Lebanon: ઈરાન-પાકિસ્તાને લેબનોન પરના હુમલાને સીઝ ફાયરનું ઉલ્લંઘન ગણાવ્યું! ટ્રમ્પે કહ્યું કરારમાં લેબનોનનો સમાવેશ નહિ!

  • World
  • April 9, 2026
  • 0 Comments

Lebanon: ઈરાન ઉપર હુમલા નહિ કરવા માટે 14 દિવસના સીઝ ફાયર માટે અમેરિકા અને ઈઝરાયેલ સંમત થઈ ગયા બાદ લેબનોન ઉપર ઈઝરાયલે ભયાનક હુમલો કરી દીધો જેમાં 254 લોકોના મોત થયા અને 800થી વધુ લોકો ઘાયલ થયા આ હુમલા બાદ ઈરાન ભડકયું હતું અને સીઝ ફાયરનું ઉલ્લંઘન ગણાવ્યું બીજી તરફ પાકિસ્તાને પણ આજ વાત કહી છે.

કારણકે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે દાવો કર્યો હતો કે યુદ્ધવિરામ સમજૂતીમાં લેબેનોન પણ સામેલ હતો અમેરિકાએ સ્પષ્ટ કરી દીધું છે કે ઈરાન સાથે થયેલા યુદ્ધવિરામ કરારમાં લેબેનોનનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો ઈઝરાયલના PM બેન્જામિન નેતન્યાહુએ પણ સીઝ ફાયરમાં લેબેનોનના સમાવેશનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો આમ,બન્ને દેશો ફરી જતા મધ્યસ્થી બનેલા પાકિસ્તાનની ફરી ફજેતી થઈ છે.

બીજી તરફ ઈઝરાયેલના લેબેનોન ઉપર હુમલા બાદ ગુસ્સે ભરાયેલા ઈરાને સાઉદી અરેબિયાની મહત્વની ઈસ્ટ-વેસ્ટ ઓઈલ પાઈપલાઈન પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો. આ પાઈપલાઈન હોર્મુઝ સ્ટ્રેટને બાયપાસ કરવા માટે બનાવવામાં આવી હતી આ પાઈપલાઈન સાઉદી અરેબિયા માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે તેના દ્વારા દેશના પૂર્વીય ભાગમાંથી દરરોજ લગભગ 70 લાખ બેરલ તેલ યનબુ પોર્ટ સુધી પહોંચાડવામાં આવે છે. આ સાથે દેશની અન્ય ઓઈલ સુવિધાઓ પણ પ્રભાવિત થઈ છે બીજી તરફ ઈરાને ચેતવણી આપી છે કે જો ઈઝરાયલ લેબનોન પર આવા જ હુમલા કરતો રહેશે, તો તે યુદ્ધવિરામ તોડી શકે છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં તણાવ વધુ વધી શકે છે.

ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા તેલના જહાજો પાસેથી દરેક બેરલ પર 1 ડોલર ટેક્સ લેવાની યોજના બનાવી રહ્યું છે અને ચુકવણી ક્રિપ્ટોકરન્સીમાં ઈચ્છે છે આ સમાચાર ફાઇનાન્સિયલ ટાઇમ્સે સૂત્રોને ટાંકીને આપ્યા છે ઈરાન આ માર્ગેથી પસાર થતા દરેક જહાજ પર નજર રાખશે અને નિયંત્રિત કરશે.

જોકે,ઈરાને હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz)નો જળ માર્ગ ખોલી દીધો છે, પરંતુ વ્યાપારી જહાજો માટે નવો વૈકલ્પિક રૂટ જાહેર કર્યો છે. ઈરાનનું કહેવું છે કે મુખ્ય માર્ગમાં ‘સી-માઈન્સ’ (દરિયાઈ સુરંગો)નું જોખમ હોવાથી સુરક્ષાના હેતુથી રસ્તો બદલવામાં આવ્યો છે. હવે તમામ જહાજોએ ઈરાની નૌસેનાના માર્ગદર્શન હેઠળ જ ત્યાંથી નીકળી શકશે.

હવે સીઝ ફાયર વાળો મુદ્દો પણ નાજુક તબક્કામાં છે,અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે લેબેનોનને યુદ્ધવિરામ કરારમાં ‘હિઝબુલ્લાહના કારણે’ સામેલ કરવામાં આવ્યું નથી ટ્રમ્પે પીબીએસ ન્યૂઝ અવર સાથેની વાતચીતમાં આ મુજબ જણાવ્યું હતું,જ્યારે પાકિસ્તાન કહી રહ્યું છે કે અમે કરારમાં લેબેનોનનો સમાવેશ કર્યો હતો.

