Spitting in London: લંડનને ગુજરાતીઓએ પાન-મસાલાની પીચકારીઓ મારી બગાડ્યું!

  • World
  • June 19, 2025
  • 0 Comments

Gujaratis Spitting in London: લંડનના વિસ્તારોમાં પાન-મસાલાની પીચકારીઓ મારી ગંદકી ફેલાવતાં સ્થાનિક નાગરિકો અને કાઉન્સિલોમાં રોષ ભભૂક્યો છે. ખાસ કરીને ગુજરાતી સમુદાયના કેટલાક લોકો દ્વારા જાહેર સ્થળો પર થૂંકવાની ઘટનાઓ વધી હોવાના દાવા થઈ રહ્યા છે. તાજેતરમાં એક વાયરલ વીડિયોમાં લંડનના રસ્તાઓ પાનની લાલ પીચકારીઓથી ગંદા થયેલા દેખાતા હતા, જેનાથી સોશિયલ મીડિયા યુઝર્સે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે, “આ લંડન છે કે ગુજરાતની કોઈ ગલી?”

સમસ્યાનું કેન્દ્ર

તસ્વીર, દિ.ભાસ્કર

લંડનના વેમ્બલી, હેરો, ક્વીન્સબરી, ઇસ્ટ લંડન, અને સાઉથ લંડન જેવા વિસ્તારોમાં, જ્યાં ગુજરાતી અને ભારતીય સમુદાયની વસ્તી વધુ છે, ત્યાં પાન-મસાલા અને માવાની પીચકારીઓની સમસ્યા ગંભીર બની છે. ક્વીન્સબરી વોર્ડના કાઉન્સિલર જયંતીભાઈ પટેલે જણાવ્યું, “છેલ્લા પાંચ વર્ષથી આ સમસ્યા વધી છે. ખાસ કરીને ફૂડ ડિલિવરી અને ઉબર ઇટ્સમાં કામ કરતા લોકો, જેમાંથી મોટા ભાગના ગુજરાતીઓ છે, રસ્તા પર થૂંકતા જાય છે. આ ઇન્ડિયામાં ચાલે, પણ ઇંગ્લેન્ડમાં નહીં.”

સ્થાનિકોનો રોષ

લેસ્ટરમાં 1971થી રહેતા નીતાબેન ચંદારાણાએ કહ્યું, “રાત્રે ચાર રસ્તાઓ પર યુવાનો ટોળે વળીને પાનની પીચકારીઓ મારે છે. સ્થાનિકો આશ્ચર્યથી પૂછે છે કે આ શું ચાલે છે?” તેમના પતિ ધીરેનભાઈએ ઉમેર્યું, “નોટિસ બોર્ડ લગાવવામાં આવ્યા છે, પણ લોકો તેની પરવા કરતા નથી. દારૂ પીને પાન-ગુટખા ખાઈ રસ્તા ગંદા કરે છે.” હેરોના મેયર અંજનાબેન પટેલે જણાવ્યું, “આ સમસ્યા ફક્ત ગુજરાતીઓમાં જ નહીં, પણ જ્યાં ભારતીય સમુદાય વધુ છે ત્યાં આ આદત જોવા મળે છે. પાનની દુકાનોની આગળ ડસ્ટબિન મૂકવામાં આવે છે, પણ લોકો તેને પણ ગંદી કરે છે.”

આર્થિક બોજ

બ્રેન્ટ કાઉન્સિલ દર વર્ષે પાનની પીચકારીઓની સફાઈ માટે 30,000 પાઉન્ડ (અંદાજે ₹34,89,555) ખર્ચે છે. જયંતીભાઈ પટેલે કહ્યું, “જેટ વોશથી ડાઘા સાફ કરીએ છીએ, પણ તે સંપૂર્ણ નીકળતા નથી. ફૂટપાથ પર ‘પાનની પીચકારી ન મારો’ લખ્યું છે, પણ લોકો તેના પર જ થૂંકે છે.” હેરોના ફાઇનાન્સ ડિરેક્ટર દીપકભાઈ પટેલે ઉમેર્યું, “સફાઈ માટે મજૂરોનો પગાર કલાકનો 12.21 પાઉન્ડ (₹1421) છે. કેમિકલ અને મશીનોનો ખર્ચ અલગ છે. આ ખર્ચને કારણે નાગરિકોને વધુ ટેક્સ ભરવો પડે છે.”

