
મહાકુંભ: ત્રણ વિવિધ અકસ્માતમાં 16ના મોત; 6 લોકોના એક આખા પરિવારે દુનિયાને કહ્યું અલવિદા
મહાકુંભ મેળામાં જનારાઓ અને ત્યાંથી પરત આવતા શ્રદ્ધાળુઓને નડતા અકસ્માત યથાવત છે. આ દરમિયાન વિવિધ ત્રણ અકસ્માતોમાં 16 લોકોના મોત થયા છે. આમાંથી બે અકસ્માત ઉત્તર પ્રદેશમાં અને એક બિહારમાં સર્જાયો છે. બે અકસ્માતમાં, લોકો મહાકુંભમાં સ્નાન કરીને પાછા ફરી રહ્યા હતા, જ્યારે એક પરિવાર સ્નાન કરવા જઈ રહ્યો હતો.
બિહારના આરામાં માર્ગ અકસ્માતમાં મહાકુંભથી પરત ફરતાં પરિવારનો અકસ્માત થતાં એકસાથે 6 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. આ ઘટના શુક્રવારે (21 ફેબ્રુઆરી) વહેલી સવારે આરા-મોહનિયા નેશનલ હાઈવે પર પેટ્રોલ પંપ પાસે થઈ હતી. એક ઊભેલાં ટ્રકની પાછળ કાર ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, કારનો ભૂક્કો બોલાઈ ગયો હતો. અકસ્માતમાં સવાર તમામ 6 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં.
તે ઉપરાંત વારાણસીના પ્રયાગરાજ હાઇવે પર શ્રદ્ધાળુઓને લઈ જતી એક કાર પાર્ક કરેલા ટ્રક સાથે અથડાઈ હતી. આ લોકો ન્હાવા જઈ રહ્યા હતા.
Arrah, Bihar: In a tragic accident near a petrol pump in Dulhinganj Bazaar, Jagdishpur, Bhojpur district, six people died when their car collided with a truck. The victims were returning home after attending the Prayagraj Kumbh pic.twitter.com/mahVeQxYfA
— IANS (@ians_india) February 21, 2025
તો અન્ય એક ઘટનામાં યુપીના ગાઝીપુરમાં મહાકુંભથી પરત ફરી રહેલી એક કાર વારાણસી-ગોરખપુર હાઇવે પર પાર્ક કરેલી ટ્રોલી સાથે અથડાઈ હતી. આમાં 4 લોકોના મોત થયા છે. મૃતકોમાં પૂર્ણિયા (બિહાર)ના સાંસદ પપ્પુ યાદવની ભાણીનો પણ સમાવેશ થાય છે.
આમ પાછલા 12 કલાકથી પણ ઓછા સમયમાં મહાકુંભ આવતા-જતા શ્રદ્ધાળુંઓને નડેલા અકસ્માતમાં 16થી વધારે લોકો પોતોના જીવ ગુમાવી ચૂક્યા છે. આ અકસ્માતમાં એક આખા પરિવારે દુનિયાને અલવિદા કહી દીધું છે તો અન્ય બે અકસ્માતોમાં પરિવારોએ પોતાના વ્હાલસોયા લોકોને ગુમાવ્યા છે.