ઇઝરાયેલે સીઝ ફાયરમાં લેબનોનનો સમાવેશ નહિ હોવાથી તેઓએ લેબનોનના બૈરૂત, દક્ષિણ લેબનોન અને ઇસ્ટર્ન બેક્કા વેલીમાં એકસાથે દસ જ મિનિટમાં હીઝબુલ્લાહના 100થી વધુ ઠેકાણા પર હુમલો કર્યો હતો.આ હુમલાને ઈઝરાયેલે અત્યાર સુધીને સૌથી મોટો હુમલો ગણાવ્યો હતો આમ,હવે સીઝ ફાયરની વાત ઉપર ગૂંચવાડો ઉભો થયો છે અને 14 દિવસ સુધીમાં કદાચ ચિત્ર બદલાઈ શકે છે

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Hormuz: “બકરું કાઢતા ઉંટ પેઠું!”હવેથી હોર્મુઝ માર્ગથી પસાર થનારા જહાજો પાસેથી ઈરાન ટ્રાન્ઝિટ ફી વસૂલ કરશે!
  • April 11, 2026

■ ટ્રમ્પની હરકતોની કિંમત વિશ્વના દેશોએ ચૂકવવી પડશે. Hormuz: દુનિયામાં બધું બરાબર ચાલી રહ્યું હતું અને વેપારી ટ્રમ્પને ક્રૂડનો ધંધો કરવાનું શૂરાતન ઉપડ્યું આ માટે તેણે પહેલા કોઈપણ લેવાદેવા વગર…

Continue reading
Pakistan: આખરે ઇરાનનું પ્રતિનિધિ મંડળ પાકિસ્તાન પહોંચ્યું! આજની બેઠક ઉપર સૌની નજર
  • April 11, 2026

Pakistan: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવને ઘટાડવા માટે હાલમાં પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ ખાતે મહત્વની શાંતિ મંત્રણાઓ આયોજિત કરવામાં આવી છે. આ મંત્રણામાં અમેરિકાના પ્રતિનિધિ તરીકે ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Hormuz: “બકરું કાઢતા ઉંટ પેઠું!”હવેથી હોર્મુઝ માર્ગથી પસાર થનારા જહાજો પાસેથી ઈરાન ટ્રાન્ઝિટ ફી વસૂલ કરશે!

  • April 11, 2026
  • 3 views
Hormuz: “બકરું કાઢતા ઉંટ પેઠું!”હવેથી હોર્મુઝ માર્ગથી પસાર થનારા જહાજો પાસેથી ઈરાન ટ્રાન્ઝિટ ફી વસૂલ કરશે!

Pakistan: આખરે ઇરાનનું પ્રતિનિધિ મંડળ પાકિસ્તાન પહોંચ્યું! આજની બેઠક ઉપર સૌની નજર

  • April 11, 2026
  • 3 views
Pakistan: આખરે ઇરાનનું પ્રતિનિધિ મંડળ પાકિસ્તાન પહોંચ્યું! આજની બેઠક ઉપર સૌની નજર

Gujarat Politics: ભાજપે રણનીતિ બદલી! નવા ઉત્સાહી-ફ્રેશ-યંગ ચહેરાઓને ટીકીટ આપી!જુના જોગીઓને પાર્ટીની સેવાનો મોકો અપાયો!

  • April 11, 2026
  • 9 views
Gujarat Politics: ભાજપે રણનીતિ બદલી! નવા ઉત્સાહી-ફ્રેશ-યંગ ચહેરાઓને ટીકીટ આપી!જુના જોગીઓને પાર્ટીની સેવાનો મોકો અપાયો!

Islamabad: પાકિસ્તાનમાં આજે શાંતિ મંત્રણા થશે? ઇરાનની ગેરહાજરીમાં શુક્રવારે મિટિંગ રદ થઈ હતી! શુ ઈરાન મંત્રણા માટે તૈયાર થશે?

  • April 11, 2026
  • 4 views
Islamabad: પાકિસ્તાનમાં આજે શાંતિ મંત્રણા થશે? ઇરાનની ગેરહાજરીમાં શુક્રવારે મિટિંગ રદ થઈ હતી! શુ ઈરાન મંત્રણા માટે તૈયાર થશે?

TATA Chemicals: ટાટા કેમિકલ્સના પ્રદૂષણ મામલે GPCBનો કડક કાર્યવાહીનો આદેશ! જુઓ વિડીયો

  • April 10, 2026
  • 4 views
TATA Chemicals: ટાટા કેમિકલ્સના પ્રદૂષણ મામલે  GPCBનો કડક કાર્યવાહીનો આદેશ! જુઓ વિડીયો

Sting Operation: પ.બંગાળમાં 1,000 કરોડના “મત સોદા”ના મામલે રાજકીય ભૂકંપ! હુમાયુ કબીરના સ્ટિંગ વીડિયોએ મચાવી ધમાલ! જુઓ વિડીયો

  • April 10, 2026
  • 12 views
Sting Operation: પ.બંગાળમાં 1,000 કરોડના “મત સોદા”ના મામલે રાજકીય ભૂકંપ! હુમાયુ કબીરના સ્ટિંગ વીડિયોએ મચાવી ધમાલ! જુઓ વિડીયો