Nirav Soni Arrest: નડિયાદમાં 1 કરોડથી વધુનું ફૂલેકું ફેરવનાર નીરવ સોની પોલીસ સકંજામાં, બે દિવસના રિમાન્ડ પર, મહિલાને આ રીતે છેતરી!

Nirav Soni arrested in Nadiad: ખેડા જીલ્લાના વડામથક નડિયાદ શહેરમાં રૂ. 1.01 કરોડની છેતરપિંડીના કેસમાં પોલીસે આરોપી નીરવ સોનીની અટકાયત કરી છે. આ કેસમાં નીરવ સોનીએ એક 49 વર્ષીય મહિલાને હેઝ ફંડમાં રોકાણ કરી ઉંચું વળતર આપવાની લાલચ આપી. નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં  કેસ નોંધાયા બાદ તે ફરાર થઈ ગયો હતો. ત્યારે હવે 129 દિવસ બાદ ઝડપાયો છે. જ્યારે મહિલાએ પૈસા પરત માંગ્યા તો નિરવે ખોટી બહાને બનાવી પૈસા પરત ન આપી છેતરપિંડી આચરી હોવાના આરોપ છે.

નડિયાદ મહાગુજરાત હોસ્પિટલ સામે ઉત્તમ પાર્કમાં રહેતી 49 વર્ષીય જૈમીનીબેન સંદીપભાઈ વ્યાસના દૂરના સંબંધી નીરવ જશવંતભાઈ સોની( રહે. ગીતાંજલિ ચોકડી, સાર્થ લેન્ડ માર્ક સોસાયટી, નડિયાદ) એ તેમને હેઝ ફંડમાં રોકાણ કરવાની લાલચ આપી હતી. નીરવે દાવો કર્યો હતો કે આ રોકાણથી ઊંચું વળતર મળશે. આ લાલચમાં આવી મહિલાએ નીરવને રૂ. 1.01 કરોડની રકમ આપી હતી. જોકે, નિરવે પૈસા પરત આપવાને બદલે ખોટા બહાના બનાવ્યા અને મહિલાને ઠગી લીધી. આ બનાવ અંગે મહિલાએ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી.

નીરવ સોનીની અટકાયત અને કોર્ટની કાર્યવાહી

નિરવ સોનીએ આ કેસમાં આગોતરા જામીન મેળવવા માટે નડિયાદ સેશન્સ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ બંને કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી. આગોતરા જામીનની અરજી નામંજૂર થયા બાદ નડિયાદ પશ્ચિમ પોલીસે નિરવ સોનીની ધરપકડ કરી છે. મંગળવારે (8 જુલાઈ, 2025) નિરવને નડિયાદની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાં પોલીસે તેના રિમાન્ડની માંગણી કરી. કોર્ટે નિરવ સોનીના બે દિવસના રિમાન્ડ (10 જુલાઈ, 2025 સુધી) મંજૂર કર્યા છે. હવે પોલીસ આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

આ કેસ નડિયાદ અને આસપાસના વિસ્તારોમાં ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે નિરવ સોની પીડિત મહિલાનો દૂરનો સંબંધી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના દર્શાવે છે કે નાણાકીય છેતરપિંડીના કેસોમાં ઘણીવાર પરિચિત વ્યક્તિઓ પણ સંડોવાયેલા હોઈ શકે છે. પોલીસે લોકોને અજાણી કે શંકાસ્પદ રોકાણ યોજનાઓથી સાવધ રહેવાની અપીલ કરી છે.

જૈમીનીબેન અને નીરવ કેવી રીતે સંપર્કમાં આવ્યા?

મહાગુજરાત હોસ્પિટલ સામે ઉત્તમ પાર્કમાં રહેતા જૈમીનીબેન સંદીપભાઈ વ્યાસના ઘરે તેમના પતિના મિત્ર નીરવ જશવંતભાઈ સોની (રહે. લેન્ડપાર્ક, ગીતાંજલિ ચોકડી, નડિયાદ) અવારનવાર મળવા આવતા હતા. આ દરમિયાન નીરવ સોનીએ જૈમીની બેનને હેજ ફંડમાં રોકાણ કરશો તો ઊંચું વળતર મળશે તેવી લોભામણી વાતો કરી હતી. જેથી જૈમીનીબેને તેમની વાતોમાં આવી વર્ષ 2019માં 5 લાખ રૂપિયાનું રોકાણ કર્યુ હતું. જે થોડા સમય પછી પરત આપ્યા હતા.

નીરવે સાચુ સોનું લઈ ખોટુ પધરાવી દીધાના આક્ષેપ

વિશ્વાસ બેસતાં જૈમીનીબેને અમદાવાદમાંનું મકાન વેચી તેના રૂપિયા તા.17/7/ 2019થી 28/10/2024 દરમિયાન નીરવ સોનીના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. ઉપરાંત સોનાની 5 લગડીઓ પણ આપી હતી. જે પરત આપતા જૈમિનીબેને તપાસ કરાવતા તે ખોટી હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી અસલી સોની લગડીઓ તથા ફંડમાં નાણાંના વળતરની રકમ માંગતા નીરવ સોનીએ વોટ્સએપ પર રૂપિયા ટ્રાન્સફર કર્યાનું બતાવ્યું હતું. પણ આ નાણાં બેંકમાં જમા થયા ન હતા.

