
Patna News: ઈરાન યુદ્ધ અસર હેઠળ પેટ્રોલ-ડીઝલની અછત ઉભી થતાં હવે ભાવ પણ વધ્યા છે અને કાળા બજારીયાઓએ વધારે પૈસા વસૂલ કરી બોટલોમાં પેટ્રોલ વેચવાનું શરૂ કર્યું છે ત્યારે યુપીના પટનામાં ઘણી જગ્યાએ બોટલ અને કેનમાં પેટ્રોલ ₹120-130 પ્રતિ લિટર સુધી વેચાય રહ્યું છે.
મીઠાપુર બસ સ્ટેન્ડ અને અન્ય વિસ્તારોમાં પાનની ગલ્લાઓ ઉપર પેટ્રોલ વેચાઈ રહ્યું છે, ઝી ન્યૂઝના પત્રકારે આ રીતે ચાલતા ગેરકાયદે વેચાણનો અહેવાલ પ્રસારિત કરી કહ્યું હતું કે આવા ખુલ્લા સંગ્રહ-વેચાણથી ભયાનક આગ લાગી શકે છે.પત્રકારે જ્યારે દુકાનદારને પૂછ્યું કે આ ક્યાંથી અને કેવી રીતે લાવ્યા?ત્યારે દુકાનદાર ગભરાઈ ગયો અને કહેવા લાગ્યો કે “યે પેટ્રોલ નહિ,શરબત હૈ!” પત્રકારે જ્યારે સબંધિત અધિકારીને બોલાવી ચેક કરવાની વાત કરી ત્યારે દુકાનદારે પેટ માટે આ ધંધો કર્યો હોવાનું કબુલ્યું હતું.
ત્યારબાદ પોલીસે અનેક જગ્યાએ રેડ કરી હતી,લોકોને અધિકૃત પેટ્રોલ પંપો પરથી જ ઇંધણ ખરીદવાની સલાહ આપવામાં આવી રહી છે.
આ મુદ્દે સિનિયર પત્રકાર મેહુલ વ્યાસે વધુ વિગતો આપી દેશમાં સર્જાયેલી સ્થિતિ અંગેનો ચિતાર રજૂ કર્યો હતો જુઓ વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!








