
પાકિસ્તાને કહ્યું કે કુલભૂષણને તેમની સજા સામે અપીલ કરવાનો કોઈ અધિકાર નથી. આ દલીલ સરકાર દ્વારા પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી, જેમાં એક સુનાવણી દરમિયાન કહેવામાં આવ્યું હતું કે મૃત્યુદંડની સજા પામેલા કુલભૂષણ જાધવને અપીલ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે, પરંતુ 9 મે 2023ના હિંસા કેસમાં કથિત સંડોવણીના આરોપમાં દોષિત પાકિસ્તાની નાગરિકોને કોર્ટના નિર્ણય સામે અપીલ કરવાના અધિકારથી વંચિત રાખવામાં આવે છે. જેથી કુલભૂષણને પણ અપીલ કરવાનો હક નથી.
કુલભૂષણનો શું કેસ છે?
કુલભૂષણ જાધવની માર્ચ 2016 માં બલુચિસ્તાનથી ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાને આરોપ લગાવ્યો છે કે તે ભારતની બાહ્ય જાસૂસી એજન્સી, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) માટે કામ કરતો એક ઓપરેટિવ હતો અને તેમના દેશમાં આતંકવાદી કૃત્યોમાં સામેલ હતો. બીજા વર્ષે પાકિસ્તાને આ આરોપમાં કુલભૂષણ જાધવને મૃત્યુદંડની સજા ફટકારી હતી. બીજી તરફ, ભારતે કુલભૂષણ જાધવ સામેના આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે તેઓ પૂર્વ નૌકાદળ અધિકારી હતા જેમનું પાકિસ્તાની કાર્યકરો દ્વારા ઈરાનના ચાબહાર બંદર પરથી અપહરણ કરવામાં આવ્યું હતું જ્યાં તેઓ પોતાનો વ્યવસાય ચલાવી રહ્યા હતા. નવી દિલ્હીએ પાકિસ્તાની અદાલતો દ્વારા કુલભૂષણના કેસને “હાસ્યાસ્પદ” ગણાવીને ફગાવી દીધો હતો. જાધવને ફાંસીની સજા ફટકારવામાં આવ્યા બાદ, કેન્દ્ર સરકારે ICJનો સંપર્ક કર્યો, ત્યારબાદ આંતરરાષ્ટ્રીય કોર્ટે જાધવની ફાંસી પર રોક લગાવી દીધી હતી.
ICJ એ પોતાના ચૂકાદામાં શું કહ્યું હતુ?
કુલભૂષણ જાધવની ફાંસી પર રોક લગાવતા ICJએ કહ્યું કે, “પાકિસ્તાન પર તેની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને જાધવની સજા અને દોષિત ઠેરવવાની અસરકારક સમીક્ષા અને પુનર્વિચાર કરવાની ફરજ છે” કારણ કે કોન્સ્યુલર સંબંધો પર વિયેના કન્વેન્શન હેઠળના તેમના અધિકારોનું ઉલ્લંઘન થયું છે. આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જાધવને તેમની સજા સામે અપીલ કરવા માટે અસરકારક માધ્યમો પૂરા પાડવામાં ન આવે ત્યાં સુધી તેમની ફાંસી મુલતવી રાખવી જોઈએ.
આ પણ વાંચોઃ
UP: થનાર જમાઈ સાસુને વહુ બનાવીને લાવતાં જ ભગાડ્યા, આશરો પણ ન આપ્યો, આ રીતે કાઢી રાત?
Ahmedabad: નરોડામાં લિફ્ટ તૂટી, ફસાયેલી મહિલાઓએ ચીસાચીસ કરી, જાનહાનિ ટળી
ઈડલી કઢાઈનો સેટ આગની લપેટામાં, ફિલ્મી ગામ બળીને ખાખ| Idli Kadhai Set Fire
UP: પત્નીને છોડી પતિ મહિલા પોલીસકર્મી સાથે ભાગી ગયો, હેડ કોસ્ટેબલની બદલી, જાણો વધુ!