
Maharashtra: મહારાષ્ટ્રમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં, બે છોકરીઓની છેડતી કરવા બદલ જેલમાં બંધ એક વ્યક્તિને જામીન મળ્યા બાદ તેનું હીરોની જેમ સ્વાગત કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયો છે.
છેડતીના આરોપીનું હીરોની જેમ સ્વાગત
ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ , આરોપીની ઓળખ રોહિત ઝા તરીકે થઈ છે. જાણવા મળ્યું છે કે ઉલ્હાસનગરમાં ઝાનું તેમના સમર્થકોએ ભવ્ય રેલી સાથે સ્વાગત કર્યું હતું. આ વાયરલ ક્લિપમાં રોહિત ઝાના સમર્થકો ફરિયાદીના ઘરની બહાર ફટાકડા ફોડતા દેખાય છે.
महाराष्ट्र के उल्हासनगर में रोहित झा नाम का यह लड़का दो लड़की से छेड़खानी के आरोप में जेल गया था।
जब जेल से बाहर आया तो मानो कोई मैडल जीत कर आया हो? फूल मालाओं और ढोलकों की गड़गड़ाहट से स्वागत किया गया।
पीली शर्ट वाला लड़का ही रोहित झा है…!!
— Prof. इलाहाबादी ( نور ) (@ProfNoorul) July 22, 2025
પોલીસે આરોપી અને તેના છ સમર્થકો સામે કેસ નોંધ્યો
આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ, પોલીસે આરોપી અને તેના છ સમર્થકો સામે કેસ નોંધ્યો છે. એવું કહેવાય છે કે ઝા આ વર્ષે 27 એપ્રિલે બે છોકરીઓને બળજબરીથી તેમના ઘરમાંથી બહાર લઈ ગયા હતા. તેમણે અને તેમના સમર્થકોએ છોકરીઓને માર માર્યો હતો અને તેમના કપડાં પણ ફાડી નાખ્યા હતા. આ ઘટના બાદ, ઝાની છેડતીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી અને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. તેને શનિવાર, 19 જુલાઈના રોજ જામીન આપવામાં આવ્યા હતા. ત્યારે જામીન પર છુટ્યા બાદ પણ આરોપીની નફ્ફટાઈ જોવા મળી હતી.
મહારાષ્ટ્રમાં ગુનેગારોને કાયદાનો ડર નહીં
જાણે કે તે કોઈ સારુ કામ કરીને આવ્યો હોય તેવી રીતે તેનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે આ સમર્થકોની ગંદી માનસિકતા છતી કરે છે. આ દર્શાવે છે મહારાષ્ટ્રમાં ગુનેગારોને પોલીસનો કોઈ ડર જ નથી રહ્યો.
આ પણ વાંચો:








