
- કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં હિંસક પ્રદર્શન, પોલીસ પર પત્થરમારો, CRPFની કારને આગ લગાડી દેવાઈ.
- કલમ 370 હટાવ્યા બાદ મોદી સરકારે વાયદો કર્યો હતો, પરિસ્થિતિ થાળે પડ્યા બાદ પૂર્ણ રાજ્ય બનાવવામાં આવશે. પણ ભરોસાની ભેંસે પાડો જણ્યો એટલે પ્રજામાં રોષ.
- સોનમ વાંગચુક છેલ્લા 15 દિવસોથી ભૂખ હડતાળ પર બેઠા હતાં.
- મોદી રાજમાં ચીન અતિક્રમણ વધારી રહ્યું છે અને તે છુપાવવામાં આવતું હોવાનો સોનમ વાંગચુકનો ગંભીર આરોપ.
- હિંસાન પગલે 4 નાં મોત, 72 જેટલાં લોકો ઘવાયાં
Leh – Ladakh | કેન્દ્ર શાસિત પ્રદેશ લેહ – લદ્દાખમાં આજે યૂવા છાત્રોએ ભારે હિંસક પ્રદર્શન કર્યું છે. પૂર્ણ રાજ્યની માંગણી સાથે આજે રસ્તા પર ઉતરેલાં યૂવા છાત્રોની પોલીસ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણના દ્રશ્યો સર્જાયા છે. ઉશ્કેરાયેલા વિદ્યાર્થીઓએ ભારતીય જનતા પાર્ટીની ઓફિસને આગના હવાલે કરી દીધી હતી. તો સીઆરપીએફના જવાનોની એક કારને પણ બાળી નાંખી હતી. પોલીસ પર પત્થરમારાની ઘટનાઓ પણ સામે આવી હતી.
સોશિયલ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક છેલ્લાં 15 દિવસોથી ભૂખ હડતાળ પર બેઠા હતાં. તેઓ છેલ્લાં ઘણાં સમયથી લદ્દાખનાં પર્યાવરણ સહિતની બાબતો અંગે સતત સરકારનો વિરોધ કરી રહ્યાં છે, જોકે, મોદી રાજમાં પર્યાવરણ અંગેની વાતો પર ધ્યાન આપવામાં આવતું નથી. એ વાત અહીં નોંધવા જેવી છે.
लद्दाख को लेह में हालत खराब हो रहे, आंदोलन हो रहे हैं, काफ़ी गाड़ियों में आग 🔥 लगा दी गई है।#lehprotest #LadakhProtest #Ladakh pic.twitter.com/5BLXJLI2YW
— urooj fatima (@urjfati) September 24, 2025
અત્રે ઉલ્લેખનિય છે કે, વર્ષ 2019માં કલમ 370 અને 35A હટાવતી વખતે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને બે કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા હતાં. તે સમયે સરકારે રાજ્યની સ્થિતિ સામાન્ય થયા બાદ પૂર્ણ રાજ્ય બનાવવાનો વાયદો કર્યો હતો. આ મામલે આગામી બેઠક દિલ્હીમાં 6 ઓક્ટોબરે મળનારી છે. જોકે, કલમ 370 હટાવવાના નામે મત માંગનાર નરેન્દ્ર દામોદરદાસ મોદીની સરકારે લદ્દાખનો ભરોસો પણ તોડ્યો હોવાનું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે.
સોનમ વાંગચુકની માંગો પરત્વે સરકાર કોઈ ધ્યાન આપી રહી ના હોવાથી આજે યૂવા છાત્રો દ્વારા લેહ-લદ્દાખ બંધનું એલાન કરવામાં આવ્યું હતું. સરકારી નિતીઓનો વિરોધ કરવા રસ્તા પર આવી ગયેલાં યૂવા છાત્રોનું પ્રદર્શન હિંસક બન્યું હતું. જેને પગલે સોનમ વાંગચુકે પોતાની ભૂખ હડતાળ સમેટી લીધી હતી.
