
Kheda: ગુજરાતમાં સરકાર દ્વારા સતત દારુબંધીના બણગાં ફૂંકાઈ રહ્યા છે, જોકે વાસ્તવિક સ્થિતિ કંઈ જ અલગ છે. ખેડા જીલ્લા પોલીસની ઢીલી કામગીરીને કારણે બૂટલેગરો બેફામ બન્યા છે. ખેડા જીલ્લાના માતરમાં ખુલ્લેઆમ દારુ વેચાણ થતું હોવાનું વીડિયો વાયરલ થતાં પોલીસ દોડતી થઈ છે. વીડિયો વાયરલ થતાં પોલીસની કામગીરી પર પણ સવાલો પેદા થયા છે. લોકોનું કહેવું છે આ બધુ પોલીસની રહેમ નજર હેઠળ થતું હોય છે.
મિડિયા અહેવાલો અનુસાર ચંદ્રકાન્ત તળપદા નામનો એક બુટલેગર આ વિસ્તારમાં બેફામ બનીને દારૂનું વેચાણ કરી રહ્યો છે. આ દારુ વેચાણ દૂષણથી આસપાસના રહેવાસીઓ, ખાસ કરીને પ્રભુકૃપા સોસાયટીના રહીશો પરેશાન થઈ ગયા છે.
Kheda | દારૂબંધીના ધજાગરા જોઈ લો, થઇ રહ્યું છે ખુલ્લેઆમ દારૂનું વેચાણ..! | Gujarat First
Kheda ના Matar માં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા
માતરના દાંડી માર્ગ પર દારૂના વેચાણનો વીડિયો વાયરલ
ખુલ્લેઆમ દારૂના વેચાણથી માતર પોલીસની ભૂમિકા પર સવાલ!
છેલ્લા ઘણા સમયથી દાંડી માર્ગ પર ગેરકાયદે… pic.twitter.com/RVUGlmrRps— Gujarat First (@GujaratFirst) October 23, 2025
પોલીસનું નિવેદન
આ ઘટનામાં માતર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર. એન. ખાંટે જણાવ્યું હતું કે વાયરલ થયેલા વીડિયો બાદ અમે તાત્કાલિક કાર્યવાહી કરી છે. દારૂનું વેચાણ કરનારા ઇસમ ચંદ્રકાન્ત તળપદા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અગાઉ નવરાત્રી દરમિયાન પણ આ જ ઇસમ વિરુદ્ધ દારૂ વેચાણ કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.
પોલીસની કામગીરી પર સવાલો
ઉલ્લેખનીય છે કે પોલીસે પણ સ્વીકાર્યું છે કે બૂટલેગર ચંદ્રકાન્ત દળપદા વિરુધ્ધ નવરાત્રીમાં પણ દારુનું વેચાણ કરવા બદલ ગુનો નોંધ્યો હતો. તો સવાલ એ પણ થાય છે તો ફરી દારુનો વેચાણ કરતો કેવી રીતે થઈ ગયો?. પોલીસે ફરિયાદ નોંધી તો કાર્યવાહી કેમ ના કરી. પોલીસે એવી તે કેવી કામગીરી કરી કે તેની ફરી દારુ વેચાણ કરવાની હિંમત વધી?. આ તમામ સવાલ લોકો પૂછી રહ્યા છે. જેથી ખેડા પોલીસની કામાગરી શંકાના ઘેરામાં આવી છે.
આ પણ વાંચો:
Kheda: દારુ કેસમાંથી બચાવવા ખેડા LCBનો પોલીસકર્મી 25 હજારની લાંચ લેતાં ઝડપાયો, જુઓ પછી શું થયા હાલ?
Vadodara: નશામાં ધૂત કારચાલકે 4 વાહનોને અડફેટે લીધા, સૂતા બાળકનું મોત, લોકો ચાલકને ધોઈ નાખ્યો







