
- કુંભની ગંદકી સાફ કરવા પહોંચ્યા યોગી
- પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે યોગી સરકારને ફટકાર લગાવી હતી
- સફાઈકર્મીઓ સાથે કરી મુખ્યમંત્રીએ વાત
Mahakubh Ends 2025: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલો મહાકુંભ મેળો શિવરાત્રીના દિવસથી સમાપ્ત થયો છે. ત્યારે મેળા વિસ્તારમાં ભારે ગંદકી છે. જેને લઈ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે યુપી સરકારને ફટકાર લગાવી જવાબ માગ્યો છે. હવે કુંભ મેળો પૂર્ણ થઈ ગયો છે. જેથી આજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મેળા વિસ્તારમાં સફાઈ કરવા પહોંચ્યા છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગુરુવારે પ્રયાગરાજ પહોંચ્યા હતા. તેમણે સંગમ ઘાટ ખાતે સફાઈ કરી હતી. તેઓ અરૈલમાં ત્રિવેણી કોમ્પ્લેક્સમાં સફાઈ કર્મચારીઓને મળ્યા હતા. સમગ્ર મહાકુંભ વિસ્તારમાં સ્વચ્છતા જાળવવામાં ઉત્તમ કામગીરી બદલ સફાઈ કર્મચારીઓનું સન્માન કર્યું હતુ. આ પછી, સીએમ યોગીએ તેમના કેબિનેટ સાથીદારો સાથે પંડાલમાં સફાઈ કર્મચારીઓ સાથે ભોજન કર્યું હતુ.
आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के मार्गदर्शन एवं प्रतिबद्ध स्वच्छता दूतों की सतत सेवा से स्वच्छ एवं सुव्यवस्थित महाकुम्भ-2025 प्रयागराज की परिकल्पना सिद्ध हुई है।
आज प्रयागराज के अरैल घाट पर स्वच्छता अभियान में अपने मंत्रिमंडल के माननीय सदस्यों के साथ सहभाग किया।… pic.twitter.com/JsO9YOAeWu
— Yogi Adityanath (@myogiadityanath) February 27, 2025
મહાકુંભનું ઔપચારિક સમાપન
સંગમ ખાતે 45 દિવસ સુધી ચાલનારા મહાકુંભ શિવરાત્રીએ પૂર્ણ થઈ જાય છે, પણ ઔપચારિક સમાપન આજે ગુરુવારે કરાયું છે. શ્રદ્ધાના આ મહા કુંભમાં 66 કરોડથી વધુ ભક્તોએ સંગમમાં ડૂબકી લગાવી છે.
તાજેતરમાં પ્રદષણ મુદ્દે યોગી સરકાર પાસે માગ્યો હતો જવાબ
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કુંભમાં મોટી સંખ્યામાં લોકોના આગમનને કારણે, શ્રદ્ધાળુઓ માટે શૌચાલયની સમસ્યા ઉભી થઈ છે. તેવા અહેવાલ પ્રસિધ્ધ થયા હતા. જેના કારણે લોકો ખુલ્લામાં શૌચ કરવા મજબૂર બન્યા હતા. આ મુદ્દો સમસ્યા બનતાં NGT ખુલ્લામાં શૌચ કરવા અંગે યોગી સરકાર પાસે જવાબ માગ્યો હતો. કારણ કે સરકાર શ્રધ્ધાળુઓને સુવિધા આપવામાં નિષ્ફળ ગઈ છે.
આ પણ વાંચોઃ Mahakumbh 2025: શ્રધ્ધાળુઓ ખુલ્લામાં શૌચ કરવા મજબૂર, NGTએ યુપી સરકાર પાસેથી જવાબ માંગ્યો
આ પણ વાંચોઃ મહાકુંભ: સંગમના પાણી વિશે સીએમ યોગીએ કહ્યું – તે સ્નાન સાથે પીવા લાયક
આ પણ વાંચોઃ ‘ભારતને બચાવવા બદલ ગોડસે પર ગર્વ છે’ લખાનારી મહિલાને મોટું પદ મળતાં બબાલ