દંડ અને કાયદો

લંડનમાં જાહેર સ્થળે થૂંકવા માટે 100-150 પાઉન્ડ (₹11,632-17,448)નો દંડ છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં 1000 પાઉન્ડ (₹1,16,319) સુધીનો દંડ ફટકારવામાં આવે છે. જયંતીભાઈએ જણાવ્યું, “અમારા વિસ્તારમાં દર બે અઠવાડિયે 5-6 લોકો પકડાય છે, જેમાં 95% ગુજરાતીઓ છે. એન્ફોર્સમેન્ટ ઑફિસર્સ બોડી કેમેરા સાથે ફરે છે, પણ લોકો ચાલાકીથી બચી જાય છે.” કૃપા શેઠે કહ્યું, “અમે કેમ્પેઇન કર્યા, પણ લોકો સુધરતા નથી.”

ગુજરાતી  સમુદાયની બદનામી

પોરબંદરના વિદ્યાર્થી નીરજ શાહે કહ્યું, “ગુજરાતીઓની બે ઇમેજ છે: એક સફળ બિઝનેસમેનની, બીજી ગંદકી ફેલાવનારની. બ્રિટિશર્સને લાગે છે કે ગુજરાતીઓમાં સિવિક સેન્સ નથી.” દીપકભાઈએ ઉમેર્યું, “બ્રિટિશર્સ પૂછે છે કે આ લાલ ડાઘ શું છે? જ્યારે સમજાવીએ, તેઓ ગુજરાતીઓને નફરત કરે છે. આ જૂજ લોકોને કારણે સમુદાય બદનામ થાય છે.” નીતાબેને કહ્યું, “બ્રિટિશર્સ મને પૂછે છે કે આ શું છે, અને મારે તેમના વતી માફી માગવી પડે છે.”

પાન-મસાલાની ઉપલબ્ધતા

ગુજરાતી વિસ્તારોમાં પાન-પાર્લરો સરળતાથી મળે છે, જ્યાં પાન-મસાલા 2-3 પાઉન્ડ (₹232-349)માં વેચાય છે. જયંતીભાઈએ કહ્યું, “તમાકુ વેચવું ગેરકાયદે છે, પણ ગુજરાતીઓ અંદરખાને વેચે છે.” ધીરેનભાઈએ ઉમેર્યું, “પાનવાળો ઓળખતો હોય તો જ તમાકુ આપે છે.”

‘પકડાયેલાની ઓળખ જાહેર કરાઈ તો સુધારો થઈ શકે’

કાઉન્સિલોએ નોટિસ બોર્ડ, ડસ્ટબિન, અને જાગૃતિ કેમ્પેઇન શરૂ કર્યા, પણ નિષ્ફળ રહ્યા. દીપકભાઈએ કહ્યું, “વેમ્બલીમાં નોટિસ બોર્ડ તોડી નાખવામાં આવ્યા.” જયંતીભાઈએ સૂચન કર્યું, “જો પકડાયેલાની ઓળખ જાહેર કરવામાં આવે, તો સુધારો થઈ શકે.” ધીરેનભાઈએ માંગ કરી, “સરકારે તમાકુ પર બેન મૂકવો જોઈએ, અને એશિયન ટીવી પર જાહેરાતો ચલાવવી જોઈએ.”

