ગુજરાતમાં કમોસમી વરસાદ સાથે વિજળીના લિસોટા ધરતી ઉપર ઉતરે તેવી આગાહી

  • Gujarat
  • December 26, 2024
  • 0 Comments

રાજ્યમાં 3 દિવસ સુધી છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ એટલે કે, 2.5 મિમીથી માંડીને અઢી ઈંચ સુધીનો વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન પ્રતિકલાકે 30થી 40 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. આગાહી પ્રમાણે કમોસમી વરસાદની શક્યતા 51%થી 75% છે. ભરશિયાળે ચોમાસા જેવી સ્થિતિને પગલે લઘુતમ તાપમાન 2થી 4 ડિગ્રી વધશે, એટલે ઠંડીમાં ઘટાડો નોંધાશે.

તો વાત જાણે તેમ છે કે, ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ પર સર્જાયેલી સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભરશિયાળે ચોમાસું શરૂ થઈ શકે છે. 26, 27 અને 28 ડિસેમ્બરે રાજ્યમાં કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદનો રાઉન્ડ શરૂ થઇ શકે છે. જેમાં આવતી કાલે છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં બરફના કરા વરસી શકે છે. તો અહીં વીજળીના લિસોટા જમીન ઉપર આવે તેવું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

આ આગાહીને પગલે શિયાળુ પાકને લઈને ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે. વરસાદ આવે કે ન આવે પરંતુ ગાઢ ધુમ્મસને કારણે શિયાળા પાક પર અસર થઈ રહી છે, તેમાં જો કમોસમી વરસાદ પડશે તો જગતના તાતના આસું પૂછવા પણ કોઈ આવે તેવું છે નહીં. કેમ કે સરકાર તો માત્ર સર્વે કરવાની જાહેરાતો જ કરે છે. તેથી કુદરત ખેડૂતો ઉપર રહેમ કરે તો જ વધારે સારૂં રહેશે.

મુસ્લિમ સમાજમાં લગ્ન સિઝન ચાલતી હોવાના કારણે માંડવો બંધાયો હોય તેવા પરિવારો પણ ચિંતામાં મૂકાયા છે. તો બીજી તરફ ઇટો પાડનારા ભઠ્ઠાવાળા પણ કમોસમી વરસાદને લઈને ચિંતામાં મૂકાયા છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું હતું કે, આજથી ત્રણ દિવસ ગુજરાતમાં ગાજવીજ સહિત વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાતને બાદ કરતા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત પવનની ગતિ પણ વધુ રહેશે. જે વિસ્તારમાં વરસાદની શક્યતાઓ છે, ત્યાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે વીજળીના ચમકારાનો પણ અનુભવ થશે. આ ઉપરાંત આવતીકાલે 27 ડિસેમ્બરના રોજ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં બરફના કરા વરસી શકે છે. અહીં વીજળીના ચમકારાનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, રાજ્યના અનેક જિલ્લાઓમાં તીવ્ર માવઠાની આગાહી છે. અમુક વિસ્તારમાં ભારે તો અમુક વિસ્તારોમાં સામાન્ય ઝાપટા પડે તેવી સંભાવના છે.

Related Posts

Patan BJP Congress Clash: પાટણમાં કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ, શાહી ફેંકવાના આરોપો બાદ પોલીસ ફરિયાદની કાર્યવાહી
  • October 14, 2026

Patan BJP Congress Clash: ગુજરાતના પાટણમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર વિરોધ પ્રદર્શન દરમિયાન ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતાં રાજકીય માહોલ ગરમાયો છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ…

Continue reading
RTE Admission Fraud Gujarat: ગુજરાતમાં RTE પ્રવેશ પ્રક્રિયા પર સવાલો, ખોટા આવકના દાખલાથી સાચા ગરીબ બાળકોની તક છીનવાઈ રહી છે?
  • October 13, 2026

RTE Admission Fraud Gujarat: ગુજરાતમાં શિક્ષણના અધિકાર એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવવાની પ્રક્રિયાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. આ યોજનાનો મુખ્ય હેતુ આર્થિક…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Patan BJP Congress Clash: પાટણમાં કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ, શાહી ફેંકવાના આરોપો બાદ પોલીસ ફરિયાદની કાર્યવાહી

  • October 14, 2026
  • 1 views
Patan BJP Congress Clash: પાટણમાં કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ, શાહી ફેંકવાના આરોપો બાદ પોલીસ ફરિયાદની કાર્યવાહી

Abhijeet Dipke to CJI: CJI સૂર્યકાંતની ટિપ્પણી પર અભિજીત દિપકેના સવાલો, ચૂંટણી પંચ સામે કાર્યવાહી કેમ નહીં?

  • October 14, 2026
  • 4 views
Abhijeet Dipke to CJI: CJI સૂર્યકાંતની ટિપ્પણી પર અભિજીત દિપકેના સવાલો, ચૂંટણી પંચ સામે કાર્યવાહી કેમ નહીં?

Madhya Pradesh Liquor Scam: મધ્ય પ્રદેશમાં દારૂના ઠેકાને લઈને કથિત કૌભાંડ, નકલી FDR અને એક કરોડની લાંચના આરોપોથી રાજકીય ગરમાવો

  • October 14, 2026
  • 8 views
Madhya Pradesh Liquor Scam: મધ્ય પ્રદેશમાં દારૂના ઠેકાને લઈને કથિત કૌભાંડ, નકલી FDR અને એક કરોડની લાંચના આરોપોથી રાજકીય ગરમાવો

Rahul Gandhi CJP Support: રાહુલ ગાંધી CJPના સમર્થનમાં આવ્યા, જંતર-મંતર પાછું મેળવવાની જાહેરાતથી કોંગ્રેસના વલણમાં બદલાવની ચર્ચા

  • October 14, 2026
  • 8 views
Rahul Gandhi CJP Support: રાહુલ ગાંધી CJPના સમર્થનમાં આવ્યા, જંતર-મંતર પાછું મેળવવાની જાહેરાતથી કોંગ્રેસના વલણમાં બદલાવની ચર્ચા

Rahul Gandhi SIR Protest: SIR અને જ્ઞાનેશ કુમાર સામે વિપક્ષનું આંદોલન ચાલુ રહેશે, રાહુલ ગાંધીએ કહ્યું- લોકશાહી પુનઃસ્થાપિત કરવી અમારું મિશન

  • October 14, 2026
  • 10 views
Rahul Gandhi SIR Protest: SIR અને જ્ઞાનેશ કુમાર સામે વિપક્ષનું આંદોલન ચાલુ રહેશે, રાહુલ ગાંધીએ કહ્યું- લોકશાહી પુનઃસ્થાપિત કરવી અમારું મિશન

L Murugan Resignation: કેન્દ્રીય મંત્રી એલ. મુરુગનનું રાજીનામું, તમિલનાડુમાં BJPને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે

  • October 14, 2026
  • 6 views
L Murugan Resignation: કેન્દ્રીય મંત્રી એલ. મુરુગનનું રાજીનામું, તમિલનાડુમાં BJPને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે