
KOLKATA: પશ્ચિમ બંગાળના દુર્ગાપુર એક્સપ્રેસ વે પર પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલીની કારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત એક કાર્યક્રમમાં કાર લઈને હાજરી આપવા બર્દવાન જતાં હતા ત્યારે સર્જાયો હતો. સૌરવ ગાંગુલી કે તેમના કાફલામાં રહેલા અન્ય કોઈને ઈજાઓ થઈ નથી.
કેવી રીતે થયો અકસ્માત?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગત રોજ(20 ફેબ્રુઆરી) સૌરવ ગાંગુલી તેમની અન્ય કારોના કાફલા સાથે દુર્ગાપુર એક્સપ્રેસ વે પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પહેલી કાર ચલાવતાં ડ્રાઈવરની સામે અચાનક એક લારી સામે આવી ગઈ હતી. આ પરિસ્થિતિને સંભાળવા માટે કારચાલકે બ્રેક લગાવી હતી. જેના કારણે પાછળથી આવતા વાહનો એકબીજા સાથે અથડાયા હતા. આ અકસ્માતમાં ગાંગુલની કાર પણ ઝપેટમાં આવી ગઈ હતી. ગાંગુલની કારને ટક્કર વાગી હતી. સદભાગ્યે ગાંગુલીને કોઈને ગંભીર ઈજા થઈ નથી. ગાંગુલી સંપૂર્ણપણે સુરક્ષિત છે.
ડ્રાઇવરે સમયસર પરિસ્થિતિ પર કાબુ મેળવી લેતા મોટી દુર્ઘટના ટળી ગઈ. જોકે કેટલાક વાહનોને નુકસાન થયું હતું, પરંતુ ગાંગુલી અને તેમના સ્ટાફને કોઈ ઈજા થઈ ન હતી. આ સમાચાર બહાર આવ્યા પછી, તેમના ચાહકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું, પરંતુ તેમની સલામતીના સમાચાર પછી બધાએ રાહતનો શ્વાસ લીધો હતો.
ગાંગુલી એક કાર્યક્રમ માટે બર્દવાન જઈ રહ્યા હતા
સૌરવ ગાંગુલી બર્દવાનમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. આ એક સત્તાવાર મુલાકાત હતી જેમાં તેમને મુખ્ય મહેમાન તરીકે એક મહત્વપૂર્ણ કાર્યક્રમમાં હાજરી આપવાનું હતું. અકસ્માત છતાં, કાર્યક્રમ માટેની તેમની મુસાફરીને કોઈ અસર થઈ નહીં અને તેઓ સમયસર તેમના ગંતવ્ય સ્થાને પહોંચી ગયા.
સત્તાવાર નિવેદન ગાંગુલીએ આપ્યું નથી
હાલમાં, આ ઘટના પર સૌરવ ગાંગુલી કે તેમની ટીમ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. પરંતુ સ્થાનિક વહીવટીતંત્રે પુષ્ટિ આપી છે કે અકસ્માતમાં કોઈને નુકસાન થયું નથી અને બધા સુરક્ષિત છે.
સૌરવ ગાંગુલીની ક્રિકેટમાં કારકીર્દી
સૌરવ ગાંગુલી ભારતીય ક્રિકેટ ઇતિહાસના સૌથી સફળ કેપ્ટનોમાંના એક રહ્યા છે. તેમની કેપ્ટનશીપ હેઠળ, ભારતે ઘણી ઐતિહાસિક જીત મેળવી અને ભારતીય ટીમને નવી ઊંચાઈઓ પર પહોંચાડી છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી, તેમણે BCCI પ્રમુખ તરીકે પણ સેવા આપી છે અને ભારતીય ક્રિકેટના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
આ પણ વાંચોઃ Bhavanagar: મહિલા મુસાફરની છેડતી કરનાર રેલવેકર્મીને 2 વર્ષની કેદ, 25 હજારનો દંડ
આ પણ વાંચોઃ Gujarat Weather: આજથી ગુજરાતમાં ગરમી વધવાની આગાહી, તાપમાં તપવું પડશે
આ પણ વાંચોઃ UP: વિદ્યાર્થિનીઓને ઠપકો આપતાં આચાર્યને બૂકાનીધારીઓએ માર માર્યો, કરાયા હોસ્પિટલમાં દાખલ