‘સમસ્યાનો ઉકેલ લાવવાની જરૂરી’

નીતાબેને કહ્યું, “પાન ખાવું તમારી પસંદગી છે, પણ રસ્તા પર થૂંકશો નહીં. જો તમારા ઘરમાં કોઈ થૂંકે તો ગમે?” નીરજે વિદ્યાર્થીઓને સલાહ આપી, “નિયમોનું પાલન કરો, ગુજરાતીઓનું નામ બદનામ ન કરો.” દીપકભાઈએ અપીલ કરી, “ભારત માતા કી જય બોલવું પૂરતું નથી. સ્વચ્છતા અને જવાબદારીથી દેશનું નામ રોશન કરો.” આ ઘટનાએ ગુજરાતી સમુદાયની છબીને નુકસાન પહોંચાડ્યું છે. સ્થાનિક તંત્ર અને સમુદાયે સાથે મળીને આ સમસ્યાનો ઉકેલ લાવવાની જરૂર છે. (દિવ્ય ભાસ્કરમાંથી)

 

આ પણ વાંચો:

Ahmedabad Plane Crash: વડાપ્રધાન અને ગૃહપ્રધાનના દાવાને 108ની વિગતો પડકારે છે 

Ahmedabad Plane Crash માં બચી ગયેલા રમેશ વિશ્વાસ તેના ભાઈની અંતિમ યાત્રામાં જોડાયો, સર્જાયા ભાવુક દ્રશ્યો

Ahmedabad Building Dangerous: અમદાવાદની આ બિલ્ડિંગો નોતરી શકે છે વિમાન દુર્ઘટનાઓ? કાર્યવાહી ક્યારે?

 Vadodara: સયાજી હોસ્પિટલમાં મહિલા સિક્યુરિટી ગાર્ડની છેડતી CCTV બંધ, સુરક્ષા પર સવાલો

Israel Iran War: યુદ્ધમાં અમેરિકા કૂદી પડ્યું!, ટ્રમ્પે સેનાને હુમાલની મંજૂરી આપી!

PM મોદીને G7માં બોલવતાં કેનેડામાં વિરોધ, ફજેતી થઈ છતાં ગયા!, પછી શું થયું જુઓ VIDEO?

મોડે મોડે મોદીને કેનેડાથી ફોન આવ્યો, ‘આવો G7 સમિટમાં’, PM મોદી ખુશ થયા

Surat માં એરપોર્ટ પાસેના 151 વૈભવી ફ્લેટ ધારકોને ખાલી કરવાની નોટિસ, બિલ્ડરોની ગેરરીતિ

Israel Iran War: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુધ્ધ કેમ?, જાણો

Israel-Iran War: ઈરાનમાં રહેતા ભારતીયો માટે એડવાઈઝરી જાહેર, નાગરિકોને આપી આ સુચના

Israel-Iran War: ઈરાનના નેતા ખામેનીએ ઇઝરાયલ સામે યુદ્ધની જાહેરાત કરી, હવે શું?

 

 

 

 

Related Posts

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી
  • December 13, 2025

Messi Event: કોલકાતામાં લોકપ્રિય ફૂટબોલર મેસ્સીની એક ઝલક મેળવવા માટે સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં ઉમટેલા ચાહકો વચ્ચે મેસ્સી જલ્દી સ્ટેડિયમ છોડી જતા રહેતા રોષે ભરાયેલા ચાહકોએ તોડફોડ કરી હતી અને ભારે…

Continue reading
Australia: ઓસ્ટ્રેલિયામાં આજથી બાળકો માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરી શકે! PM અલ્બેનીઝે કહ્યું – બાળકોને ‘બાળપણ’ મળશે
  • December 10, 2025

Australia: આખરે આજથી ઓસ્ટ્રેલિયામાં બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહિ કરી શકે અને 16 વર્ષથી ઓછી વયજૂથના બાળકોના સોશિયલ મીડિયા વાપરવા ઉપર કડક પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 2 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

  • December 13, 2025
  • 4 views
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

  • December 13, 2025
  • 3 views
Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને  મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

  • December 13, 2025
  • 5 views
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

  • December 13, 2025
  • 10 views
PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું  ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ

  • December 13, 2025
  • 8 views
Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