નીરવે પૈસા નહીં મળી તેમ કહી ભારે ઝઘડો કર્યો હતો

દરમિયાન 22/2/2025ના રોજ જૈમીની બેનને નીરવ સોની અને તેની પત્ની મળતા પૈસાની તેમજ સોનાની લગડીની માંગણી કરતા નીરવ સોનીએ મેં તમે આપેલ રોકડનું રોકાણ કરેલું નથી. મારા અંગત કામમાં વાપરી નાખ્યા છે. આ પૈસા નહીં મળે તેમ કહી ઝઘડો કર્યો હતો. તેમજ પૈસા માંગે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આમ નીરવ સોનીએ ફંડમાં રોકાણ કરાવી પૈસા તેમજ સોનાની લગડીઓ મળી 1,01,31,000 પરત ના આપી   છેતરપિંડી આચરી હતી. આ બનાવ અંગે જૈમીનીબેન સંદીપભાઈ વ્યાસની ફરિયાદના આધારે નડિયાદ પશ્ચિમ પોલીસે નિરવ જશવંતભાઈ સોની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે તે ચાર મહિના બાદ પોલીસના હાથે લાગ્યો છે.

આ પણ વાંચોઃ

City bus demand: નડિયાદમાં ધૂળ ખાતી સીટી બસો શરૂ કરવા પશ્ચિમ નાગરિક સમિતિની માંગ, કોના બહેરા કાન?

નડિયાદમાં પત્નીના હત્યા કેસમાં પતિને આજીવન કેદ, જાણો વધુ | Nadiad

Gujarat: મુખ્યમંત્રી કહે છે પહેલા અરજદારનું કામ કરો! તો નડિયાદમાં મહિલાને 25 ધક્કા કેમ ખડાવ્યા?

Rape in Gujarat: અમરેલીમાં શિક્ષકે વિદ્યાર્થી સાથે સૃષ્ટી વિરુધ્ધનું કૃત્યુ આચર્યુ, નડિયાદમાં સગા ફૂવાએ ભત્રીજીને ગર્ભવતી બનાવી

Bhavnagar: 19 વર્ષિય કિન્નરનો આપઘાત, મંજૂરી વગર PM કરી નાખ્યું, પરિવારે કહ્યું અતુલ ચૌહાણ….

Rajkot: રાજકોટમાં કલેક્ટર કચેરીનો ઘેરાવ, રોડ નહીં તો ટોલ નહીં, નીતિન ગડકરી પર પ્રહાર

UP: ‘સંતાન જોઈએ તો ટોઈલટનું પાણી પી’, ભૂવાએ મહિલાનું મા બનાવાનું સ્વપ્ન છીનવી લીધુ, જાણો હચમચાવી નાખતી ઘટના

Bageshwar wall collapse: બાગેશ્વર ધામમાં ફરી દિવાલ પડવાથી મહિલાનું મોત, 11ને ઈજાઓ, ધીરેન્દ્ર શાસ્ત્રીની પોલ ખૂલી!

Bengaluru: બ્રેકઅપ થતાં બોયફ્રેન્ડને અશ્લીલ મેસેજ મોકલ્યા, યુવતીએ નગ્ન કરી ભગાડી ભગાડીને માર મરાવ્યો, જાણો સમગ્ર ઘટના

MP: પાડોશણ સાથે લગ્ન કરવા ભારે પડ્યા, ‘તારા હાલ ઇન્દોરના રાજા જેવા કરીશ’, ધર્મ પરિવર્તનના દબાણથી પતિએ આ શું કર્યુ?

ત્રીજા સ્ટેજના કેન્સર સામે ઝઝૂમતી બહેનને જોઈ 10 વિકેટ લેનારા આકાશદીપ દુઃખી, બહેને શું કહ્યું? |  Akashdeep

Amit Shah: અમિત શાહને ગુજરાતના લોકો કેમ ધિક્કારે છે?

 

 

Related Posts

Valsad bridge: વલસાડમાં બ્રિજનું ‘સ્કેફોલ્ડિંગ’ધડાકાભેર તૂટી પડ્યું! સ્લેબ ભરતી વખતે તૂટ્યું હોતતો શુ થાત? ગુણવત્તા ઉપર ઉઠ્યા સવાલ
  • December 12, 2025

Valsad bridge: આજકાલના બાંધકામોની ગુણવત્તા ઉપર હંમેશા સવાલો ઉઠતા રહયા છે ત્યારે ખાસ કરીને બ્રિજના નબળા બાંધકામો ઉપર સવાલો ઊઠી રહયા છે આવા સમયે વલસાડના કૈલાશ રોડ સ્થિત ઔરંગા નદી…

Continue reading
Gujarat Lost to Illiteracy: અભણ ગુજરાત: શાળા છોડવાનું પ્રમાણ આખા દેશમાં ગુજરાતમાં સૌથી વધુ!! ડ્રોપ આઉટમાં 341 ટકાનો વધારો!
  • December 11, 2025

(સંકલન,દિલીપ પટેલ) Gujarat Lost to Illiteracy: સંસદમાં કેન્દ્ર સરકારે આપેલા આંકડા મુજબ 2.40 લાખ વિદ્યાર્થીઓ શાળાએ ભણવા જતા નથી. ભાજપ સરકારની નિષ્ફળતા સૂચવે છે. દેશમાં સૌથી વધુ શાળા બહાર કિશોરીઓ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 3 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

  • December 13, 2025
  • 4 views
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

  • December 13, 2025
  • 4 views
Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને  મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

  • December 13, 2025
  • 5 views
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

  • December 13, 2025
  • 10 views
PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું  ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ

  • December 13, 2025
  • 8 views
Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