Iran War Update: આખરે, ટ્રમ્પ-નેતન્યાહુ યુદ્ધ વિરામ માટે સંમત થયા! ઈરાનની આજની રાત ‘કતલની રાત’ હતી! વિશ્વના દેશોએ રાહતનો શ્વાસ લીધો!

  • World
  • April 8, 2026
  • 0 Comments

Iran War Update: ઈરાન યુદ્ધ વિનાશક તબક્કામાં પહોંચી ચૂક્યું હતું અને ઈરાને અમેરિકા-ઈઝરાયેલને જરાપણ મચક નહિ આપતા ટ્રમ્પની જે પ્રકારે ભાષા હતી તેમાં મંગળવારે ઇરાનને નષ્ટ કરવાની ચેતવણી એ પરમાણુ હુમલાની શકયતા હતી જેથી દુનિયાભરમાં ટેંશન ઉભું થયું હતું કારણ કે તેની સમગ્ર વિશ્વમાં અસર થવાની હતી અને આગળ જતાં તે ત્રીજા વિનાશક વિશ્વયુદ્ધમાં પરિણમી શકે તેમ હોવાનું વિશ્લેષકો જણાવી રહયા હતા.

અમેરિકાએ ઈરાનને મંગળવારનું છેલ્લું અલ્ટીમેટમ આપતા બુધવારની વહેલી સવાર સુધીમાં ઈરાન ઉપર મોટા પરમાણુ હુમલાની દહેશત ઉભી થઇ હતી અને દુનિયાભરમાં હવે રાત્રે શુ થશે તેની ઉપર સૌની નજર હતી જોકે,છેલ્લી ઘડીએ ટ્રમ્પ નરમ પડ્યા અને તેઓ સીઝ ફાયર માટે સંમત થતા સમગ્ર દુનિયા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે, જેમાં બન્ને પક્ષે બે અઠવાડિયા સુધી સીઝ ફાયર મુદ્દે સહમતિ સધાઈ છે,જેમાં ઈઝરાયેલ પણ હુમલા નહિ કરવા માટે સહમત થયું છે.

ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ (Truth Social) પર પોસ્ટ શેર કરી આ માહિતી આપતા જણાવ્યું હતું કે, “હું આગામી બે અઠવાડિયા માટે ઈરાન પર બોમ્બમારો અને તમામ પ્રકારના સૈન્ય હુમલા (Military Attacks) સ્થગિત કરવા માટે સંમત થયો છું.” ટ્રમ્પે આ સીઝફાયરને વ્યાપક શાંતિ સ્થાપવા તરફનું એક અત્યંત મહત્વનું પગલું ગણાવ્યું છે આ સીઝ ફાયરમાં ખાસ વાત એ છે કે આ સીઝ ફાયરમાં પાકિસ્તાનની ભૂમિકા નિર્ણાયક રહી છે. ટ્રમ્પે સ્વીકાર્યું હતું કે પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ અને સેના પ્રમુખ આસિમ મુનીર સાથેની વાતચીત બાદ તેમણે હુમલા ટાળવાનો નિર્ણય લીધો છે.

જોકે, સીઝ ફાયર મુદ્દે ટ્રમ્પે એ વાત ઉપર ખાસ ભાર મુક્યો છે કે ઈરાને આ માટે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) ને ફરીથી આંતરરાષ્ટ્રીય જહાજો માટે ખોલવું પડશે કારણ કે આ માર્ગ વૈશ્વિક વેપાર માટે અત્યંત મહત્વ ધરાવે છે સાથેજ ટ્રમ્પે એ પણ દાવો કર્યો કે અમેરિકાએ તેના તમામ સૈન્ય લક્ષ્યો (Military Objectives) પહેલેથી જ હાંસલ કરી લીધા છે અને હવે તેઓ તેહરાન સાથે લાંબાગાળાની શાંતિ માટેના નક્કર કરાર (Peace Agreement) તરફ આગળ વધી રહ્યા છે.

ઈરાને 10 મુદ્દાનો શાંતિ પ્રસ્તાવ અમેરિકાને મોકલ્યો

ઈરાને પણ અમેરિકાને 10 મુદ્દાનો શાંતિ પ્રસ્તાવ મોકલ્યો છે, જેને ટ્રમ્પે સકારાત્મક ગણાવ્યો છે ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, આ ડીલ પાકિસ્તાનની મધ્યસ્થી અને છેલ્લી ઘડીએ ચીનના હસ્તક્ષેપ બાદ શક્ય બની છે. પાકિસ્તાને 2 અઠવાડિયાના યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને ઈરાને સ્વીકારી લીધો.

આ સમજૂતી હેઠળ, અમેરિકા અને ઇઝરાયલ પોતાના હુમલા રોકશે. ઈરાન પણ હુમલા બંધ કરશે. આ દરમિયાન, હોર્મુઝ સ્ટ્રેટમાંથી તેલ, ગેસ અને અન્ય જહાજોની સુરક્ષિત અવરજવર ઈરાની સેનાની મદદથી સુનિશ્ચિત કરવામાં આવશે હવે, આ મામલે આગળની નિર્ણાયક શાંતિ વાટાઘાટો પાકિસ્તાનની મધ્યસ્થીમાં ઇસ્લામાબાદ ખાતે યોજાશે હવે આ બે અઠવાડિયાનો સમયમાં શુ થાય છે તેની ઉપર સૌની નજર મંડાઈ છે જોકે,આ યુદ્ધ વિરામે હાલતો દુનિયાને મોટી રાહત આપી છે.

