
Avimukteshwaranandji Reaction: લેહ-લદ્દાખની લડાઈ લડતાં ક્લાઈમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકને જોધપુરની જેલમાં બંધ કરવામાં આવ્યા છે. જેથી દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. લોકોની સરકાર વિરુદ્ધ આકરી પ્રતિક્રિયાઓ આવી રહી છે. ત્યારે આ મામલે સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમની વહેલમાં વહેલી તકે જેલમાંથી બહાર કાઢવા માગ કરી છે.
सोनम वांगचुक को तुरंत रिहा करना चाहिए – शंकराचार्य अविमुक्तेश्वरानंद pic.twitter.com/c30jf7MGhe
— Lutyens Media (@LutyensMediaIN) October 3, 2025
અવિમુક્તેશ્વરાનંદજીએ કહ્યું ભારત સરકારે વાંગચુકનું મોટું સન્માન કર્યું હતુ. કારણ કે તેમના કાર્યો જોયા હશે. ત્યારે જ સન્માન આપ્યું હતુ. હાલ તેમના સામે રાષ્ટ્રદ્રોહનો કેસ દાખલ કરવો યોગ્ય નથી. વધુમાં તેમણે કહ્યું વગચુકનું યોગદાન ભૂલાઈ તેવું નથી. સ્વામીજીએ વધુમાં લદ્દાખ માટે બંધારણીય સુરક્ષાની માંગને સમર્થન આપ્યું અને કહ્યું કે આ લડાઈ ‘ભારતના વચનોને પૂર્ણ કરવાની’ છે. તેમની આ અપીલથી ધાર્મિક અને સામાજિક વર્તુળોમાં પણ આ મુદ્દા પર ચર્ચા જોડાઈ ગઈ છે.
સોનમ વાગચુક લેખ-લદ્દાખના મુખ્યત્વે વિકાસ, શિક્ષણ અને પર્યાવરણના મુદ્દાઓ માટે લડતા રહ્યા છે. વાગચુકને જેલમાં પુરતાં તેમની પત્નીએ પણ પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું અમારી સાથે અન્યાય થયો છે.
આજે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી
સુપ્રીમ કોર્ટ આજે સોમવારે ક્લાઈમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની પત્ની ડૉ. ગીતાંજલી આંગ્મો દ્વારા દાખલ કરાયેલી હેબિયસ કોર્પસ અરજી પર સુનાવણી કરશે, જેમાં તેમની અટકાયતને પડકારવામાં આવી છે. જસ્ટિસ અરવિંદ કુમાર અને એન.વી. અંજારિયાની બેન્ચ આ કેસની સુનાવણી કરશે. આ અરજી રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) હેઠળ વાંગચુકની “ગેરકાયદેસર અને મનસ્વી” અટકાયતને પડકારે છે. તેમાં તેમની તાત્કાલિક મુક્તિ, આરોગ્ય તપાસ અને દવાઓની જોગવાઈની પણ માંગ કરવામાં આવી છે. રાજ્યનો દરજ્જો અને છઠ્ઠી અનુસૂચિની માંગ પર લદ્દાખમાં થયેલી હિંસક અથડામણ બાદ વાંગચુકની ધરપકડ કરવામાં આવી હતી અને “કાવતરું” નો આરોપ મૂકવામાં આવ્યો હતો.
24 તારીખથી મોટો વિવાદ શરુ થયો હતો
24 સપ્ટેમ્બરના રોજ, લદ્દાખના લેહમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન હિંસક બન્યું. ભૂખ હડતાળ દરમિયાન કેટલાક લોકોની હાલત બગડતા યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન, ભાજપ કાર્યાલયમાં અશાંતિ સર્જાઈ હતી, અને કેટલાક પ્રદર્શનકારીઓએ તેને આગ ચાંપી દેતાં પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી. પોલીસે પથ્થરમારો, ટીયર ગેસ છોડવા અને ગોળીઓ ચલાવવા સહિત બળજબરીથી કાર્યવાહી કરી હતી. ચાર યુવાનો માર્યા ગયા હતા અને ઘણા લોકો અને કેટલાક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. માંગણીઓ લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની અને તેને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સમાવવાની હતી, જે આદિવાસી વિસ્તારોને સ્વાયત્તતા આપે છે. અથડામણમાં ચાર પ્રદર્શનકારીઓ માર્યા ગયા હતા, જ્યારે 90 થી વધુ લોકો ઘાયલ થયા હતા. પોલીસ ગોળીબારને કારણે થયેલા આ મૃત્યુથી સમગ્ર પ્રદેશમાં આક્રોશ ફેલાયો હતો.
આ પણ વાંચો:
Delhi: ‘ડિલિવરી બોયે મને ખોટી રીતે સ્પર્શ કર્યો’, શરમજનક કૃત્ય CCTVમાં કેદ, કંપનીએ શું કહ્યું?
UP: રાત્રે 11 વાગ્યે કર્યો ભાઈને ફોન, પતિની કરી ફરિયાદ, પછી જે પ્રિયંકા સાથે થયું…