लेह, लद्दाख में सोनम वांगचुक के समर्थकों का बड़ा प्रदर्शन।
प्रदर्शनकारियों ने CRPF की गाड़ी में आग लगाई।#Ladakh#LadakhProtest pic.twitter.com/MRGgMkRg6u
— Rajat Chaudhary (@FightWithRAJAT) September 24, 2025
સોનમ વાંગચુકે હડતાળ સમેટ્યા બાદ જણાવ્યું હતું કે, આ લદ્દાખ માટે દુઃખનો દિવસ છે. છેલ્લાં પાંચ વર્ષોથી અમે શાંતિના માર્ગે ચાલી રહ્યાં હતાં. હડતાળ કરી, લેહથી દિલ્હી સુધી પગપાળા યાત્રા કરી હતી. આજે અમે શાંતિના સંદેશને અસફળ થતાં જોઈ રહ્યાં છીએ. હિંસા, ગોળીબાર અને આગની ઘટનાઓ બની રહી છે. હું લદ્દાખના યૂવા પીઢીને અપીલ કરું છું કે આ મુર્ખામી બંધ કરે. હું પોતાની ભૂખ હડતાળ તોડી રહ્યો છું. પ્રદર્શન રોકી રહ્યો છું.
આ ઉપરાંત, સોનમ વાંગચુકે કેન્દ્રની મોદી સરકારને પણ આડે હાથે લીધી હતી. તેમણે કહ્યું હતું કે, ઉત્તર તરફથી ચીન અતિક્રમણ વધારી રહ્યું છે, છેલ્લાં દાયકાથી ચાલી રહેલા આ અતિક્રમણમાં હાલના વર્ષોમાં હદ કરતાં વધુ વધારો જોવા મળી રહ્યો છે. અને આ પણ સંતાડવામાં આવી રહ્યું છે. એક તરફ આટલી પીડા છે, એમાંય જમીનો ચીન દ્વારા હડપવામાં આવી છે એવી વાત કરનારને ક્યારેક દેશદ્રોહી કહેવામાં આવે છે તો ક્યારેક ધમકીઓ આપવામાં આવી રહી છે.
તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે અમે કીધું કે બોર્ડર તરફ કૂચ કરીએ છીએ ત્યારે કેટલાંક લોકોએ કહ્યું હતું તમે દેશદ્રોહી છો. તો હું કહું છું કે, હમ આહ ભી ભર લે તો હો જાતે હૈ બદનામ, વો કત્લ ભી કરે તો ચર્ચા નહીં હોતા. આ હાલત છે આજની સરકારની.
“हमारी जमीनें चीन ने कब्जा कर लीं। अगर हम ये बात कहते हैं तो हमें कभी देशद्रोही कहा जाता है, कभी धमकियां दी जाती हैं।”
– सोनम वांगचुक#sonamwangchuk
pic.twitter.com/qzz33juPE4— Dharmbeer Singh Lamba 🇮🇳 (@DharmbeerLamba) September 24, 2025
આંદોલનકારીઓ દ્વારા મંગળવારે રાત્રે સોશિયલ મિડીયા પર જાહેરાત કરવામાં આવી હતી કે, 24 સપ્ટેમ્બરે બંધનું એલાન છે. એમાં જોડાવા માટે લોકોને આહ્વાન કરાયું હતું. તેમજ લેહ હિલ કાઉન્સિલ પહોંચવાની અપીલ કરવામાં આવી હતી. જેના પગલે આજે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં. લેહ કાઉન્સિલની સામે આંદોલનકારીઓને રોકવા માટે બેરીકેડ્સ લગાવવામાં આવ્યા હતાં. ત્યાંથી આંદોલનકારીઓને આગળ વધતાં રોકવા માટે પોલીસે ટીયર ગેસ સેલ છોડ્યા હતાં. જેને પગલે ઉશ્કેરાયેલી ભીડ દ્વારા તોડફોડ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
નેશનલ કોંગ્રેસ નેતાએ કહ્યું કેન્દ્ર સરકારને કંઈ પડી નથી.
નેશનલ કોંગ્રેસના નેતા શેખ બશીર અહમદનું કહેવું છે કે, આ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે. 5 ઓગષ્ટ 2019ના નિર્ણયને જમ્મૂ-કશ્મીરના લોકોએ સ્વિકાર્યો નથી. લાંબા સમયથી પૂર્ણ રાજ્યની માગણી કરવામાં આવી રહી છે. પણ, કેન્દ્ર સરકારને કંઈ પડી ના હોય તેવું લાગે છે. તેનું જ આજે પરિણામ જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચો:
Kheda: ગાયોએ યુવતીનો પગ છૂટો પાડી દીધો છતાં ના છોડી, વીડિયો જોઈ તમે પણ હચમચી જશો