■યુદ્ધ વિરામની ખબર ફેલાતા જ ક્રૂડના ભાવો ઘટ્યા

છેલ્લા 40 દિવસથી ચાલી રહેલા ઈરાન યુદ્ધમાં હવે ટ્રમ્પે યુદ્ધવિરામની જાહેરાત કરતા જ વૈશ્વિક બજારમાં તેલના ભાવ 19% સુધી નીચે આવી ગયા છે. અમેરિકી ક્રૂડ ઓઈલ જે 116 ડોલર પ્રતિ બેરલ પર હતું, તે હવે ઘટીને 91 ડોલર થઈ ગયું છે. આ જ રીતે ખાડી દેશોના બ્રેન્ટ ક્રૂડ ઓઈલ (Brent Crude Oil) ના ભાવમાં પણ 15% નો ઘટાડો નોંધાયો છે, જે હાલ 92.82 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે.
આમ,દુનિયામાં રાહત ફેલાઈ છે અને હાલ પૂરતું સંકટ ટળ્યું છે અને આગળ પણ કાયમી નિવેડો આવે તેવું સૌ ઇચ્છી રહયા છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

US Economy: યુદ્ધથી કોને ફાયદો? અમેરિકાની બેન્કો અને ડિફેન્સ કંપનીઓની કમાણીનો ખુલાસો
  • July 18, 2026

US Economy: જ્યારે દુનિયાના કોઈ ખૂણે યુદ્ધ ફાટી નીકળે છે, ત્યારે તેની અસર માત્ર સરહદો પર જ નથી પડતી, પરંતુ તે ગ્લોબલ ઇકોનોમીના પાયા હચમચાવી નાખે છે. યુદ્ધની શરૂઆતમાં અર્થશાસ્ત્રીઓએ…

Continue reading
Adani US Investment Proposal: અદાણીએ અમેરિકી કોર્ટમાં 10 અબજ ડોલરના રોકાણ પ્રસ્તાવની કરી કબૂલાત
  • July 16, 2026

Adani US Investment Proposal: ભારતીય ઉદ્યોગ જગતના દિગ્ગજ ગૌતમ અદાણીએ તાજેતરમાં અમેરિકાની ન્યૂયોર્ક સ્થિત ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એક મહત્વનું સોગંદનામું (સ્વોર્ન એફિડેવિટ) દાખલ કર્યું છે. ૧૫ જુલાઈના રોજ રજૂ કરવામાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Forest Diversion: છત્તીસગઢ-ઓડિશાના જંગલોમાં ખનનને લીલી ઝંડી, જંગલો બચશે કે નહીં?

  • July 20, 2026
  • 3 views
Forest Diversion: છત્તીસગઢ-ઓડિશાના જંગલોમાં ખનનને લીલી ઝંડી, જંગલો બચશે કે નહીં?

Jantar Mantar Protest: વિદ્યાર્થીઓના આક્રોશ માટે સરકારની ઉદાસીનતા જવાબદાર, જંતર-મંતર પર ઉમટ્યો જનસૈલાબ

  • July 20, 2026
  • 4 views
Jantar Mantar Protest: વિદ્યાર્થીઓના આક્રોશ માટે સરકારની ઉદાસીનતા જવાબદાર, જંતર-મંતર પર ઉમટ્યો જનસૈલાબ

Asaduddin Owaisi UP Election: યુપી ચૂંટણી પહેલા અસદુદ્દીન ઓવૈસીની એન્ટ્રીથી સપા-કોંગ્રેસની ઊંઘ હરામ, જાણો કોને થશે મોટો રાજકીય ફાયદો?

  • July 20, 2026
  • 8 views
Asaduddin Owaisi UP Election: યુપી ચૂંટણી પહેલા અસદુદ્દીન ઓવૈસીની એન્ટ્રીથી સપા-કોંગ્રેસની ઊંઘ હરામ, જાણો કોને થશે મોટો રાજકીય ફાયદો?

All Party Meeting: સંસદ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠકમાં મોટો હંગામો, બાગી સાંસદોના મુદ્દે વિપક્ષનું વોકઆઉટ

  • July 20, 2026
  • 6 views
All Party Meeting: સંસદ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠકમાં મોટો હંગામો, બાગી સાંસદોના મુદ્દે વિપક્ષનું વોકઆઉટ

Bihar Model Schools: બિહારમાં મોડેલ શાળાઓના ભગવા રંગના નિર્ણયને લઈને રાજકીય વિવાદ તેજ

  • July 20, 2026
  • 11 views
Bihar Model Schools: બિહારમાં મોડેલ શાળાઓના ભગવા રંગના નિર્ણયને લઈને રાજકીય વિવાદ તેજ

Parliament Monsoon Session: સંસદના ચોમાસુ સત્રના પહેલા જ દિવસે જબરદસ્ત હોબાળો, પેપર લીક અને જંતરમંતરના વિવાદે સંસદને હલાવી દીધી!

  • July 20, 2026
  • 11 views
Parliament Monsoon Session: સંસદના ચોમાસુ સત્રના પહેલા જ દિવસે જબરદસ્ત હોબાળો, પેપર લીક અને જંતરમંતરના વિવાદે સંસદને હલાવી દીધી!