબદારી કોની?

IIT Bombay Sahil Wakode Case: પરીક્ષામાં કથિત નકલના કેસો માટે નવી SOPની તૈયારી, સાહિલના માતા-પિતા CBI તપાસની માંગ સાથે ભૂખ હડતાળ પર

  • September 25, 2026
  • 5 views
IIT Bombay Sahil Wakode Case: પરીક્ષામાં કથિત નકલના કેસો માટે નવી SOPની તૈયારી, સાહિલના માતા-પિતા CBI તપાસની માંગ સાથે ભૂખ હડતાળ પર

Gyanesh Kumar Controversy: CEC જ્ઞાનેશ કુમારના બે કાર્યક્રમો સ્થગિત, રાજીનામાની માંગ વચ્ચે CJPની 2 ઑક્ટોબરથી દેશવ્યાપી આંદોલનની જાહેરાત

  • September 25, 2026
  • 9 views
Gyanesh Kumar Controversy: CEC જ્ઞાનેશ કુમારના બે કાર્યક્રમો સ્થગિત, રાજીનામાની માંગ વચ્ચે CJPની 2 ઑક્ટોબરથી દેશવ્યાપી આંદોલનની જાહેરાત

ECINet Seema Khanna: ECINetને લઈને વિવાદ કેમ, સીમા ખન્નાના IT વિભાગની કામગીરી અને EROની સત્તા પર ઉઠ્યા પ્રશ્નો

  • September 25, 2026
  • 5 views
ECINet Seema Khanna: ECINetને લઈને વિવાદ કેમ, સીમા ખન્નાના IT વિભાગની કામગીરી અને EROની સત્તા પર ઉઠ્યા પ્રશ્નો